અમદાવાદ,શુક્રવાર
પૂર્વ વિસ્તારમાં સરકારી યોજનાના બહાને સિનિયાર સિટીઝન સહિત મહિલાઓ સાથે છેતરપીંડી કરતી મહિલા અને પુરુષની ગેંગ સક્રીય ફરીથી બની છે. ઘીકાંટા ખાતે રહેતી બે વૃદ્ધાને સરકારી યોજનામાં ૧૫,૦૦૦ હજાર અપાવવાના બહાને બન્ને વૃદ્ધાને રિક્ષામાં બેસાડી જુદા-જુદા વિસ્તારમાં ફેરવીને ખોખરા હાટકેશ્વર વિસ્તારમાં લઇ જઇને દાગીના બન્ને મહિલાને રૃા. ૬૫ હજારના દાગીના ઉતરાવી લઇને મહિલા નાસી ગઇ હતી. બીજા બનાવમાં ગરીબ લોકોને અડધી કિંમતે સિલાઇ મશીન આપવાની લાલચ આપીને મહિલાના બેન્ક ખાતામાંથી રૃા. ૨૩ હજાર કાઢી લીધા હતા. આ બનાવ અંગે શાહપુર અને રખિયાલ પોલીલે મહિલા સહિત બે લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઘીકાંટાની બે વૃદ્ધાને રિક્ષામાં બેસાડી હાટકેશ્વર લઇ જઇ રૃા. ૬૫ હજારના દાગીના કાઢી લીધા,રખિયાલમાં મહિલા પાસેથી ઓન લાઇન રૃા. ૨૩ હજારની ઠગાઇ
ઘીકાંટા ખાતે ચાલીમાં રહેતા બે વૃદ્ધા ગઇકાલે ઘીકાંટા ખાતે આવેલી નાની હમામની પોળ પાસે આવેલા મંદિરમાં દર્શન કરવા માટે આવ્યા હતા જ્યાં બહાર એક મહિલાએ ઉભા રાખીને તેમો ભજનમાં કેમ આવતા નથી કહીને વાતચીત કરી હતી, બાદમાં સરકારી યોજના મુજબ સિનિયર સિટીઝનને રૃા.૧૫,૦૦૦ મળે છે જે હું તમને અપાવીશ કહીને રિક્ષામાં બેસાડીને મણિનગરતથા ખોખરા હાટકેશ્વર ખાતે લઇ ગયા હતા અને જ્યાં એક મંદિરમાં દર્શન કરવા લઇ ગયા બાદ તમે દાગીના પહેરેલા હશે તો સિનિયર સિટીઝન મહિલાને રૃપિયા મળશે નહી તેમ કહીને બન્ને વૃદ્ધાના દાગીના કઢાવી લીધા હતા અને હું બેન્કમાં જઇને આવું છું કહીને અજાણી મહિલા ભાગી ગઇ હતી.
બીજા બનાવમાં રખિયાલમાં સોનેરિયા બ્લોક પાસે સારાભાઇ વકીલની ચાલીમાં રહેતા અને સિલાઇ કામ કરતા શ્રીકાંતભાઇપાલ (ઉ.વ.૪૯)ે રખિયાલ પોલીસ સ્ટેશનમાં કલ્પેસ નામની અજાણી વ્યકિત સામે ફરિયાદ નોંધાવી છે કે ૨૦ દિવસ પહેલા આરોપીઓ ફોન કરીને હું ગાંધીનગર સરકારી કચેરીમાંથી બોલું છું સરકારની યોજના મુજબ ગરીબ વર્ગના લોકોને અડધી કિંમતે સિલાઇ મશીન આપવાની યોજના છે. જેમાં તમારા નંબર લકી ડ્રોમાં લાગ્યા છે જેમાં મહિલાને સિલાઇ મશીન મળશે તેમ કહીને વિશ્વાસ કેળવીને યુવક પાસે તેમની પત્ની અને ભાભી આધારા પુરાવા મંગાવ્યા હતા અને ઓન લાઇન રૃા. ૨૨,૫૦૦ પડાવીને છેતરપીંડી કરી હતી.










