gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં વધુ એક ભાજપ નેતાએ જાહેર રસ્તે આતશબાજી સાથે બર્થ-ડે સેલિબ્રેશન કર્યું, પોલીસનું ભેદી મૌન | su…

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં વધુ એક ભાજપ નેતાએ જાહેર રસ્તે આતશબાજી સાથે બર્થ-ડે સેલિબ્રેશન કર્યું, પોલીસનું ભેદી મૌન | su…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat BJP Leader Birthday Celebration: રાજ્યમાં અનેકવાર અસામાજિક તત્ત્વો દ્વારા  જાહેરમાં રોડ પર કેક કાપવી અને ફટાકડાં ફોડીને તાયફા કરતા વીડિયો સામે આવતા હોય છે. જોકે, ત્યારે રાજ્યની પોલીસ દ્વારા આવા તત્ત્વોને ઝડપી પાડવામાં આવે છે અને બિફોર, આફ્ટરના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂકી આરોપી પાસે માફી પણ મંગાવવામાં આવે છે. પરંતુ, હવે બર્થડે સેલિબ્રેશનમાં કરવામાં આવતા આ તાયફાઓનો વાયરસ ભાજપના નેતાઓને પણ લાગી ગયો છે. સુરતમાં ભાજપના એક નેતા દ્વારા આ જ પ્રકારે કાયદાનું ઉલ્લંઘન કરી જાહેર રોડ પર જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.  લિંબાયત વિસ્તારના ભાજપના કોર્પોરેટર અમિત સિંહ રાજપૂત દ્વારા પોતાના જન્મ દિવસની જાહેરમાં ઉજવણી કરીને પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. 

શું હતી ઘટના? 

વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે લિંબાયતના મુખ્ય જાહેર રોડ પર જ બર્થ-ડેની ભવ્ય ઉજવણી કરી હતી. ઉજવણી દરમિયાન રોડ પર રેડ કાર્પેટ બિછાવીને ગાડીમાંથી એન્ટ્રી કરવામાં આવી હતી અને જાહેર માર્ગ પર જ સ્ટેજ બનાવીને કેક કટ કરવામાં આવી હતી. સૌથી ગંભીર બાબત એ છે કે, પોલીસ કમિશનરના જાહેરનામાનું સીધું ઉલ્લંઘન કરીને જાહેર માર્ગ પર જોખમી રીતે ધડાકાભેર આતશબાજી (ફટાકડા) કરવામાં આવી હતી. આ જાહેરનામું સ્પષ્ટ કરે છે કે કોઈપણ વ્યક્તિ જાહેરમાં જન્મદિવસની ઉજવણીના નામે આતશબાજી કે માર્ગ અવરોધિત કરી શકે નહીં.

આ પણ વાંચોઃ સુરતમાં જાહેર રસ્તા પર ભાજપના નેતાએ જન્મદિવસ ઉજવ્યો, શું પોલીસ કાર્યવાહી કરવાની હિંમત કરશે?

પોલીસની કામગીરીને લઈને નાગરિકોમાં રોષ

આટલો સ્પષ્ટ કાયદાનો ભંગ થયો હોવા છતાં પોલીસે આ મામલે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરી નથી. શાસક પક્ષના નેતા સામે કોઈ પગલાં ન લેવાતા સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને કાયદો ફક્ત સામાન્ય જનતા માટે જ છે કે કેમ, તેવા સવાલો ઉઠી રહ્યા છે.

ભાજપ નેતાએ આ પહેલાં પણ જાહેરમાં કરી હતી જન્મ દિવસની ઉજવણી

જોકે, આ પહેલીવાર નથી આ પહેલાં પણ સુરતના જ ઉધના વિસ્તારમાં વોર્ડ નંબર 24ના ભાજપના પ્રમુખ પ્રકાશ ખેરનારની જન્મ દિવસની ઉજવણી વિવાદમાં આવી હતી. ઉધનામાં આવેલી સાંઈબાબા સોસાયટીના ગેટ પાસે જાહેર માર્ગ પર જ ભાજપના વોર્ડ પ્રમુખ પ્રકાશ ખેરનારે પોતાના કાર્યકર્તાઓ સાથે મળીને જન્મદિવસની ઉજવણી કરી હતી. આ ઉજવણીમાં તેમણે કેક કાપી હતી, જેના પર મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનો ફોટો મૂકવામાં આવ્યો હતો અને ફોટા પડાવ્યા હતા. આટલું જ નહીં, કાર્યકરોએ નિયમોની ઐસીતૈસી કરીને જાહેર માર્ગ પર ફટાકડા ફોડ્યા હતા અને રસ્તા પર ઉજવણી કરીને આખા રોડને જાણે બાનમાં લઈ લીધો હતો. જાહેર માર્ગો પર આવી ઉજવણી પર સ્પષ્ટ પ્રતિબંધ હોવા છતાં વોર્ડ પ્રમુખ દ્વારા જ પોલીસના જાહેરનામાનું ઉલ્લંઘન કરવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સુરતમાં વધુ એક ભાજપ નેતાએ જાહેર રસ્તે આતશબાજી સાથે બર્થ-ડે સેલિબ્રેશન કર્યું, પોલીસનું ભેદી મૌન 2 - image

આ પણ વાંચોઃ જામનગર જિલ્લામાં ભાજપને મોટો ઝટકો, સિક્કા નગરપાલિકાના કારોબારી ચેરમેન સહિત આઠ કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાયા

પોલીસ ‘બિફોર-આફ્ટર’નો વીડિયો બનાવશે?

નોંધનીય છે કે, જો કોઈ સામાન્ય નાગરિક આ પ્રકારે નિયમોનો ભંગ કરી ઉજવણી કરે તો પોલીસ તેમની સામે કાર્યવાહી કરી ‘બિફોર-આફ્ટર’નો વીડિયો બનાવે છે અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરે છે. ત્યારે શું આ કિસ્સામાં પણ પોલીસ આવી જ કાર્યવાહી કરવાની હિંમત દાખવશે ખરી? જો પત્રકારો દ્વારા કોઈ સત્યને ઉજાગર કરવા જાહેરનામાંનું ઉલ્લંઘન થાય તો પોલીસ દ્વારા તેમના પર કાર્યવાહી કરવામાં આવે છે. એવામાં શું આ નેતાઓના તાયફા માટે જાહેરનામાંના થતાં ઉલ્લંઘન પર રાજ્યની પોલીસ એટલી જ સક્રિયતા સાથે કામગીરી કરશે? કે આ બધાં નિયમો ખાલી ગરીબ અને સામાન્ય પ્રજા માટે જ સીમિત છે? 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
‘ઓપરેશન બ્લૂ સ્ટાર મોટી ભૂલ, ઈન્દિરાએ જીવ આપી કિંમત ચૂકવી..’: પી. ચિદમ્બરમનું નિવેદન | Operation Blu…

'ઓપરેશન બ્લૂ સ્ટાર મોટી ભૂલ, ઈન્દિરાએ જીવ આપી કિંમત ચૂકવી..': પી. ચિદમ્બરમનું નિવેદન | Operation Blu...

જામનગર જિલ્લામાં ભાજપને મોટો ઝટકો, સિક્કા નગરપાલિકાના કારોબારી ચેરમેન સહિત આઠ કોર્પોરેટરો કોંગ્રેસમા…

જામનગર જિલ્લામાં ભાજપને મોટો ઝટકો, સિક્કા નગરપાલિકાના કારોબારી ચેરમેન સહિત આઠ કોર્પોરેટરો કોંગ્રેસમા...

બિહાર ચૂંટણી ટાણે મહાગઠબંધનમાં તિરાડ? ઝામુમોએ આરજેડીને ચેતવતાં કહ્યું- 12 બેઠક આપો નહીંતર… | bihar…

બિહાર ચૂંટણી ટાણે મહાગઠબંધનમાં તિરાડ? ઝામુમોએ આરજેડીને ચેતવતાં કહ્યું- 12 બેઠક આપો નહીંતર... | bihar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પહલગામ હુમલા પછી પીઓકેમાં એલર્ટ, પાકે. સેના ખડકી | Alert in PoK after Pahalgam attack Pak Army on al…

પહલગામ હુમલા પછી પીઓકેમાં એલર્ટ, પાકે. સેના ખડકી | Alert in PoK after Pahalgam attack Pak Army on al…

1 year ago
શેરબજારમાં નવેસરથી પીછેહટના પગલે રૂપિયા સામે ડોલરમાં વોલેટાલિટી | Volatility in dollar against rupee…

શેરબજારમાં નવેસરથી પીછેહટના પગલે રૂપિયા સામે ડોલરમાં વોલેટાલિટી | Volatility in dollar against rupee…

1 year ago
બિહાર ચૂંટણી: તેજસ્વી યાદવને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવા મહાગઠબંધનમાં સહમતી, કોંગ્રેસનું પણ સમર્…

બિહાર ચૂંટણી: તેજસ્વી યાદવને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવા મહાગઠબંધનમાં સહમતી, કોંગ્રેસનું પણ સમર્…

10 months ago
અલકાપુરીના સોનીને ફસાવી અમદાવાદ નો વેપારી ૧૭ લાખની ચાંદી લઇ ગયો | Complaint filed against businessma…

અલકાપુરીના સોનીને ફસાવી અમદાવાદ નો વેપારી ૧૭ લાખની ચાંદી લઇ ગયો | Complaint filed against businessma…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News