બોટાદ વિસ્તારની ૭ જાણીતી કંપનીઓ દ્વારા વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લેવાયા: આચાર્યશ્રી અને અધ્યાપકગણના માર્ગદર્શન હેઠળ સફળ આયોજન
ગઢડા: ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડા ખાતે તા. ૦૮/૦૯/૨૦૨૬ ને મંગળવારના રોજ યુવાનોને રોજગારીના અવસરો પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી ‘કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
સરકારશ્રીના યુવાનોને રોજગાર પૂરો પાડવાના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ ધ્યેયને પરિપૂર્ણ કરવાના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્લેસમેન્ટ ડ્રાઇવમાં વર્ષ ૨૦૨૫-૨૬માં સ્નાતક પૂર્ણ કરેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ હાલમાં સેમેસ્ટર-૫ માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિવિધ ક્ષેત્રોની કંપનીઓ સમક્ષ પોતાના ઇન્ટરવ્યુ આપ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે કોલેજના આચાર્યશ્રી ડૉ. એચ. વી. સેંજલીયા દ્વારા કેમ્પસ ઇન્ટરવ્યુ માટે પધારેલા બોટાદ વિસ્તારની ૭ જેટલી વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓનું શબ્દોથી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્લેસમેન્ટ ડ્રાઇવમાં ઉપસ્થિત રહેલ કંપનીઓ અને તેમના પ્રતિનિધિઓ:
P.M. ROAD PVT LTD: પી. એમ. વાઘાણી સાહેબ S.H. CONVENT SCHOOL: સિસ્ટર ટેસ્લીટ મેડમ સરદાર પટેલ વિદ્યાલય: મનોજભાઈ SARVAGRAM FINCARE: મહાવીરભાઈ જેબલીયા IIFL FINANCE: હિતેશભાઈ ડવ તથા ત્રિવેદી હાર્દિકભાઈAXIS BANK: સાંકળીયા રાજેશભાઈACCUNO SERVICE: બોરીચા દર્શનભાઈ અને બોરીચા વિજયભાઈ
આ સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુઘડ આયોજન પ્લેસમેન્ટ સમિતિના કન્વીનર ડૉ. એ. ડી. લાણીયા, સહ-કન્વીનર ડૉ. એચ. એલ. મોરી તથા IQAC કો-ઓર્ડિનેટર ડૉ. આર. બી. કોઠારી તેમજ ડૉ. જે. એ. રાણા, ડૉ. આર. એ. વાઢેર, ડૉ. વી. એસ. ચૌધરી, ડૉ. સી. એ. ગોહેલ અને પ્લેસમેન્ટ કો-ઓર્ડિનેટર ગોહિલ મહેશભાઈ તથા રોનકભાઈના સંયુક્ત સહયોગથી કરવામાં આવ્યું હતું.







