
– ફિલિપાઇન્સમાં ચાલુ વર્ષે ત્રાટકેલું 20મું વાવાઝોડું
– પૂરગ્રસ્ત લોકોની સહાય માટે જતું હેલિકોપ્ટર તૂટી પડતાં ૬નાં મોત : અનેક વિસ્તારોમાં વીજળી ઠપ : અનેક કારો ડૂબી ગઇ, હજારો લોકો ફસાયા
મનીલા: ફિલિપાઇન્સમાં કાલમેગી વાવાઝોડાનો મૃત્યુઆંક વધીને ૮૫ને પાર થઇ ગયો છે. આ ઉપરાંત મધ્ય ફિલિપાઇન્સમાં અન્ય ૭૫ લોકો લાપતા છે. પૂરને કારણે અનેક લોકો હજુ પણ પોતાના ઘરોની છત પર ફસાયેલા છે.










