gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચિંતાજનક સ્થિતિ: ગુજરાતમાં 21 ટકા બાળકો પ્રિ-ડાયાબિટિક, દેશની સરેરાશ કરતાં બમણું પ્રમાણ | prediabete…

G METRO NEWS by G METRO NEWS
October 27, 2025
in GUJARAT
0 0
0
ચિંતાજનક સ્થિતિ: ગુજરાતમાં 21 ટકા બાળકો પ્રિ-ડાયાબિટિક, દેશની સરેરાશ કરતાં બમણું પ્રમાણ | prediabete…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Children Prediabetes Rate Gujarat: ગુજરાતમાં ડાયાબિટિસના વધતા જતા કેસ ચિંતાનો વિષય બન્યા છે. 3 કરોડથી વધુ વસતીમાં સૌથી વધુ ડાયાબિટિસના દર્દીઓમાં સૌથી વધુ મહિલા દર્દી હોય તેમાં ગુજરાત ચોથા અને પુરુષ દર્દીઓને મામલે પાંચમાં સ્થાને છે. માત્ર વયસ્કો જ નહીં પણ બાળકોમાં પણ ડાયાબિટિસના કેસ વધી રહ્યા છે. હાલ ગુજરાતમાં 10થી 19ની વયજૂથમાં 20.90 ટકા લોકો પ્રિ-ડાયાબિટિક હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતી બાળકોમાં ડાયાબિટીસનું જોખમ સર્વોચ્ચ

મિનિસ્ટ્રી ઓફ સ્ટેટેટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન દ્વારા તાજેતરમાં ‘ચિલ્ડ્રન ઇન ઇન્ડિયા 2025’નો અભ્યાસ રજૂ કરવામાં આવ્યો છે. વર્ષ 2016થી 2023 વચ્ચેના આરોગ્ય, પોષણ અને શિક્ષણના આંકડાના આધારે તૈયાર આ અહેવાલમાં ગુજરાતના બાળકો ડાયાબિટીસ માટે સૌથી વધુ સંવેદનશીલ હોવાનું બહાર આવ્યું છે.

નાના બાળકોમાં પણ જોખમ: 5-9 વર્ષના 20.8% પ્રિ-ડાયાબિટિક

આ અહેવાલ અનુસાર ગુજરાતમાં 10થી 19 વર્ષની ઉમરના 2.9 ટકા બાળકો ડાયાબિટીસથી પીડિત છે, જે દેશના સરેરાશ 0.6 ટકા કરતાં પાંચ ગણીથી વધુ છે. આ વયજૂથમાં 20.9 ટકા બાળકો પ્રિ-ડાયાબિટિક કેટેગરીમાં આવે છે. 5થી 9 વર્ષની ઉમરમાં પણ 20.8 ટકા બાળકો પ્રિ-ડાયાબિટિક હોવાનું નોંધાયું છે. આ આંકડા દર્શાવે છે કે નાના બાળકોમાં પણ ડાયાબિટીસની શરૂઆતનું જોખમ ઝડપથી વધી રહ્યું છે. 

ચિંતાજનક સ્થિતિ: ગુજરાતમાં 21 ટકા બાળકો પ્રિ-ડાયાબિટિક, દેશની સરેરાશ કરતાં બમણું પ્રમાણ 2 - image

એવી પણ ચોંકાવનારી વિગતો આ અહેવાલમાં સામે આવી છે કે ગુજરાતમાં બાળકોમાં હાઈપરટેન્શન (6.4%), હાઈ કોલેસ્ટરોલ (4.4%), હાઈ ટ્રાયગ્લિસરાઈડ્સ (17.4%) અને લો એચડીએલ (25.4%) જેવી તકલીફો પણ નોંધાઈ છે, જે ડાયાબિટીસ અને હૃદયરોગના જોખમને વધારતા પરિબળો છે. 

અનિયમિત આહાર, જંક ફૂડ અને કસરતનો અભાવ મુખ્ય કારણ

નિષ્ણાતોના મતે અનિયમિત ખોરાકની ટેવો, વધુ પડતું જંકફૂડ સેવન, કસરતનો અભાવ, સ્ક્રીન ટાઈમમાં વધારો અને બહાર રમવાની સંસ્કૃતિમાં ઘટાડાથી આ પરિસ્થિતિ પેદા થઈ રહી છે. બાળકો મોબાઈલ કરતાં રમતના મેદાન પર પૂરતો સમય આપે તે ખૂબ જરૂરી થઈ ગયું છે. ગુજરાત માટે આ અહેવાલ ચેતવણીરૂપ છે. કેમકે, આજના બાળકોમાં ડાયાબિટિસનું બીજ, આવનારા સમયમાં રાજ્ય માટે આરોગ્યસંકટ રૂપ બની શકે છે.

આ પણ વાંચો: અમદાવાદમાં મોડી રાતથી વરસાદી માહોલ: ગુજરાતનાં મોટા ભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદીઓ દરરોજ સરેરાશ 26 ગ્રામ ખાંડનું સેવન કરે છે!

અમદાવાદીઓ દ્વારા દરરોજ સરેરાશ 25.90 ગ્રામ ખાંડનું સેવન કરવામાં આવે છે. ખાંડનું દરરોજ સૌથી વધુ સેવન કરવામાં મુંબઈ 26.30 ગ્રામ સાથે પ્રથમ સ્થાને, અમદાવાદ બીજા સ્થાને, દિલ્હી 23.20 ગ્રામ સાથે ત્રીજા સ્થાને, બેંગાલુરુ 19-30 ગ્રામ સાથે ચોથા સ્થાને, કોલકાતા 17.10 ગ્રામ સાથે પાંચમાં, ચેન્નાઈ 16.10 ગ્રામ સાથે છઠ્ઠા જ્યારે હૈદરાબાદ 15.50 ગ્રામ સાથે સાતમાં સ્થાને છે.

ચિંતાજનક સ્થિતિ: ગુજરાતમાં 21 ટકા બાળકો પ્રિ-ડાયાબિટિક, દેશની સરેરાશ કરતાં બમણું પ્રમાણ 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતના લોકાયુક્ત તરીકે નિવૃત્ત જસ્ટિસ બિરેન વૈષ્ણવની નિમણૂક, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેવડાવ્યા શપ…
GUJARAT

ગુજરાતના લોકાયુક્ત તરીકે નિવૃત્ત જસ્ટિસ બિરેન વૈષ્ણવની નિમણૂક, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેવડાવ્યા શપ…

May 13, 2026
અમદાવાદ: NEET પેપર લીક મુદ્દે NSUIના ઉગ્ર દેખાવો, ગુજરાત યુનિવર્સિટી નજીક કાર્યકરોની અટકાયત | Ahmeda…
GUJARAT

અમદાવાદ: NEET પેપર લીક મુદ્દે NSUIના ઉગ્ર દેખાવો, ગુજરાત યુનિવર્સિટી નજીક કાર્યકરોની અટકાયત | Ahmeda…

May 13, 2026
જામનગરમાં RTE ફોર્મ રદ થવાના પ્રકરણમાં NSUI અને યુથ કોંગ્રેસની રજૂઆતને સફળતા : બંને વિદ્યાર્થીઓને શા…
GUJARAT

જામનગરમાં RTE ફોર્મ રદ થવાના પ્રકરણમાં NSUI અને યુથ કોંગ્રેસની રજૂઆતને સફળતા : બંને વિદ્યાર્થીઓને શા…

May 13, 2026
Next Post
બિહાર ચૂંટણીમાં રીલ્સ મુદ્દે ભાજપ-કોંગ્રેસ સામસામે! રાહુલ ગાંધીનો જૂના વીડિયો શેર કરી PM મોદી પર કટા…

બિહાર ચૂંટણીમાં રીલ્સ મુદ્દે ભાજપ-કોંગ્રેસ સામસામે! રાહુલ ગાંધીનો જૂના વીડિયો શેર કરી PM મોદી પર કટા...

દેશના આગામી ચીફ જસ્ટિસ માટે CJI ગવઈએ જસ્ટિસ સૂર્યકાંતના નામની ભલામણ કરી, જાણો શું છે પ્રોટોકોલ | cji…

દેશના આગામી ચીફ જસ્ટિસ માટે CJI ગવઈએ જસ્ટિસ સૂર્યકાંતના નામની ભલામણ કરી, જાણો શું છે પ્રોટોકોલ | cji...

મોનથા વાવાઝોડાએ રૌદ્ર રૂપ ધારણ કર્યું, 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન, રેડ ઍલર્ટ જાહેર | cyclone montha…

મોનથા વાવાઝોડાએ રૌદ્ર રૂપ ધારણ કર્યું, 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન, રેડ ઍલર્ટ જાહેર | cyclone montha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

MPમાં ધ્રૂજાવીદેનારી ઘટના: 90 વર્ષની વૃદ્ધા સાથે 4 નરાધમોએ કર્યો ગેંગરેપ, કૂવામાં ફેંકવાનો કર્યો પ્ર…

MPમાં ધ્રૂજાવીદેનારી ઘટના: 90 વર્ષની વૃદ્ધા સાથે 4 નરાધમોએ કર્યો ગેંગરેપ, કૂવામાં ફેંકવાનો કર્યો પ્ર…

2 months ago
ખેતરમાં ફેન્સિંગની સહાય 5 માસથી અટકી, ખેડૂતોને વાવેતર બદલવાની ફરજ પડી | Assistance for fencing in fa…

ખેતરમાં ફેન્સિંગની સહાય 5 માસથી અટકી, ખેડૂતોને વાવેતર બદલવાની ફરજ પડી | Assistance for fencing in fa…

10 months ago
નવરાત્રી આયોજન માટે ૮૪ પૈકી ૨૯ આયોજકોને પોલીસ દ્વારા મંજૂરી | ahmedabad police deployed more than 11…

નવરાત્રી આયોજન માટે ૮૪ પૈકી ૨૯ આયોજકોને પોલીસ દ્વારા મંજૂરી | ahmedabad police deployed more than 11…

8 months ago
સાબરકાંઠા: ‘તારા માટે છોકરી જોવા જવું છે’ કહી દિયરની ફિલ્મી ઢબે કરાવી હત્યા, ચોંકાવનારુ કારણ સામે આવ…

સાબરકાંઠા: ‘તારા માટે છોકરી જોવા જવું છે’ કહી દિયરની ફિલ્મી ઢબે કરાવી હત્યા, ચોંકાવનારુ કારણ સામે આવ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News