gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત ભાજપમાં ફરી નો-રિપીટ થિયરીની શક્યતા, CM સિવાયના મોટા ભાગના મંત્રીઓ રાજીનામું આપી શકે | Gujara…

G METRO NEWS by G METRO NEWS
October 16, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત ભાજપમાં ફરી નો-રિપીટ થિયરીની શક્યતા, CM સિવાયના મોટા ભાગના મંત્રીઓ રાજીનામું આપી શકે | Gujara…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Cabinet Reshuffle BJP: ગુજરાતના રાજકારણમાં આજે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા અંતિમ તબક્કે પહોંચી ગઈ છે અને આ પૂર્વે મુખ્યમંત્રી સિવાયના મોટા ભાગના મંત્રીઓ આજે 16 ઓક્ટોબરે રાજીનામા આપી શકે છે. આ સૌથી મોટા રાજકીય પરિવર્તન વચ્ચે ભાજપ 2021ની માફક નો-રિપીટ ફોર્મુલા અને નાયબ મુખ્યમંત્રીની નિમણૂકની પણ ચર્ચા ચાલી રહી છે. મળતી માહિતી પ્રમાણે, આજે બપોરે ત્રણ કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની બેઠક મળશે, જેમાં આ નિર્ણય લેવાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે મંત્રી મંડળના વિસ્તરણ પહેલા ગાંધીનગરમાં સન્નાટો છે. 

શુક્રવારે (17મી ઓક્ટોબર) ના રોજ મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીમંડળની શપથવિધિ સમારંભ યોજાવાનો છે. આ કાર્યક્રમ બાદ તરત જ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં નવી કેબિનેટની પ્રથમ બેઠક યોજાશે.

‘નો-રિપીટ’ થિયરી, નાયબ મુખ્યમંત્રીની અટકળો તેજ

આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ 2021ની ‘નો-રિપીટ’ થિયરીને અપનાવી શકે છે. વર્તમાન 16 સભ્યોના મંત્રીમંડળમાંથી લગભગ એક ડઝન મંત્રીઓને દૂર કરીને, અંદાજે 14થી 15 નવા મંત્રીઓનો સમાવેશ થાય તેવી શક્યતા છે. આ સૌથી મોટા રાજકીય પરિવર્તન વચ્ચે નાયબ મુખ્યમંત્રી (ડેપ્યુટી સીએમ) બનાવવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. અટકળો છે કે આ પદ માટે આદિવાસી વ્યક્તિની નિમણૂક થઈ શકે છે.

ભાજપના રાષ્ટ્રીય મહા સચિવ સુનીલ બંસલ આજે (ગુરુવારે) ગુજરાતની મુલાકાત લેશે. તેઓ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની જેમ નાયબ મુખ્યમંત્રી ફોર્મુલા લાગુ કરવા ધારાસભ્યો સાથે બેઠકો યોજાઈ શકે છે.

આ પણ વાંચો: આવતીકાલે ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, ગાંધીનગરમાં મહાત્મા મંદિરે શપથ સમારોહ

કેન્દ્રીય નેતાઓની હાજરીની શક્યતા

કેન્દ્રીય નેતાઓ પણ મંત્રીમંડળમાં ફેરફારમાં હાજર રહે તેવી શક્યતા છે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજરી આપી શકે છે, જોકે તેઓ બીજા દિવસે બિહારની મુલાકાતે જવાના છે. આ મોટા ફેરફારોનું મુખ્ય કારણ આગામી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી (AAP) ના કારણે ગુજરાતના આદિવાસી પટ્ટા અને સૌરાષ્ટ્રમાં ભાજપને મળી રહેલા પડકારો ગણવામાં આવે છે. આ ફેરફાર દ્વારા પાર્ટી પાટીદાર અને ઓબીસી ગઠબંધનને સંતુલિત કરવાનો પ્રયાસ કરશે. 

ગુજરાતના નવા મંત્રીમંડળમાં 23 સભ્યોને સ્થાનની શક્યતા

નવા મંત્રીમંડળમાં કુલ 23 મંત્રીને સ્થાન મળી શકે છે. મુખ્યમંત્રી દ્વારા મંત્રીમંડળમાં અનુભવની સાથે યુવા અને મહિલા ધારાસભ્યોને વિશેષ મહત્ત્વ આપવામાં આવે તેવી સંભાવના છે. મંત્રીમંડળમાં તમામ જાતિઓ અને પ્રદેશોને સંતુલિત પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

પાટીદાર સમાજમાં 4 લેઉવા પટેલ અને 2 કડવા પટેલ સહિત કુલ 6 પાટીદાર ચહેરાને સ્થાન મળી શકે છે. અન્ય પછાત વર્ગ (OBC) 4 ઠાકોર-કોળી સમાજના ધારાસભ્યોને મંત્રીપદ મળી શકે છે. 2 અનુસૂચિત જાતિ (SC) અને 2 અનુસૂચિત જનજાતિ (ST) ચહેરાઓને મંત્રીમંડળમાં સમાવવામાં આવી શકે છે. 2 બ્રાહ્મણ અને 2 ક્ષત્રિય ચહેરાઓને પણ મંત્રી પદની તક મળી શકે છે. આ ઉપરાંત  યુવા અને અનુભવી મહિલા ધારાસભ્યોને મહત્વ આપતાં 4 જેટલા મહિલા ધારાસભ્યો મંત્રી બની શકે છે.

આ પણ વાંચો: ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ: ધારાસભ્યોને તાત્કાલિક ગાંધીનગર બોલાવાયા, જાણો ક્યારે યોજાઈ શકે છે શપથવિધિ

પ્રાદેશિક સંતુલન પર ભાર

અમદાવાદ-ગાંધીનગરમાંથી નવા એક મંત્રી બની શકે. જ્યારે કચ્છ, સૌરાષ્ટ્રમાંથી 4 કેબિનેટ, 3 રાજ્યમંત્રી, મધ્ય ગુજરાતમાંથી 2 કેબિનટ, 2થી વધુ રાજ્યમંત્રી, દક્ષિણ ગુજરાતમાંથી 3 કેબિનેટ, 4 રાજ્યમંત્રી મળી શકે છે.

સચિવાલયમાં સન્નાટો:  કેબિનેટ-રાજ્યકક્ષાના મંત્રીઓ ગાયબ 

હવે મંત્રીમંડળનું વિસ્તરણ લગભગ નક્કી છે ત્યારે બુધવારે મોટાભાગના મંત્રીઓની ગેરહાજરી જોવા મળી હતી. વિકાસ સપ્તાહના સમાપના બહાને મંત્રીઓ દેખાયા જ ન હતા. મંત્રીઓના પીએથી માંડીને પટાવાળા ચિંતાતુર જોવા મળ્યાં હતાં કેમકે, મંત્રીઓના સ્ટાફને પણ વિદાયનો ડર સતાવી રહ્યો છે. દિવસભર સચિવાલયમાં જાણે સન્નાટો છવાયેલો રહ્યો હતો. કોની વિકેટ પડશે અને કોણ યથાવત રહેશે તેની ચર્ચા ચાલતી રહી હતી. 

સ્વર્ણિમ સંકુલ 1 અને 2માં  ખાલી ઓફિસોમાં સાફસફાઇ શરૂ કરાઇ

મંત્રીઓનો શુક્રવારે શપથગ્રહણ યોજાઇ શકે ત્યારે સ્વર્ણિમ સંકુલ 2 ખાતે મંત્રીઓની ઓફિસમાં સાફસફાઈ કાર્ય શરૂ કરાયું છે. આ વખતે મંત્રીમંડળનું કદ 20થી વધુ મંત્રીઓનું હોઇ શકે છે. જેના પગલે સ્વર્ણિમ સંકુલ-2ના બીજા અને ત્રીજા માળે પાંચ-છ ઓફિસોની સફાઇ શરૂ કરાઇ છે જેના કારણે સચિવાલયમાં મંત્રીમંડળના વિસ્તરણ વાત લગભગ સાચી ઠરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
દેશમાં પહેલીવાર 32000 ફૂટની ઊંચાઈએ સૈન્ય લડાકૂ પેરાશૂટ સિસ્ટમનું સફળ પરીક્ષણ | military combat parac…

દેશમાં પહેલીવાર 32000 ફૂટની ઊંચાઈએ સૈન્ય લડાકૂ પેરાશૂટ સિસ્ટમનું સફળ પરીક્ષણ | military combat parac...

ઓનલાઇન સોનું ખરીદનારાઓ સાવધાન! અમદાવાદમાં રૂ.12.60 લાખની છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો | Ahmedabad o…

ઓનલાઇન સોનું ખરીદનારાઓ સાવધાન! અમદાવાદમાં રૂ.12.60 લાખની છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો | Ahmedabad o...

‘દેશના લોકો જ અમારી પ્રાથમિકતા…’, ટ્રમ્પના દાવાઓ સામે ભારત સરકારનો સ્પષ્ટ જવાબ | indian govt reply…

'દેશના લોકો જ અમારી પ્રાથમિકતા...', ટ્રમ્પના દાવાઓ સામે ભારત સરકારનો સ્પષ્ટ જવાબ | indian govt reply...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

2 months ago
ઈરાન-અમેરિકા શાંતિ વાર્તા: ડીલ માટે હજુ કેટલા દિવસ રાહ જોવી પડશે? માર્કો રૂબિયોનું મોટું નિવેદન | us…

ઈરાન-અમેરિકા શાંતિ વાર્તા: ડીલ માટે હજુ કેટલા દિવસ રાહ જોવી પડશે? માર્કો રૂબિયોનું મોટું નિવેદન | us…

4 months ago
અમદાવાદ: ભાડજ હરેકૃષ્ણ મંદિરે નિત્યાનંદ ત્રિયોદશીની ભવ્ય ઉજવણી, પ્રભુને ધરાવાયો 108 વાનગીઓનો અન્નકૂટ…

અમદાવાદ: ભાડજ હરેકૃષ્ણ મંદિરે નિત્યાનંદ ત્રિયોદશીની ભવ્ય ઉજવણી, પ્રભુને ધરાવાયો 108 વાનગીઓનો અન્નકૂટ…

8 months ago
અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા | Heavy Rain Lashes Ahmedabad S…

અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા | Heavy Rain Lashes Ahmedabad S…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News