gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર ખાતે કેન્દ્રિય રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને ‘યુવા રોજગાર અને કૌશલ્ય સ…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
ભાવનગર ખાતે કેન્દ્રિય રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને ‘યુવા રોજગાર અને કૌશલ્ય સ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

જનહિતકારી સુશાસનની જે ગાથા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપી છે તેને જન જન સુધી ઉજાગર કરવાં સમગ્ર રાજ્યમાં તા. ૭ ઓક્ટોબર‌ થી તા.૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે ભાવનગર શહેરના શ્રી અટલ બિહારી વાજપેયી ઓપન એર થિયેટર ખાતે ભાવનગર અને બોટાદના સાંસદ તથા ગ્રાહકોની બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ ના કેન્દ્રિય રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને તેમજ પશુપાલન અને મત્સ્યોદ્યોગ રાજ્ય મંત્રી શ્રી પરષોત્તમભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં ‘યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ’ સમારંભ યોજાયો હતો.

આ પ્રસંગે કેન્દ્રિય રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આજે રાજ્યના દરેક જિલ્લામાં યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આજે નવું ભારત નવી વિકાસની નવી ઉંચાઈઓ સર કરી રહ્યું છે.‌ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ લાખો લોકોને રોજગારીની વિપુલ તકો ઉભી થઇ છે જેનો લાભ આજે અનેક યુવાનોને મળી રહ્યો છે.

મંત્રીશ્રીએ નિમણૂંક પ્રમાણપત્ર મેળવનાર તમામને અભિનંદન આપતાં કહ્યું કે, રોજગારી મેળવવાનું આપનું જે સ્વપ્ન હતું તે ખરા અર્થમાં પરિપૂર્ણ થયું છે. રાજ્યના ૫૦ હજારથી વધુ યુવાનોને રોજગાર પત્રો એનાયત કરવામાં આવ્યાં છે. ભાવનગર જિલ્લાના ૫૪૩ જેટલાં તાલીમાર્થી ભાઈઓ-બહેનોને પણ આજના અવસરે નિમણુંકપત્ર‌ મળ્યાં હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો.

તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા ૧૧ વર્ષના સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા જેવી નવીનત્તમ પહેલો અને વિશ્વકર્મા જેવી યોજનાઓ થકી મધ્યમ વર્ગને આજે ઘર આંગણે જ રોજગારી મળી રહી છે. જેના થકી નવા ભારતનો યુવાન આજે આત્મનિર્ભર બની રહ્યો છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ સ્ટાર્ટઅપની સંખ્યામાં વધારો થયો છે. આજે ભારત વિશ્વનની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને ડિજિટલ ઇકોસિસ્ટમ બની છે. વડાપ્રધાનશ્રીએ આપેલા મેક ઈન ઈન્ડિયા, ડિજીટલ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવા અભિયાનોને કારણે ઈન્ડસ્ટ્રીઝ, ઈકોનોમિ અને સ્ટાર્ટઅપ સહિતના સેક્ટર્સને વેગ મળ્યો છે. તેમણે સ્વદેશી વસ્તુઓનો મહત્તમ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.

રાજ્ય મંત્રી શ્રી પરષોત્તમભાઈ સોલંકીએ‌ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વિવિધ ક્ષેત્રોમાં સારા કામો થયાં છે. સરકારશ્રીની અનેક જન કલ્યાણકારી યોજનાઓ લોકોને ખૂબ જ ઉપયોગી બની રહી છે. સરકાર લોકોના સુખ દુઃખમાં હરહંમેશા પડખે રહી હોવાની પ્રતિબધ્ધતા તેમણે વ્યક્ત કરી હતી.

ભાવનગરના મેયર શ્રી ‌ભરતભાઈ બારડે કહ્યું હતું કે, સ્ટીલ ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા દ્વારા લાખો યુવાનો માટે ‌રોજગારીના દ્વાર ખુલ્યાં છે. તેમણે યુવાનોને સ્વપ્ન જોવા, મહેનત કરવા અને કૌશલ્યને ઓળખવા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે નવી નીતિઓના અમલથી ગુજરાત રોજગારી ક્ષેત્રે અગ્રેસર રહ્યું હોવાનું જણાવ્યું હતું.

મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે તાલીમાર્થીઓને રોજગાર પત્ર તેમજ પ્રોવિઝનલ પ્લેસમેન્ટ લેટર એનાયત કરવાની સાથે ભાવનગર આઈ.ટી.આઈ.ના અપગ્રેડેશન માટે પીડીલાઈટ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા MOU પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભાવનગર આઈ.ટી.આઈ ખાતે નિરમા લિ. કંપની દ્વારા મેથ્સ લેબ ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરાશે.

પ્રારંભમાં આઈ.ટી.આઈના આચાર્ય સુશ્રી પુજાબેન રાઠોડે સ્વાગત પ્રવચન કર્યું હતું. આ સમારોહ દરમિયાન ઉપસ્થિત સૌએ રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે‌ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ ચૌધરી‌, અગ્રણી શ્રી દિવ્યેશભાઈ સોલંકી સહિત અધિકારીઓ- પદાધિકારીઓ, વિવિધ કંપનીઓના નોકરીદાતાઓ, વિદ્યાર્થીઓ સહિત વિશાળ સંખ્યામાં રોજગારના તાલીમાર્થી ભાઈઓ- બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…
GUJARAT

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…

June 17, 2026
પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…
GUJARAT

પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…

June 17, 2026
બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમા ચોરી : રૂ.1.80 લાખની મત્તા તસ્કરો લઈ ફરાર | Theft at the house of a coup…
GUJARAT

બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમા ચોરી : રૂ.1.80 લાખની મત્તા તસ્કરો લઈ ફરાર | Theft at the house of a coup…

June 17, 2026
Next Post
પાકિસ્તાની ગેંગનો ભોગ બન્યો ભારતીય પરિવાર, ઈરાન એરપોર્ટથી બંધક બનાવી 80 લાખ પડાવ્યાં | how pakistani…

પાકિસ્તાની ગેંગનો ભોગ બન્યો ભારતીય પરિવાર, ઈરાન એરપોર્ટથી બંધક બનાવી 80 લાખ પડાવ્યાં | how pakistani...

‘ચંડોળા તળાવના ભારતીય નાગરિકોને ઘર આપો…’, અસરગ્રસ્તોને મકાન ન મળતા વિપક્ષ ભડક્યું | Chandola Lake …

'ચંડોળા તળાવના ભારતીય નાગરિકોને ઘર આપો...', અસરગ્રસ્તોને મકાન ન મળતા વિપક્ષ ભડક્યું | Chandola Lake ...

આઝમ ખાન પર ખોટા કેસ કરીને ફસાવ્યા, સપા હંમેશા તેમની સાથે…’, મુલાકાત બાદ બોલ્યા અખિલેશ | Akhilesh s…

આઝમ ખાન પર ખોટા કેસ કરીને ફસાવ્યા, સપા હંમેશા તેમની સાથે...', મુલાકાત બાદ બોલ્યા અખિલેશ | Akhilesh s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજે દેવ ઉઠી અગિયારસ : ડાકોર મંદિરમાં તૂલસી વિવાહની ઉજવણી | Today is Dev Uthi Agiaras: Tulsi marriage…

આજે દેવ ઉઠી અગિયારસ : ડાકોર મંદિરમાં તૂલસી વિવાહની ઉજવણી | Today is Dev Uthi Agiaras: Tulsi marriage…

8 months ago
WTO એ 2025 માટે વિશ્વ વેપાર વૃદ્ધિનો અંદાજ વધારીને 2.4 % કર્યો | WTO raises world trade growth forec…

WTO એ 2025 માટે વિશ્વ વેપાર વૃદ્ધિનો અંદાજ વધારીને 2.4 % કર્યો | WTO raises world trade growth forec…

8 months ago
ભુજના રાયધણપર ગામે ધોકા-પાઇપો વડે ટોળાનો હિંસક હુમલો: પોલીસ વાહનો પર કર્યો પથ્થરમારો, 20ની અટકાયત | …

ભુજના રાયધણપર ગામે ધોકા-પાઇપો વડે ટોળાનો હિંસક હુમલો: પોલીસ વાહનો પર કર્યો પથ્થરમારો, 20ની અટકાયત | …

3 weeks ago
‘સ્માર્ટ મીટર’ ફરજિયાત હોય તેવો કોઈ કાયદો નથી, રાજ્યભરમાં વિરોધ વચ્ચે RTIમાં ખુલાસો | Gujarat Smart …

‘સ્માર્ટ મીટર’ ફરજિયાત હોય તેવો કોઈ કાયદો નથી, રાજ્યભરમાં વિરોધ વચ્ચે RTIમાં ખુલાસો | Gujarat Smart …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News