
Rahul Gandhi Brazil Model Girl: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને ફરી એકવાર ચૂંટણી પંચના કામકાજ પર સવાલ ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ગેરરીતિ થઈ છે. તેમણે આરોપ લગાવ્યો કે હરિયાણાની મતદાર યાદીમાં 25 લાખ બોગસ નામ છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘હરિયાણામાં બ્રાઝિલની એક મોડેલે 22 વખત મતદાન કર્યું છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે આ મોડેલનું નામ આખરે હરિયાણાની મતદાર યાદીમાં ક્યાંથી આવ્યું.










