![]()
Vadodara Crime : વડોદરામાં દારૂના નશો કરતા નશાબાજો સામે પોલીસ કાર્યવાહી કરતી હોય છે. મોટાભાગના દારૂડિયાની ફરિયાદ તેમના પરિવારથી આસપાસના લોકો જ કરતા હોય છે. પરંતુ આજે બપોરે એક પીધેલો પોલીસ સ્ટેશનના પાર્કિંગમાંથી જ પકડાઈ ગયો હતો.
જેપી રોડ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સૌરભભાઈએ ફરિયાદમાં કહ્યું છે કે, આજે બપોરે અમે ફરજ પર હતા તે દરમિયાન પાર્કિંગ પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં એક શખ્સ આતા ફેરા મારતો હતો અને લથળીયા ખાઈને બકવાસ કરતો હતો.
જેથી આ શખ્સની તપાસ કરતા તેનું નામ નિખિલ દેવીસિંગ રાજપૂત નંદીગ્રામ સોસાયટી વડસર રોડ જીઆઇડીસી હોવાનું જણાવ્યું હતું. આ વ્યક્તિએ દારૂનો નશો કર્યો હોવાથી દારૂબંધીના ગુનાના ભંગ બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી.










