gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આંતરરાજ્ય જોબ ફ્રોડનો પર્દાફાશ: નકલી સરકારી ઓફર લેટર્સથી છેતરપિંડી, ઝારખંડના મુખ્ય આરોપીની ધરપકડ | A…

G METRO NEWS by G METRO NEWS
October 27, 2025
in GUJARAT
0 0
0
આંતરરાજ્ય જોબ ફ્રોડનો પર્દાફાશ: નકલી સરકારી ઓફર લેટર્સથી છેતરપિંડી, ઝારખંડના મુખ્ય આરોપીની ધરપકડ | A…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદ શહેર પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય નોકરીની લાલચ આપીને રેકેટ ચલાવનાર મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપી દ્વારા નકલી ઈન્કમટેક્સ ઓફિસર તરીકેની ઓળખ આપીને ઈન્કમટેક્સ, રેલવે અને ભારતીય ફૂડ વિભાગ જેવા અલગ-અલગ શાખામાં નોકરી આપવાના બહાને નકલી નિમણૂકોની ઓફર કરીને છેતરપિંડી આચરવામાં આવતી હતી. સમગ્ર મામલે અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. નકલી સરકારી ઓફર લેટર્સથી નોકરી ઈચ્છુક લોકો સાથે છેતરપિંડી કરનારા એક વ્યક્તિને ઝારખંડથી ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આંતરરાજ્ય જોબ ફ્રોડનો પર્દાફાશ

પોલીસના જણાવ્યા અનુસાર, ઝારખંડના ધનબાદના રહેવાસી અમન કુમાર (ઉં.વ.36)એ કથિત રીતે નકલી સરકારી ડોમેન બનાવ્યા હતા અને સરકારી નોકરીઓ આપવાના બહાને અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવીને છેતરપિંડી કરી હતી. પોલીસે બાતમીના આધારે આરોપીને ધનબાદથી ધરપકડ કરવામાં આવી હતી અને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર અમદાવાદ લાવવામાં આવ્યો હતો. પોલીસે વધુ પૂછપરછ માટે આરોપીની આઠ દિવસની કસ્ટડી મેળવી છે.

પીઆઇની પુત્રી સાથે 9.30 લાખ રૂપિયાની છેતરપિંડી

આરોપીએ ઝારખંડ સરકારના એક પોલીસ ઇન્સ્પેક્ટરની પુત્રીને ઈન્કમટેક્સમાં નોકરી આપવાના બહાને 9.30 લાખ રૂપિયાની રકમ પડાવી લીધી હતી. આ બનાવ અંગે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા તપાસ કરતાં સમગ્ર ગુનાનો પર્દાફાશ થયો હતો.

ઝારખંડના મુખ્ય આરોપીની ધરપકડ

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી અમન કુમારે ઈન્કમટેક્સ ઓફિસર તરીકે ઓળખ આપી હતી અને સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલી એક મહિલા ફરિયાદીનો સંપર્ક કર્યો હતો. આરોપીએ ઈન્કમટેક્સ વિભાગના નામવાળી બનાવટી ઈ-મેઈલ આઈડીનો ઉપયોગ કર્યો હતો. જેમાં ફરિયાદીને કર્ણાટક અને ગોવા, બેંગલુરુના મુખ્ય ઈન્કમટેક્સ કમિશનર દ્વારા કથિત રીતે સહી કરાયેલી નકલી નિમણૂક પત્ર મોકલ્યો હતો.

આરોપીએ અન્ય શખસો સાથે મળીને ફરિયાદી સહિતના લોકો સાથે છેતરપિંડી કરી હતી. જેમાં નોકરી મેળવવા માંગતા લોકોનો સંપર્ક કરીને બેંગલુરુ અને કોલકાતામાં નકલી ઇન્ટરવ્યુ અને ટ્રેનિંગ યોજવામાં આવી હતી. જેમાં ઉમેદવારો પાસેથી પ્રોસેસિંગ ફી અને વેરિફિકેશન ચાર્જના નામે લાખો રૂપિયા વસૂલવામાં આવ્યા હતા.

આંતરરાજ્ય જોબ ફ્રોડનો પર્દાફાશ: નકલી સરકારી ઓફર લેટર્સથી છેતરપિંડી, ઝારખંડના મુખ્ય આરોપીની ધરપકડ 2 - image

પોલીસે જણાવ્યું હતું કે, આરોપીએ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો હતો અને ટેલી અને કમ્પ્યુટર એકાઉન્ટિંગનો કોર્સ પૂર્ણ કર્યો હતો. આરોપીએ અલગ-અલગ સરકારી વિભાગોના નકલી ડોમેનનો ઉપયોગ કરીને સાયબર નેટવર્ક ચલાવતો હતો, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

– incometaxemployeecornerhrms.info

– pwdmaha.info

– indiapostgov.org

– railnetgov.com

આરોપીનો ગુનાહિત ઈતિહાસ

પોલીસ રેકોર્ડમાં જાણવા મળ્યું હતું કે, આરોપી અમનની અગાઉ 2023માં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI), મુંબઈ દ્વારા નોકરી કૌભાંડ માટે ધરપકડ કરવામાં આવી હતી, જેમાં તેણે “રૂપેશ” તરીકે ઓળખ આપી હતી અને કેન્દ્ર સરકારના વિભાગોમાં નોકરી આપવાનું વચન આપીને ઓછામાં ઓછા 14 યુવાનો સાથે છેતરપિંડી કરી હતી. ત્યારબાદ CBIએ ધનબાદ અને પટનામાં દરોડા દરમિયાન નકલી સરકારી સીલ, નિમણૂક પત્રો અને રૂ.14 લાખથી વધુ રોકડ જપ્ત કરી હતી.

આરોપીના નામે 100થી વધુ ફરિયાદ 

CBI કેસમાં જામીન પર છૂટ્યા બાદ આરોપીએ ફરીથી છેતરપિંડી કરવાનું શરૂ કર્યું હતું. અમદાવાદ સાયબર ક્રાઈમના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર તેના બેંક ખાતાઓ સાથે જોડાયેલી 100 થી વધુ ઓનલાઈન ફરિયાદો મળી આવી છે.

આરોપીઓએ આર્થિક રીતે નબળા વ્યક્તિઓના બેંક ખાતાઓનો ઉપયોગ કર્યો હતો. જેમાં ખાતેદારને છેતરપિંડી કરાયેલા ફંડમાંથી અમુક રકમ કમિશન ચૂકવવામાં આવતી હતી.

આ પણ વાંચો: હિંમતનગર સ્ટેશન પરથી 79 લાખનું એમ્ફેટામાઇન અને મેથામ્ફેટામાઇનનો જથ્થો જપ્ત, આંતરરાજ્ય ડ્રગ્સ હેરફેરની આશંકા

સાયબર ક્રાઇમ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘આરોપી સરકારની સત્તાવાર વેબસાઈટ જેવી જ વેબસાઈટ માટે નકલી ડોમેન અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરતો હતો. અમારી ટીમો તેના નાણાકીય ટ્રેલ્સ શોધી રહી છે અને રેકેટમાં સામેલ અન્ય સાથીદારોને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા ચકચારી ગોરવા મર્ડર કેસ: CCTV ફૂટેજ અને સાક્ષીઓને કારણે હત્યારાની જામીન અરજી નામંજૂર | Court r…
GUJARAT

વડોદરા ચકચારી ગોરવા મર્ડર કેસ: CCTV ફૂટેજ અને સાક્ષીઓને કારણે હત્યારાની જામીન અરજી નામંજૂર | Court r…

May 18, 2026
બે મહિનામાં જ પ્રેમનો કરુણ અંત! અમદાવાદમાં નેપાળી યુવતીને આપઘાત માટે મજબૂર કરનાર પ્રેમી ઝડપાયો | Ahm…
GUJARAT

બે મહિનામાં જ પ્રેમનો કરુણ અંત! અમદાવાદમાં નેપાળી યુવતીને આપઘાત માટે મજબૂર કરનાર પ્રેમી ઝડપાયો | Ahm…

May 18, 2026
સામાન્ય વહીવટ વિભાગે IAS અધિકારીની બદલી, વધારાનો ચાર્જ અને નવી નિમણૂક કરી, જુઓ યાદી | Gujarat Genera…
GUJARAT

સામાન્ય વહીવટ વિભાગે IAS અધિકારીની બદલી, વધારાનો ચાર્જ અને નવી નિમણૂક કરી, જુઓ યાદી | Gujarat Genera…

May 18, 2026
Next Post
ઉકાઈ ડેમની સપાટી 345.02 ફૂટ પર પહોંચી પાણીની આવક અને જાવક 46,418 ક્યુસેક | Ukai Dam level reaches 34…

ઉકાઈ ડેમની સપાટી 345.02 ફૂટ પર પહોંચી પાણીની આવક અને જાવક 46,418 ક્યુસેક | Ukai Dam level reaches 34...

સુરતીઓ વેકેશન મોડ પર હોવાના કારણે વસ્તી ઘટતા પાણીનો વપરાશ 85 MLD જેટલો ઘટ્યો | water consumption dro…

સુરતીઓ વેકેશન મોડ પર હોવાના કારણે વસ્તી ઘટતા પાણીનો વપરાશ 85 MLD જેટલો ઘટ્યો | water consumption dro...

ગુજરાતમાં કમોસમી વરસાદ: 5 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં રહેશે માવઠાનું જોર, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના …

ગુજરાતમાં કમોસમી વરસાદ: 5 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં રહેશે માવઠાનું જોર, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘કુંભને લીધે નદીઓ પ્રદૂષિત, રાજનેતાઓ દરેક ધર્મને ખુશ કરવામાં વ્યસ્ત…’ સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ…

‘કુંભને લીધે નદીઓ પ્રદૂષિત, રાજનેતાઓ દરેક ધર્મને ખુશ કરવામાં વ્યસ્ત…’ સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ…

5 months ago
ખેડા અને આણંદ જિલ્લાના કુલ 140 ફિલ્ડ ટ્રેનર્સ માટે તાલીમનું આયોજન | Training organized for a total o…

ખેડા અને આણંદ જિલ્લાના કુલ 140 ફિલ્ડ ટ્રેનર્સ માટે તાલીમનું આયોજન | Training organized for a total o…

2 months ago
સ્મીમેર હોસ્પિટલના કોન્ટ્રાક્ટમાં હાઈકોર્ટમાં સુરત પાલિકાની વિરુધ્ધમાં ચુકાદો આવતા આસી.લો ઓફિસરને નો…

સ્મીમેર હોસ્પિટલના કોન્ટ્રાક્ટમાં હાઈકોર્ટમાં સુરત પાલિકાની વિરુધ્ધમાં ચુકાદો આવતા આસી.લો ઓફિસરને નો…

6 months ago
5 પેઢીના 22 સ્થળોએ સ્ટેટ જીએસટીના દરોડા યથાવત્ | State GST raids continue at 22 locations of 5 firms

5 પેઢીના 22 સ્થળોએ સ્ટેટ જીએસટીના દરોડા યથાવત્ | State GST raids continue at 22 locations of 5 firms

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News