gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂનાગઢમાં દિવાળીની રાત્રે લોહીયાળ ઝઘડો: ફટાકડા ફોડવાની નજીવી બાબતે યુવકને મોતને ઘાટ ઉતારાયો, ત્રણની …

G METRO NEWS by G METRO NEWS
October 21, 2025
in GUJARAT
0 0
0
જૂનાગઢમાં દિવાળીની રાત્રે લોહીયાળ ઝઘડો: ફટાકડા ફોડવાની નજીવી બાબતે યુવકને મોતને ઘાટ ઉતારાયો, ત્રણની …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Clash in Junagadh: દિવાળીની રાત્રે જૂનાગઢમાં એક અત્યંત કરૂણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે થયેલી માથાકૂટમાં 28 વર્ષીય યુવક દિવ્યેશ ચૂડાસમા નામના યુવકે જીવ ગુમાવવો પડ્યો છે. મધુરમ રોડ પર થયેલા આ જીવલેણ હુમલાથી સમગ્ર શહેરમાં શોક અને આક્રોશની લાગણી ફેલાઈ ગઈ છે.

ફટાકડા ફોડવા બાબતે ઉગ્ર બોલાચાલી બાદ હુમલો

પ્રાપ્ત માહિતી અનુસાર, દિવાળીની મોડીરાત્રે મધુરમ વિસ્તારમાં રોડની બંને બાજુએ લોકો ફટાકડા ફોડી રહ્યા હતા. આ દરમિયાન અમૂલ એપાર્ટમેન્ટ નજીક દિવ્યેશ ચૂડાસમાની ફટાકડા ફોડવા બાબતે એપાર્ટમેન્ટમાં રહેતી વ્યક્તિઓ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઝઘડાએ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ઉશ્કેરાયેલા એક મહિલા સહિત ત્રણથી વધુ હુમલાખોરોએ અચાનક દિવ્યેશ પર પાઇપ, ધોકા અને લાકડી જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરી દીધો હતો.

તીક્ષ્ણ હથિયારના ઘાથી યુવકનું મોત

આ જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા 28 વર્ષીય દિવ્યેશ ચૂડાસમાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં દિવ્યેશના માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા લાગ્યા હોવાનું બહાર આવ્યું છે. આ હુમલામાં દિવ્યેશનો મિત્ર નિશિત વાઘેલા પણ ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે મૃતક દિવ્યેશના મૃતદેહનેપોસ્ટમોર્ટમ અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં મધુરમ રોડ પર લોકોના ટોળેટોળાં એકત્રિત થયા હતા, જેના કારણે વાતાવરણ તંગ બની ગયું હતું.

પોલીસની તાત્કાલિક કાર્યવાહી, ત્રણ શકમંદો ઝડપાયા

ઘટનાની ગંભીરતા જોતા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે સ્થાનિકોની પૂછપરછ અને સીસીટીવી ફૂટેજના આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં જ આ હત્યાના કેસમાં એક મહિલા સહિતના ત્રણ શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય શકમંદોને વધુ પૂછપરછ માટે સી-ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે.

પરિવાર પર આફતનો પહાડ તૂટી પડ્યો

મૃતક દિવ્યેશ ચૂડાસમા અને તેની માતા બે એકલા રહેતા હતા, દિવ્યેશ ખાનગી નોકરી કરીને ગુજરાન ચલાવતો. દિવાળી રાત્રે પુત્ર ગુમાવતાં માતા પર દુખનું આભ તૂટી પડ્યું છે. કારણ કે થોડા દિવસ પહેલાં જ દિવ્યેશના ભાઇએ આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું હતું, જ્યારે આ આઘાતમાં તેના પિતાનું પણ નિધન થયું હતું. હાલ માતા-પુત્ર એકલવાયું જીવન જીવી રહ્યા હતા. ત્યારે હવે દિવાળીની રાત્રે એકના એક પુત્રના અકાળે મોતે વૃદ્ધ માતા પર આભ ફાટી પડ્યા જેવો ઘેરો આઘાત પહોંચાડ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

राजेश राय, राजीव वर्मा, संजय पांडेय, अंबिका वाणी की हिंदी फिल्म ‘बिजली का लट्टू’ वेव्स ओटीटी पर 2 नं…
GUJARAT

राजेश राय, राजीव वर्मा, संजय पांडेय, अंबिका वाणी की हिंदी फिल्म ‘बिजली का लट्टू’ वेव्स ओटीटी पर 2 नं…

October 3, 2026
ON GANDHI JAYANTI, ABBAS–MUSTAN REINTRODUCE THE ‘3 MONKEYS’ FOR 2026 WITH A GEN-Z TWIST — ‘SAB DEKHO…
GUJARAT

ON GANDHI JAYANTI, ABBAS–MUSTAN REINTRODUCE THE ‘3 MONKEYS’ FOR 2026 WITH A GEN-Z TWIST — ‘SAB DEKHO…

October 3, 2026
गांधी जयंती पर अब्बास-मस्तान ने पेश किए 2026 के ‘3 मंकीज़’, दिखा जेन-ज़ी अंदाज़, ‘सब देखो। अपनी सुनो…
GUJARAT

गांधी जयंती पर अब्बास-मस्तान ने पेश किए 2026 के ‘3 मंकीज़’, दिखा जेन-ज़ी अंदाज़, ‘सब देखो। अपनी सुनो…

October 3, 2026
Next Post
જામનગર અને આસપાસના વિસ્તારમાં દિવાળીની રાત્રે 30 સ્થળોએ લાગી આગ, ફટાકડાના કારણે બની ઘટના | Jamnagar …

જામનગર અને આસપાસના વિસ્તારમાં દિવાળીની રાત્રે 30 સ્થળોએ લાગી આગ, ફટાકડાના કારણે બની ઘટના | Jamnagar ...

શનિવારવાડા કિલ્લામાં નમાઝ બાદ વિવાદ: ગૌમૂત્રથી છંટાયું, ભાજપ નેતાએ ચીમકી ઉચ્ચારી | Pune Shaniwarwada…

શનિવારવાડા કિલ્લામાં નમાઝ બાદ વિવાદ: ગૌમૂત્રથી છંટાયું, ભાજપ નેતાએ ચીમકી ઉચ્ચારી | Pune Shaniwarwada...

ભાજપમાં હવે પક્ષપલટુઓને મહત્ત્વ નહીં! આ બે નેતા ઘરભેગા કરાયા, મોઢવાડિયાને લાઈમલાઈટ નહીં | bjp no imp…

ભાજપમાં હવે પક્ષપલટુઓને મહત્ત્વ નહીં! આ બે નેતા ઘરભેગા કરાયા, મોઢવાડિયાને લાઈમલાઈટ નહીં | bjp no imp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહત્વના પેટ્રોકેમિકલ પ્રોડકટસને 30 જૂન સુધી કસ્ટમ્સ ડયૂટીમાં સંપૂર્ણ મુક્તિ | Complete exemption fro…

મહત્વના પેટ્રોકેમિકલ પ્રોડકટસને 30 જૂન સુધી કસ્ટમ્સ ડયૂટીમાં સંપૂર્ણ મુક્તિ | Complete exemption fro…

6 months ago
નર્મદા: જાહેરાત કર્યાના 8 વર્ષ બાદ થશે રાજવી મ્યુઝિયમનું ભૂમિપૂજન, સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમય…

નર્મદા: જાહેરાત કર્યાના 8 વર્ષ બાદ થશે રાજવી મ્યુઝિયમનું ભૂમિપૂજન, સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમય…

11 months ago
અમદાવાદ: ‘મારી દીકરીને ભૂલી જજે..’, પ્રેમિકાના પિતા સામે નોંધાઈ ફરિયાદ, ધમકીથી કંટાળી યુવકે મોત વ્હા…

અમદાવાદ: ‘મારી દીકરીને ભૂલી જજે..’, પ્રેમિકાના પિતા સામે નોંધાઈ ફરિયાદ, ધમકીથી કંટાળી યુવકે મોત વ્હા…

5 months ago
સીટી મામલતદાર કચેરી બપોરના સમયે બંધ રહેતા અરજદારો પરેશાન | Applicants are troubled as the City Mamla…

સીટી મામલતદાર કચેરી બપોરના સમયે બંધ રહેતા અરજદારો પરેશાન | Applicants are troubled as the City Mamla…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News