
– એમબીબીએસની વિદ્યાર્થિની પર ગેંગરેપ મામલે ત્રણની ધરપકડ
– મરજી મુજબ રાત્રે બહાર હરવા ફરવાનો તમામને અધિકાર પણ હોસ્ટેલના કેટલાક નિયમો હોય છે : મમતા
કોલકાતા: પશ્ચિમ બંગાળમાં મહિલાઓની સુરક્ષા મુદ્દે ભારે વિવાદ ચાલી રહ્યો છે. એવામાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ એક એવુ નિવેદન આપ્યું છે જેને લઇને નવો વિવાદ થયો છે. દુર્ગાપુરમાં એક ખાનગી મેડિકલ કોલેજની વિદ્યાર્થિની પર ગેંગરેપ મુદ્દે ટીપ્પણી કરતા મમતાએ પીડિતા પર જ સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે યુવતીઓને રાત્રે બહાર ના જવા દેવી જોઇએ. તેમણે જાતે પણ પોતાનું રક્ષણ કરવું જોઇએ.










