
– એરક્રાફ્ટની થીમ મૃતકોને અંજલિ આપવા બનાવી : આયોજકોનો બચાવ
– સોશિયલ મીડિયામાં ફોટો-વીડિયો વાયરલ થતાં લોકોએ ટીકા કરી, યુઝર્સે પીડિત પરિવારોનું અપમાન ગણાવ્યું
કોલકાત્તા : પશ્વિમ બંગાળમાં જુદી જુદી થીમના દુર્ગા પૂજા પંડાલ ધ્યાન ખેંચી રહ્યા છે. એમાં એક પંડાલની થીમના કારણે વિવાદ થયો છે. સોશિયલ મીડિયામાં પણ એ થીમની ભારે ટીકા થઈ છે. કોલકાત્તામાં એક દુર્ગા પૂજા પંડાલમાં અમદાવાદની વિમાન દુર્ઘટનાની થીમ રાખવામાં આવી છે.









