Stock Market News : ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ વચ્ચે દુનિયાભરના સ્ટોક માર્કેટની હાલત દિવસે ને દિવસે દયનીય થતી જઈ રહી છે. આજે વૈશ્વિક બજારો ખુલતાં જ સૌથી પહેલા જાપાનથી ખરાબ સમાચાર સામે આવ્યાં. જાપાનો બેન્ક સ્ટૉક્સનો ઈન્ડેક્સ નિક્કેઈ ખુલતાની સાથે જ 17% સુધી તૂટી પડ્યો. જ્યારે નિક્કેઈ 225 ઈન્ડેક્સમાં પણ 9%નો કડાકો બોલાઈ જતાં રોકાણકારોને મોટું નુકસાન આવ્યું.
કેવી છે વૈશ્વિક બજારોની હાલત?
ઓક્ટોબર 2023 પછી પહેલી વાર નિક્કેઈ 30,792.74 ની સપાટીએ પહોંચ્યો છે. વ્યાપક ટોપિક્સ 8% ઘટીને 2,284.69 પર આવી ગયો હતો. જ્યારે દક્ષિણ કોરિયામાં કોસ્પી ઇન્ડેક્સ 4.34% જેટલો ઘટ્યો અને સ્મોલ-કેપ કોસ્ડેક 3.48% ઘટ્યો. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સ પણ 22,772 પર જોવા મળ્યો હતો.
આજે સપ્તાહનો પહેલો દિવસ બ્લેક મંડે સાબિત થવાની ભીતિ
ટ્રમ્પના ટેરિફ નિર્ણયને કારણે દુનિયાભરમાં બજારોમાં કડાકાની સ્થિતિ દેખાઈ રહી છે કે ત્યારે આજે સોમવારે નક્કી જ ભારતીય શેરબજાર માટે બ્લેક મંડે સાબિત થવાની આશંકા વધી ગઈ છે કેમ કે તેનું મોટું કારણ ગિફ્ટ નિફ્ટી છે. અત્યાર સુધી ગિફ્ટી નિફ્ટીમાં પણ 1000 પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો છે. જેનાથી સંકેત મળી રહ્યા છે કે 4 માર્ચના રોજ નિફ્ટી 21964ના લેવલ પર પહોંચી હતી હવે એ જ લેવલ પર ફરી એકવાર નિફ્ટીની નીચલા સ્તરે કારોબારની શરૂઆત તેવી શક્યતા વધી ગઈ છે.