gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટેરિફ વિવાદ વચ્ચે ભારત અને અમેરિકાનો મોટો નિર્ણય! સંરક્ષણ ક્ષેત્રે 10 વર્ષની ‘ડીલ’ પાક્કી | us signs…

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in INDIA
0 0
0
ટેરિફ વિવાદ વચ્ચે ભારત અને અમેરિકાનો મોટો નિર્ણય! સંરક્ષણ ક્ષેત્રે 10 વર્ષની ‘ડીલ’ પાક્કી | us signs…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India US Defence Deal: શુક્રવારે ભારત અને અમેરિકા વચ્ચે નવો 10 વર્ષનો સંરક્ષણ કરાર (Defence Framework Agreement) થયો, જેનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે સૈન્ય સહયોગ, સંયુક્ત ઉત્પાદન અને તકનીકી ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો છે. ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ વચ્ચેની બેઠકમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

પીટ હેગસેથ દ્વારા 10 વર્ષના સંરક્ષણ કરારની જાહેરાત

અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે X પર પોસ્ટ કરીને માહિતી આપી કે તેમણે રાજનાથ સિંહ સાથે આ 10 વર્ષનો અમેરિકા-ભારત સંરક્ષણ કરાર સાઇન કર્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ‘આ કરાર પ્રાદેશિક સ્થિરતા અને સુરક્ષા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને તે સંરક્ષણ ભાગીદારીને મજબૂત કરશે.’ હેગસેથના જણાવ્યા મુજબ, બંને દેશો હવે માહિતી વહેંચણી, તાલમેલ વધારવા અને ટેક્નોલોજીમાં સહયોગ ને વધુ ગાઢ બનાવી રહ્યા છે, જે તેમની સંરક્ષણ ભાગીદારીને ‘પહેલા કરતાં વધુ મજબૂત’ બનાવે છે.

ભારત-અમેરિકા સંરક્ષણ સંબંધોનો નવો અધ્યાય

કુઆલાલમ્પુર ખાતે અમેરિકી સંરક્ષણ મંત્રી સાથેની મુલાકાત દરમિયાન, રાજનાથ સિંહે જણાવ્યું કે આ 10 વર્ષના મહત્ત્વપૂર્ણ સંરક્ષણ કરારથી ભારત-અમેરિકાના સંબંધોમાં નવો અધ્યાય શરૂ થયો છે. તેમણે આનંદ વ્યક્ત કર્યો કે ફોન પર ત્રણ વખત વાતચીત કર્યા પછી, આજે ADMM-Plus બેઠક દરમિયાન રૂબરૂ મુલાકાત થઈ રહી છે. રાજનાથ સિંહે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર થવાથી શરૂ થયેલો આ નવો અધ્યાય, અમેરિકી સંરક્ષણ મંત્રીના નેતૃત્વમાં ભારત-અમેરિકા સંબંધોને વધુ મજબૂત બનાવશે.

શુક્રવારે, આ મુલાકાત કુઆલાલમ્પુર (મલેશિયા) ખાતે આસિયાન-ભારત સંરક્ષણ મંત્રીઓની બીજી અનૌપચારિક બેઠક દરમિયાન થઈ હતી. આ બેઠક આસિયાન ડિફેન્સ મિનિસ્ટર્સ મીટિંગ-પ્લસ (ADMM-Plus) ના કાર્યક્રમનો એક ભાગ હતી, જે 1લી નવેમ્બરે યોજાવાનો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અગાઉ જ જાહેરાત કરી દીધી હતી કે તેઓ આસિયાનની આ બેઠકોમાં ભાગ લેશે.

અગાઉ એસ. જયશંકર અને માર્કો રુબિયોની મુલાકાત

રાજનાથ સિંહના મતે, આસિયાન બેઠકનો હેતુ ભારત અને આસિયાન દેશો વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા સહયોગને મજબૂત બનાવવાનો અને ‘એક્ટ ઈસ્ટ પોલિસી’ને આગળ વધારવાનો હતો.

આ પણ વાંચો: H1B વિઝાના દુરુપયોગની જાહેરાતમાં અમેરિકાએ ભારતને હાઈલાઈટ કર્યું, વીડિયો વાઈરલ

રાજનાથ સિંહ અને અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ વચ્ચેની આ મુલાકાત એવા સમયે થઈ જ્યારે થોડા દિવસો પહેલા જ વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ કુઆલાલમ્પુર ખાતે ઈસ્ટ એશિયા સમિટ દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે મુલાકાત કરી હતી. જયશંકર અને રુબિયોએ ભારત-અમેરિકા સંબંધો તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

ટ્રેડ ડીલ પર ચાલી રહી છે ચર્ચા

ભારત અને અમેરિકા વચ્ચે આ સતત ઉચ્ચ-સ્તરીય મુલાકાતો એવા સમયે થઈ રહી છે જ્યારે બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલ (વેપાર કરાર) પર વાટાઘાટો ચાલી રહી છે. જોકે, આ વાતચીત વધેલા તણાવ વચ્ચે થઈ રહી છે, જેનું કારણ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયન તેલની ખરીદી ને લઈને ભારત પર ડબલ ટેરિફ લગાવવામાં આવ્યો છે.

ટેરિફ વિવાદ વચ્ચે ભારત અને અમેરિકાનો મોટો નિર્ણય! સંરક્ષણ ક્ષેત્રે 10 વર્ષની 'ડીલ' પાક્કી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વડોદરામાં પીધેલા છાકટા બની રહ્યા છે, જેપી રોડ પોલીસ સ્ટેશનના પાર્કિંગમાંથી જ પીધેલો પકડાયો | a drunk…

વડોદરામાં પીધેલા છાકટા બની રહ્યા છે, જેપી રોડ પોલીસ સ્ટેશનના પાર્કિંગમાંથી જ પીધેલો પકડાયો | a drunk...

H1B વિઝાના દુરુપયોગની જાહેરાતમાં અમેરિકાએ ભારતને હાઈલાઈટ કર્યું, વીડિયો વાઈરલ | us highlights india …

H1B વિઝાના દુરુપયોગની જાહેરાતમાં અમેરિકાએ ભારતને હાઈલાઈટ કર્યું, વીડિયો વાઈરલ | us highlights india ...

જામજોધપુરમાં અંજલી પાર્ક સોસાયટીમાંથી બાઈકમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલો શખ્સ પકડાયો | A man …

જામજોધપુરમાં અંજલી પાર્ક સોસાયટીમાંથી બાઈકમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલો શખ્સ પકડાયો | A man ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાં પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ ઘટાડાયો પણ આ ઈંધણના ભાવમાં વધારો, નિકાસકારો-એરલાઈન્સને ઝટકો | india hi…

ભારતમાં પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ ઘટાડાયો પણ આ ઈંધણના ભાવમાં વધારો, નિકાસકારો-એરલાઈન્સને ઝટકો | india hi…

6 months ago
જે.સી.બી.પર શ્રમજીવીઓને બેસાડીને જતો ડ્રાઇવર ઝડપાયો | Driver caught carrying workers on JCB

જે.સી.બી.પર શ્રમજીવીઓને બેસાડીને જતો ડ્રાઇવર ઝડપાયો | Driver caught carrying workers on JCB

8 months ago
ખેડાના કાજીપુરા સીમમાં મજૂરીના રૂપિયાના ઝઘડામાં યુવકની હત્યા | Youth killed in dispute over wages in…

ખેડાના કાજીપુરા સીમમાં મજૂરીના રૂપિયાના ઝઘડામાં યુવકની હત્યા | Youth killed in dispute over wages in…

1 year ago
રાજકોટમાં ઘરમાં ઘુસી છરીનાં ઘા ઝીંકી કિશોરનાં આંતરડા બહાર કાઢી નાખ્યા | Teenager’s intestines remove…

રાજકોટમાં ઘરમાં ઘુસી છરીનાં ઘા ઝીંકી કિશોરનાં આંતરડા બહાર કાઢી નાખ્યા | Teenager’s intestines remove…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News