gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વાજપેયી-કલામે અંજામ આપેલા ઓપરેશનની અણસાર પણ ન થતાં ચોંક્યું હતું અમેરિકા, જાણો ‘ઓપરેશન શક્તિ’ વિશે |…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in INDIA
0 0
0
વાજપેયી-કલામે અંજામ આપેલા ઓપરેશનની અણસાર પણ ન થતાં ચોંક્યું હતું અમેરિકા, જાણો ‘ઓપરેશન શક્તિ’ વિશે |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Operation Shakti : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે, રશિયા, ચીન અને ઉત્તર કોરિયાની સાથે-સાથે પાકિસ્તાન પણ ગુપ્ત રીતે પરમાણુ પરીક્ષણ કરી રહ્યું છે. ટ્રમ્પના નિવેદનથી દક્ષિણ એશિયામાં પરમાણુ શક્તિ સંતુલન અંગે નવી ચિંતાઓ ઉભી થઈ છે. એશિયામાં પરમાણુ પરીક્ષણ કંઈ નવું નથી. ભારતના “ઓપરેશન શક્તિ”ના ધમાકા આજે પણ અમેરિકાને યાદ છે. 

પોખરણમાં પરમાણુ પરીક્ષણ “ઓપરેશન શક્તિ”

11 મે, 1998ના રોજ તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળ ભારતે રાજસ્થાનના પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરીને વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું હતું. ડૉ. એપીજે અબ્દુલ કલામના નેતૃત્વ હેઠળના વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા આ પરીક્ષણ અત્યંત ગુપ્તતા અને ચાતુર્ય સાથે કરવામાં આવ્યું હતું. યુએસ ગુપ્તચર એજન્સી, સીઆઈએ દ્વારા નજીકથી દેખરેખ રાખવા છતાં ભારતીય વૈજ્ઞાનિકો તેમને ટાળવામાં સફળ રહ્યા હતા. આ “ઓપરેશન શક્તિ” એ ભારતને પરમાણુ શક્તિ તરીકે સ્થાપિત કર્યું અને વિશ્વને તેની લશ્કરી ક્ષમતાઓ બતાવી હતી. આ ભારતનું બીજું પરમાણુ પરીક્ષણ હતું, પહેલું પરીક્ષણ 1974માં “સ્માઇલિંગ બુદ્ધા” નામથી કરવામાં આવ્યું હતું.

ડૉ. એપીજે અબ્દુલ કલામનું તેજસ્વી નેતૃત્વ

આ મિશનની સફળતાનો શ્રેય ડૉ. એપીજે અબ્દુલ કલામના નેતૃત્વ હેઠળના વૈજ્ઞાનિકોની ટીમને જાય છે. તેમણે આ સમગ્ર કામગીરી અત્યંત ગુપ્તતા અને ચાતુર્ય સાથે પાર પાડી હતી. યુએસ ગુપ્તચર એજન્સી, સીઆઈએ દ્વારા કડક દેખરેખ હોવા છતાં, ભારતીય વૈજ્ઞાનિકો તેમને ટાળવામાં સફળ રહ્યા હતા.

આ પણ વાંચો: ચીન પાકિસ્તાનને આપશે આઠ શક્તિશાળી સબમરીન, 45000 કરોડ રૂપિયાની ડીલ

કોડવર્ડનો ઉપયોગ

વૈજ્ઞાનિકો એકબીજા સાથે વાતચીત કરવા માટે કોડ ભાષાનો ઉપયોગ કરતા હતા અને એકબીજાને ઉપનામથી બોલાવતા હતા. જેમાં ડૉ. કલામને “કર્નલ પૃથ્વીરાજ” ઉપનામ આપવામાં આવ્યું હતું. તેઓ ક્યારેય સમૂહમાં પરીક્ષણ સ્થળ પર ગયા ન હતા, પરંતુ શંકા ટાળવા માટે એકલા ગયા હતા. પરીક્ષણના દિવસે ગુપ્તચર એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે દરેકને લશ્કરી ગણવેશમાં પરીક્ષણ સ્થળ પર લઈ જવામાં આવ્યા હતા.

પરમાણુ બોમ્બ અત્યંત ગુપ્તતામાં જેસલમેર લાવવામાં આવ્યા હતા. યોજનાને 10 મેની રાત્રે અંતિમ સ્વરૂપ અપાયું હતું અને લગભગ 3 વાગ્યે પરમાણુ બોમ્બને ચાર સૈન્ય ટ્રકોમાં પરિવહન કરવામાં આવ્યા હતા. આની પહેલા ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા મુંબઈથી જેસલમેર બેઝ પર લાવવામાં આવ્યા હતા. ઓપરેશન દરમિયાન દિલ્હી ઓફિસમાં કોડ શબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉદાહરણ તરીકે, એક પરમાણુ બોમ્બ ટૂકડીને ‘તાજમહેલ’ કહેવામાં આવતું હતું, જ્યારે અન્ય કોડ શબ્દોમાં ‘વ્હાઇટ હાઉસ’ અને ‘કુંભકરણ’નો સમાવેશ થતો હતો.

પરીક્ષણ માટે પોખરણ કેમ પસંદ કરાયું?

પોખરણ ઓછી વસ્તી ધરાવતું સ્થળ હોવાથી પરીક્ષણ માટે પસંદ કરવામાં આવ્યું હતું. આ વિસ્તાર જેસલમેરથી લગભગ 110 કિલોમીટર દૂર આવેલો છે. વૈજ્ઞાનિકોએ રણમાં મોટા કુવા ખોદીને તેમાં પરમાણુ બોમ્બ મૂક્યા હતા. આ કુવાઓ રેતીના પહાડોથી ઢંકાયેલા હતા અને ઉપરથી જાડા વાયરો ખેંચાયેલા હતા. વિસ્ફોટ પછી, ધુમાડાના મોટા વાદળ આકાશમાં ઉછળ્યા, અને વિસ્ફોટ સ્થળ પર એક મોટો ખાડો બન્યો હતો. લગભગ 20 વૈજ્ઞાનિકોનું એક જૂથ દૂર ઊભું રહ્યું અને સમગ્ર ઘટનાના સાક્ષી બન્યા હતા.

આ પણ વાંચો: PHOTO : રોડ પર મોતનું તાંડવ… છેલ્લા 24 કલાકમાં પાંચ અકસ્માત, 60ના મોત, 42ને ઈજા

આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ પરીક્ષણ

ડૉ. કલામે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, તે સમયે ભારત પર નોંધપાત્ર આંતરરાષ્ટ્રીય દબાણ હતું. જોકે, વડાપ્રધાન વાજપેયી આ પરીક્ષણ કરવા માટે મક્કમ હતા. પરીક્ષણ બાદ ભારતને ઘણા દેશો તરફથી ટીકાનો સામનો કરવો પડ્યો, પરંતુ ભારતે પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવતા કહ્યું કે આ પરીક્ષણ તેની રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…
INDIA

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…

May 13, 2026
NEET UG-2026 પેપર લીક: CBI એ 5 આરોપીઓની ધરપકડ કરી, દેશભરમાં દરોડાથી ફફડાટ | neet ug 2026 paper leak …
INDIA

NEET UG-2026 પેપર લીક: CBI એ 5 આરોપીઓની ધરપકડ કરી, દેશભરમાં દરોડાથી ફફડાટ | neet ug 2026 paper leak …

May 13, 2026
તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને ‘દોસ્ત’ દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું,-‘ઊર્જા સપ્લાય ઓછી નહીં કરીએ’ | ru…
INDIA

તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને ‘દોસ્ત’ દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું,-‘ઊર્જા સપ્લાય ઓછી નહીં કરીએ’ | ru…

May 13, 2026
Next Post
PHOTO : રોડ પર મોતનું તાંડવ… છેલ્લા 24 કલાકમાં પાંચ અકસ્માત, 60ના મોત, 42ને ઈજા | India Road Accid…

PHOTO : રોડ પર મોતનું તાંડવ... છેલ્લા 24 કલાકમાં પાંચ અકસ્માત, 60ના મોત, 42ને ઈજા | India Road Accid...

દિગ્વિજય સિંહે દિલ્હી રમખાણ આરોપીને નિર્દોષ ગણાવતા ભાજપ ભડક્યું, કહ્યું- ‘પાકિસ્તાન જતા રહો’ | digvi…

દિગ્વિજય સિંહે દિલ્હી રમખાણ આરોપીને નિર્દોષ ગણાવતા ભાજપ ભડક્યું, કહ્યું- ‘પાકિસ્તાન જતા રહો’ | digvi...

બિહાર વિધાનસભા ચુંટણી પ્રચારમાં છઠ પુજા વર્સિસ હેલોવીન, પક્ષ વિપક્ષના આક્ષેપ પ્રતિ આક્ષેપ | Chhath P…

બિહાર વિધાનસભા ચુંટણી પ્રચારમાં છઠ પુજા વર્સિસ હેલોવીન, પક્ષ વિપક્ષના આક્ષેપ પ્રતિ આક્ષેપ | Chhath P...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પૂરપાટ દોડતી મોંઘેરી કારના ચાલકે 5 લોકોને કચડ્યાં, દિલ્હીના વસંત વિહારની હચમચાવતી ઘટના | Delhi Vasan…

પૂરપાટ દોડતી મોંઘેરી કારના ચાલકે 5 લોકોને કચડ્યાં, દિલ્હીના વસંત વિહારની હચમચાવતી ઘટના | Delhi Vasan…

10 months ago
ધોળકાના છેલ્લા સિગ્નલ વિસ્તારમાં દોઢ વર્ષથી નાખેલ ગટરના અધુરા કામથી સ્થાનિકો ત્રસ્ત | Locals are ups…

ધોળકાના છેલ્લા સિગ્નલ વિસ્તારમાં દોઢ વર્ષથી નાખેલ ગટરના અધુરા કામથી સ્થાનિકો ત્રસ્ત | Locals are ups…

10 months ago
નડિયાદમાં પત્ની પર વહેમ રાખી મારઝુડ કરી આરટીઓ અધિકારી પતિએ ધમકી આપી | RTO officer husband threatens …

નડિયાદમાં પત્ની પર વહેમ રાખી મારઝુડ કરી આરટીઓ અધિકારી પતિએ ધમકી આપી | RTO officer husband threatens …

4 months ago
VIDEO : 25 લોકોના જીવ લેનારી ગોવાની નાઇટ ક્લબને તોડી પડાઈ, ફરાર માલિકો વિરુદ્ધ બ્લૂ કોર્નર નોટિસ | G…

VIDEO : 25 લોકોના જીવ લેનારી ગોવાની નાઇટ ક્લબને તોડી પડાઈ, ફરાર માલિકો વિરુદ્ધ બ્લૂ કોર્નર નોટિસ | G…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News