![]()
WHO: ભારતમાં ઝેરીલી કફ સિરપના કારણે 20થી વધુ બાળકોના મોત થઈ ચૂક્યા છે. WHO(વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન)એ આ મામલે સંજ્ઞાન લેતા 3 ફાર્મા કંપનીઓને ચેતવણી આપી છે. આ કંપનીઓની કફ સિરપને લઈને ઍલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં કોલ્ડ્રિફ પણ સામેલ છે. આ સિરપના કારણે મધ્ય પ્રદેશમાં અનેક બાળકોના મોત થયા છે. WHOએ કહ્યું કે, જો આ કફ સિરપ ક્યાંય પણ દેખાય, તો તુરંત તેના વિશે જાણકારી આપો.
આ પણ વાંચોઃ બિહાર : તેજસ્વી યાદવે મહાગઠબંધનનું વધાર્યું ટેન્શન, રાધોપુરમાંથી ચૂંટણી લડશે, 140 બેઠકો પણ માંગી
મળતી માહિતી મુજબ, ગ્લોબલ હેલ્થ એજન્સીની તપાસમાં શ્રીસન ફાર્માની કોલ્ડ્રિફ, રેડનેક્સ ફાર્માની રેસ્પિફ્રેશ ટીઆર અને શેપ ફાર્માની રિલાઇપ સિરપમાં ભેળસેળ સામે આવી છે. WHOનું કહેવું છે કે, આ સિરપ સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરી શકે છે. જેના કારણે ગંભીર અને જીવલેણ બીમારી થઈ શકે છે.
કફ સિરપમાં જોવા મળ્યું ખતરનાક કેમિકલ
ખાંસીની આ દવાઓમાં તપાસ દરમિયાન ડાયથિલીન ગ્લાઇકોલ નામનું ઝેરીલું કેમિકલ મળ્યું છે, જેનો ઉપયોગ મોટી માત્રામાં કરવામાં આવ્યો છે. મુખ્ય વાત એ છે કે, આ કેમિકલનો ન તો કોઈ રંગ હોય છે ન તો ગંધ. તેથી તપાસ કર્યા વિના એ જાણવું અઘરું છે કે, તેનો ઉપયોગ સિરપને મીઠી કરવા માટે કરવામાં આવે છે. ચોંકાવનારી વાત એ છે કે, ડાયથિલીન ગ્લાઇકોલનો ઉપયોગ માનવ સ્વાસ્થ્ય માટે ખતરનાક હોય છે.
આ પણ વાંચોઃ બિહાર ચૂંટણી : NDAમાં સીટ વહેંચણી બાદ નવો વિવાદ ! ચિરાગે JDUને અપાયેલી બેઠકો પર દાવો કર્યો
શ્રીસન ફાર્માનું લાઇસન્સ રદ
તમિલનાડુના શ્રીસન ફાર્માસ્યુટિકલ કંપનીનું લાઇસન્સ સંપૂર્ણ રીતે રદ કરી દેવામાં આવ્યું છે અને કંપનીના માલિક જી. રંગનાથનની હાલ ધરપકડ કરી લેવાઈ છે. કંપનીને હવે બંધ કરવાનો પણ આદેશ આપી દેવાયો છે. રાજ્ય સરકારે સોમવારે (13 ઑક્ટોબર) આ વિશે જાણકારી આપી હતી. રાજ્ય ઔષધી નિયંત્રણ વિભાગના અધિકારીઓએ એક નિરીક્ષણ દરમિયાન જોયું કે, કફ સિરપમાં 48.6 ટકા ડાયએથિલીન ગ્લાઇકૉલ (ડીઇજી) નામનો પદાર્થ હાજર હતો.










