Gold-Silver Prices : સોના- ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે, કારણ કે, અમેરિકાએ ભારત સહિત 180 દેશોમાં ટેરિફની જાહેરાત કરી છે. તો અમેરિકાના આ એક્શન પર રિએક્શન આપતા કેનેડાએ 25 % અને ચીને 34% ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. જેના કારણે ટ્રેડ વોર અને વૈશ્ચિક મંદીનું જોખમ વધી ગયું છે અને ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો છે. ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો આવવાના કારણે સોના – ચાંદીના ભાવ ઝડપથી ઘટી રહ્યા છે.
આજે સોનુ આટલું સસ્તુ થયું
સોનાના ભાવમાં છેલ્લા બે દિવસમાં 2000 રુપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. તો આ બાજુ ચાંદીમાં 7 હજાર રુપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. MCX પર 5 જૂનના વાયદા માટે સોનાનો ભાવ આજે 300 રુપિયા ઘટ્યો છે, જ્યારે ગઈ કાલે એટલે કે ગુરુવારે સોનાના ભાવમાં 2000 રુપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં એમસીએક્સ પર 5 જૂનના વાયદા માટે સોનાનો ભાવ 89750 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ચાંદીના ભાવ
MCX માં ચાંદીના ભાવ છેલ્લા બે દિવસ દરમિયાન 7000 રુપિયાથી વધુનો ઘટાડો થઈ ચૂક્યો છે. આજે ચાંદીના ભાવમાં 3000 રુપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. 5 જૂનના વાયદા માટે ચાંદીના ભાવ 91362 રુપિયા પ્રતિ કિલો છે. તો ગઈ કાલ ચાંદીના ભાવમાં 5500 રુપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા બે દિવસમાં ચાંદીના ભાવ વાયદા બજારમાં 8000 રુપિયા પ્રતિ કિલોથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.
ઈન્ટનેશનલ માર્કેટમાં શું છે સોનાનો ભાવ
ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાના ભાવ 3092 ડોલર પ્રતિ ઔંસ પર વેપાર થઈ રહ્યો છે. જેમાં 20 ડોલર પ્રતિ ઔંસનો ઘટાડો જોવા મળ્યો છે. ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો, તે 0.1600 તૂટ્યો છે.