
– ઇન્દિરા ગાંધી અમેરિકાની ધમકીઓથી નહોતા ડર્યા
– બહુ મોટી છાતી હોવાથી કોઇ મજબુત નથી બની જતું, સામાન્ય કદકાઠીવાળા ગાંધીજી અંગ્રેજો સામે લડયા હતા : કોંગ્રેસ સાંસદ
બેગુસરાઇ: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બિહારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. રવિવારે તેમણે આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન માત્ર ડોનાલ્ડ ટ્રમ્પથી ડરી રહ્યા છે સાથે જ મોટા ઉદ્યોગપતિઓનું રિમોટ કન્ટ્રોલ બની ગયા છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોદી પર પ્રહાર કરતા કહ્યું હતું કે મોટી છાતી હોવા માત્રથી તમે મજબુત નથી બની જતા, મહાત્મા ગાંધીજીને જ જોઇ લો, તેઓનું શરીર સામાન્ય હતું તેમ છતા તેઓ બ્રિટિશરો સામે લડયા હતા.










