![]()
Ahmedabad Plane Crash: અમદાવાદમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટનાને લઈને હવે મૃતક પાયલટના પિતા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. આ વિમાન દુર્ઘટનામાં 241 મુસાફરો સહિત 260 લોકોના મોત નિપજ્યા હતા, જેની તપાસ ચાલી રહી છે. એવામાં દિવંગત કેપ્ટન સુમિત સાબરવાલના પિતાએ હવે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેમણે એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 દુર્ઘટનાની ચાલી રહેલી તપાસમાં વિશ્વસનીયતા અને પારદર્શિતાનો અભાવ હોવાના દાવા સાથે અકસ્માતની તપાસ ન્યાયિક દેખરેખ હેઠળ કરવાની માંગ કરી છે.
આ પણ વાંચોઃ સીઝફાયરની માંગ બાદ પાકિસ્તાને ફરી છેલ્લી ઘડીએ પોતાનો ‘રંગ’ બતાવ્યો! હવે શું જવાબ આપશે તાલિબાન?
સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
પાયલટના પિતા પુષ્કરાજ સાબરવાલ અને ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલટ્સ (FIP) દ્વારા સંયુક્ત રીતે 10 ઓક્ટોબરે દાખલ કરાયેલી રિટ અરજીમાં AI-171 અકસ્માતની તપાસ માટે “કોર્ટ મોનિટર કમિટી”ની રચનાની માંગ કરવામાં આવી છે.
ન્યાયિક દેખરેખ હેઠળ તપાસની માંગ
અરજીમાં માંગ કરવામાં આવી છે કે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા અગાઉ કરવામાં આવેલી તમામ તપાસોને સમાપ્ત થયેલી ગણવામાં આવે. આ સિવાય તમામ સામગ્રી પુરાવાને સ્વતંત્ર ઉડ્ડયન અને ટેકનિકલ નિષ્ણાતો સાથે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વ હેઠળની કોર્ટ ઓફ ઇન્ક્વાયરી અથવા ન્યાયિક દેખરેખ હેઠળની કમિટીને સોંપવામાં આવે.
આ પણ વાંચોઃ ભાજપનો આ કેવો નિર્ણય! 3 વર્ષ પહેલા જેને ઝેર ગણાવ્યું હવે એ જ કેમિકલ નદીમાં ઠાલવશે, AAP આક્રમક
શું હતી ઘટના?
અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક ઑફ થયાના થોડા સમય બાદ બી. જે. મેડિકલ કૉલેજની હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા હતા અને ફક્ત એક જ વ્યક્તિ જીવિત બચ્યો હતો. આ ઉપરાંત, ઓછામાં ઓછા 29 અન્ય લોકોના મોત થયા હતા. જેમાંથી 160 ભારતીય, 7 પોર્ટુગીઝ, 34 બ્રિટિશ અને 1 કેનેડિયન વ્યક્તિનો સમાવેશ થાય છે.










