gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભાજપનો આ કેવો નિર્ણય! 3 વર્ષ પહેલા જેને ઝેર ગણાવ્યું હવે એ જ કેમિકલ નદીમાં ઠાલવશે, AAP આક્રમક | delh…

G METRO NEWS by G METRO NEWS
October 16, 2025
in INDIA
0 0
0
ભાજપનો આ કેવો નિર્ણય! 3 વર્ષ પહેલા જેને ઝેર ગણાવ્યું હવે એ જ કેમિકલ નદીમાં ઠાલવશે, AAP આક્રમક | delh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

AAP questions BJP on defoamer use to Yamuna: છઠ પૂજા નજીક હોવાથી દિલ્હીમાં પ્રદૂષિત યમુનાની સફાઈ ઝડપથી ચાલી રહી છે, જેમાં યમુનાના ફીણને દૂર કરવા માટે ડિફોમર (Defoamer) અથવા એન્ટિફોમ એજન્ટનો ઉપયોગ થઈ રહ્યો છે. આ ઉપયોગ પર બુરાડીના AAP ધારાસભ્ય સંજીવ ઝાએ સવાલ ઉઠાવીને ભાજપ અને ખાસ કરીને પરવેશ વર્મા પર પ્રહારો કર્યા છે.

સંજીવ ઝાએ વીડિયો શેર કર્યો: યમુનામાં ડિફોમર કોન્સન્ટ્રેટ ઉમેરાતું જોવા મળ્યું

સંજીવ ઝાએ તેમના ‘X’ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો, જેમાં યમુનામાં ભારે માત્રામાં ડિફોમર કોન્સન્ટ્રેટ નામનું કેમિકલ ઉમેરાતું જોવા મળે છે. વીડિયોમાં મજૂરો દ્વારા ‘Defoamer Concentrate’ લખેલા વાદળી ડ્રમ ઉતારવામાં આવી રહ્યા હતા.

ત્રણ વર્ષ પહેલાં આ જ કેમિકલને ‘ઝેર’ ગણાવવા અંગે સંજીવ ઝાએ વીડિયોમાં કહ્યું કે, ‘આ કેમિકલ યમુનાના ફીણને દૂર કરવા માટે નાખવામાં આવે છે.’ ધારાસભ્યએ આ મુદ્દો ઉઠાવવાનું કારણ આપતા જણાવ્યું કે, ‘દિલ્હીમાં ભાજપની સરકાર છે અને પરવેશ વર્મા મંત્રી છે. ત્રણ વર્ષ પહેલાં જ્યારે આ જ કેમિકલ ઉમેરાતું હતું, ત્યારે આ જ પરવેશ વર્માએ તેને યમુનામાં ઝેર ભેળવવામાં આવી રહ્યું છે કહીને ખૂબ નાટક કર્યું હતું.’

સંજીવ ઝાનો પરવેશ વર્માને સવાલ: ‘ઝેર છે તો કેમ નાખો છો?’

‘જો ઝેર છે, તો કેમ નાખો છો?’ તેમ કહીને સંજીવ ઝાએ પરવેશ વર્માને સીધો સવાલ પૂછ્યો, ‘હવે કહો કે આ ઝેર છે? જો ઝેર હોય, તો તેને શા માટે નાખવામાં આવી રહ્યું છે?’ સંજીવ ઝાએ આ ઘટનાને ભાજપનો બેવડો અને લોકોને મૂર્ખ બનાવવાનો મામલો ગણાવ્યો. તેમણે પોતાની વાતનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે, ‘હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ત્રણ વર્ષ પહેલાં આ જ ડિફોમર કોન્સન્ટ્રેટ ઝેર હતું, પણ આજે તે જ પરવેશ વર્મા તેને યમુનામાં નખાવી રહ્યા છે.’

પરવેશ વર્માનો જૂનો વીડિયો: અધિકારી પર ગુસ્સો, કેમિકલને ગણાવ્યું ઝેર

અગાઉ ઓક્ટોબર 2022ના એક વાઈરલ વીડિયોને AAPના દિલ્હી અધ્યક્ષ સૌરભ ભારદ્વાજે શેર કર્યો હતો. આ વીડિયોમાં પરવેશ વર્મા ગુસ્સે થઈને અધિકારીને કહેતા દેખાય છે કે, ‘તારા માથે નાખી દઉં આ કેમિકલ? તને શરમ નથી આવતી? અહીં લોકો ડૂબકી લગાવવા આવશે. ચાલ, તું લગાવ પહેલાં અહીં ડૂબકી.’ આથી અધિકારી જવાબ આપ્યો કે, ‘તમે આટલો ગુસ્સો કરી રહ્યા છો પણ આ કેમિકલને મંજૂરી મળી ગઈ છે.’ 

આ પણ વાંચો: દેશમાં પહેલીવાર 32000 ફૂટની ઊંચાઈએ સૈન્ય લડાકૂ પેરાશૂટ સિસ્ટમનું સફળ પરીક્ષણ

સૌરભ ભારદ્વાજના આકરા પ્રહાર

વીડિયો શેર કરીને સૌરભ ભારદ્વાજે પરવેશ વર્મા પર આકરા પ્રહાર કર્યા. તેમણે લખ્યું કે, ‘વર્મા પહેલાં આ કેમિકલને ઝેર ગણાવીને અધિકારીઓ સાથે ગેરવર્તણૂક કરતા હતા, પરંતુ હવે તેમની જ સરકાર તે કેમિકલ યમુનામાં નાખી રહી છે.’ ભારદ્વાજે આક્ષેપ કર્યો કે, ‘ભાજપ જાણે છે કે ફીણ કેમિકલથી જ હટશે, પણ કેજરીવાલની સરકાર હતી ત્યારે આ જ કેમિકલને ઝેર કહેવામાં આવતું હતું.’

ડિફોમર કોન્સન્ટ્રેટ શું હોય છે?

ડિફોમર અથવા એન્ટિફોમ એજન્ટ એવા કેમિકલ હોય છે, જે પ્રવાહી પદાર્થોમાં બનતા ફીણને બનવાથી રોકે છે અથવા તેને તોડી પાડે છે. સામાન્ય પરિસ્થિતિમાં તેનો સંતુલિત માત્રામાં ઉપયોગ કરવામાં આવે તો, તે હાનિકારક હોતા નથી.

ભાજપનો આ કેવો નિર્ણય! 3 વર્ષ પહેલા જેને ઝેર ગણાવ્યું હવે એ જ કેમિકલ નદીમાં ઠાલવશે, AAP આક્રમક 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુંબઈમાં મેટ્રો પિલરનો સ્લેબ ધરાશાયી: રિક્ષા અને કારનો કચ્ચરઘાણ, 4થી વધુ ઈજાગ્રસ્ત | mumbai mulund m…
INDIA

મુંબઈમાં મેટ્રો પિલરનો સ્લેબ ધરાશાયી: રિક્ષા અને કારનો કચ્ચરઘાણ, 4થી વધુ ઈજાગ્રસ્ત | mumbai mulund m…

February 14, 2026
ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ | new udaip…
INDIA

ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ | new udaip…

February 14, 2026
ભારતમાં AIનો મહાકુંભ! ગૂગલ, Nvidia, મેટા, માઈક્રોસોફ્ટ સહિત 50થી વધુ કંપનીઓ બનશે મહેમાન | india ai i…
INDIA

ભારતમાં AIનો મહાકુંભ! ગૂગલ, Nvidia, મેટા, માઈક્રોસોફ્ટ સહિત 50થી વધુ કંપનીઓ બનશે મહેમાન | india ai i…

February 14, 2026
Next Post
ગુજરાત ભાજપમાં ફરી નો-રિપીટ થિયરીની શક્યતા, CM સિવાયના મોટા ભાગના મંત્રીઓ રાજીનામું આપી શકે | Gujara…

ગુજરાત ભાજપમાં ફરી નો-રિપીટ થિયરીની શક્યતા, CM સિવાયના મોટા ભાગના મંત્રીઓ રાજીનામું આપી શકે | Gujara...

દેશમાં પહેલીવાર 32000 ફૂટની ઊંચાઈએ સૈન્ય લડાકૂ પેરાશૂટ સિસ્ટમનું સફળ પરીક્ષણ | military combat parac…

દેશમાં પહેલીવાર 32000 ફૂટની ઊંચાઈએ સૈન્ય લડાકૂ પેરાશૂટ સિસ્ટમનું સફળ પરીક્ષણ | military combat parac...

ઓનલાઇન સોનું ખરીદનારાઓ સાવધાન! અમદાવાદમાં રૂ.12.60 લાખની છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો | Ahmedabad o…

ઓનલાઇન સોનું ખરીદનારાઓ સાવધાન! અમદાવાદમાં રૂ.12.60 લાખની છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો | Ahmedabad o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંબાજી – ગાદી સંચાલકો દ્વારા કુટુંબ પેઢી નામું વારસાઈ માં પણ ભેદભાવ

અંબાજી – ગાદી સંચાલકો દ્વારા કુટુંબ પેઢી નામું વારસાઈ માં પણ ભેદભાવ

6 days ago
બિટકોઇન ખંડણી કેસ: પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ દોષિત ઠેરવાયાનો ચુકાદો હાઈકોર્ટમાં પડકાર્યો | nalin …

બિટકોઇન ખંડણી કેસ: પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ દોષિત ઠેરવાયાનો ચુકાદો હાઈકોર્ટમાં પડકાર્યો | nalin …

4 months ago
તત્કાલ ટિકિટના ઓનલાઇન બૂકિંગ માટે આધાર વેરિફિકેશન ફરજિયાત | Aadhaar verification mandatory for onlin…

તત્કાલ ટિકિટના ઓનલાઇન બૂકિંગ માટે આધાર વેરિફિકેશન ફરજિયાત | Aadhaar verification mandatory for onlin…

8 months ago
જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતી પરિણીતાને દહેજ ભૂખ્યા પતિ અને સસરાનો ત્રાસ : પોલીસ ફરિયાદ | woma…

જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતી પરિણીતાને દહેજ ભૂખ્યા પતિ અને સસરાનો ત્રાસ : પોલીસ ફરિયાદ | woma…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News