gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નિસાર સેટેલાઇટ ત્રણ મહિના બાદ આજે સંશોધન શરૂ કરશે : વૈજ્ઞાનિક ઉપકરણોનું પરીક્ષણ સફળ | Nisar satellit…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in INDIA
0 0
0
નિસાર સેટેલાઇટ ત્રણ મહિના બાદ આજે સંશોધન શરૂ કરશે : વૈજ્ઞાનિક ઉપકરણોનું પરીક્ષણ સફળ | Nisar satellit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વિશ્વનો સૌથી આધુનિક સેટેલાઇટ : ભૂકંપનો સંકેત આપવાનો દુનિયાનો પહેલો પ્રયોગ

– દર 12 દિવસે પૃથ્વીનો નકશો મોકલશે જેમાં જંગલો, પર્વતો, મહાસાગરો, નદીઓ,બરફીલા પર્વતોમાં થતી ગતિવિધિઓની માહિતી-ઇમેજીસ હશે  

– નાસાની ટીમ બેંગલુરુ પહોંચી ગઈ છે

– નિસાર  દ્વારા મોકલાયેલી પૃથ્વીની વિશિષ્ટ તસવીરો બેંગલુરુમાં જાહેર થશે

નવી દિલ્હી/મુંબઇ: નિસાર સેટેલાઇટ આવતીકાલ શુક્રવાર, ૨૦૨૫ની ૭, નવેમ્બરે તેનું  સંશોધનકાર્ય શરૂ કરશે. નિસાર સેટેલાઇટમાંનાં તમામ વૈજ્ઞાનિક  ઉપકરણો  તેની કામગીરી કરવા સંપૂર્ણપણે સક્ષમ છે  તે વિશેની બધી ે ટેકનિકલ  માહિતી મળી ગઇ છે. આ જ માહિતીના આધારે અમે નિસાર સેટેલાઇટને  આવતીકાલે ઓપરેશનલ જાહેર કરીશું.  દરમિયાનમાં નાસાના વૈજ્ઞાનિકોની ટીમ બેંગલુરુ પહોંચી ગઈ છે. નાસા -ઇસરો  સિન્થેટિક એપેર્ચર રાડાર(નિસાર)   સેટેલાઇટ અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ   સ્પેસ   એડમિનિસ્ટ્રેશન (નાસા)   અને  ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)નો  પહેલો સંયુક્ત પ્રયોગ છે. 

નિસાર ૨૦૨૫ની ૩૦, જુલાઇએ ઇસરોના સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી અંતરિક્ષમાં તરતો મૂકાયો છે.  

ઇસરોના ચેરમેન વી.નારાયણને આજે   નવી દિલ્હીમાં  યોજાયેલા એમર્જિંગ સાયન્સ, ટેકનોલોજી એન્ડ ઇન્નોવેશન કોન્ક્લેવમાં આ માહિતી આપી છે. વી.નારાયણને એવી માહિતી પણ આપી છે કે  ૨,૪૦૦ કિલોના ભારેભરખમ વજનનો  નિસાર સેટેલાઇટ વિશ્વનો  અત્યારસુધીનો  સૌથી મોંઘો એટલે કે ૧૩ અબજ અમેરિકન ડોલરના ખર્ચે બનેલો છે.નિસાર સેટેલાઇટ આમ તો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ  છે. સાથોસાથ એસ બેન્ડ રાડાર અને એલ બેન્ડ રાડાર એમ બે રાડાર ધરાવતો વિશ્વનો પ્રથમ સેટેલાઇટ પણ છે.

 નિસારની સૌથી મોટી અને મહત્વની ટેકનોલોજી એ છે કે તે દર ૧૨ દિવસે પૃથ્વીના વિશાળ ગોળાનો વિશિષ્ટ નકશો તૈયાર કરીને મોકલશે. 

 *  નિસાર સેટેલાઇટનો મુખ્ય હેતુ ઃ અંતરિક્ષમાં કેટલા અંતરે રહીને સંશોધન કરશે ? 

નિસારનો મુખ્ય હેતુ પૃથ્વીના વિરાટ ગોળામાં અને  તેની આબોહવામાં  થઇ રહેલા અકળ અને ચિંતાજનક પરિવર્તનનો (ક્લાઇમેટ  ચેન્જીસ) સંશોધનાત્મક અભ્યાસ  કરવાનો  છે. 

નિસાર પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં એટલે કે   ૭૪૭ કિલોમીટરના અંતરે  ત્રણ વર્ષ સુધી રહીને પૃથ્વીના વિશાળ ગોળાનું સુક્ષ્મ નિરીક્ષણ કરીને ઉપયોગી માહિતી આપશે. ફોડ પાડીને કહીએ તો નિસાર દર ૧૨ દિવસે પૃથ્વીનો વિશિષ્ટ નકશો તૈયાર કરશે.  

 * નિસાર સેટેલાઇટમાંના ઇસરોના રાડારની વિશિષ્ટ ટેકનોલોજી કઇ છે  ? 

ઇસરોની સહયોગી સંસ્થા સ્પેસ એપ્લિકેશન સેન્ટર(એસએસી–સેક– અમદાવાદ)ના ડાયરેક્ટર  નીલેશ કુમાર દેસાઇએ ગુજરાત સમાચારને વિશેષ   માહિતી  આપતાં  કહ્યું છે કે   નિસાર સેટેલાઇટમાં વિશ્વની સૌથી આધુનિક રાડાર સિસ્ટમ ગોઠવવામાં આવી છે. આ રાડાર સિસ્ટમ છે ,એલ બેન્ડ સિન્થેટિક એપર્ચર ઇન્સ્ટ્રુમેન્ટ રાડાર  નાસા દ્વારા,  જ્યારે  એસ બેન્ડ  સિન્થેટિક એપર્ચર ઇન્સ્ટ્રુમેન્ટ રાડાર(એસ.એ.આર.)  વૈજ્ઞાનિક ઉપકરણની સમગ્ર રચના   ઇસરો– સેક દ્વારા બનાવવામાં આવી છે. 

આ જ રાડાર સિસ્ટમની ટેકનોલોજીથી નિસાર અંતરિક્ષમાંથી  પૃથ્વીનો સચોટ અને અતિ સુક્ષ્મ  નકશો તૈયાર કરશે. પૃથ્વીના  આ નકશામાં જંગલો, પર્વતો, મહાસાગરો, નદીઓ,બરફીલા પર્વતોમાં  થતી ગતિવિધિઓની ઉપયોગી માહિતી અને ઇમેજીસ હશે. 

 *  એસ બેન્ડ પ્રોજેક્ટના  એસોસિયેટેડ  ડાયરેક્ટર  પણ હિમાંશુ પટેલ છે, જે સમસ્ત ગુજરાત માટે ગૌરવરૂપ છે.

હિમાંશુ પટેલે  બેંગલુરુથી  ગુજરાત સમાચારને કહ્યું  છે કે  નિસારનાં તમામ વૈજ્ઞાનિક ઉપકરણો નું  ટેકનિકલ પરીક્ષણ  સંપૂર્ણપણે પૂરું થઇ ગયું છે. હવે આવતીકાલ ે બેંગલુરુમાં  યોજાનારા     એક   ખાસ સમારોહમા ંનિસાર સેટેલાઇટની કામગીરી શરૂ થવાની સત્તાવાર જાહેરાત થશે. સાથોસાથ નિસાર દ્વારા મોકલવામાં આવેલી અદભુત અને વિશિષ્ટ ઇમેજીસ(છબી) પણ જાહેર કરવામાં આવશે. 

*  વિશ્વનો પહેલો પ્રયોગ ઃ  નિસાર દ્વારા ભૂકંપનો સંકેત આપી શકાશે ઃ 

નિસાર  વિશ્વનો પહેલો સેટેલાઇટ હશે જેના દ્વારા પૃથ્વીના વિરાટ ગોળાના પેટાળમાં થતી અકળ અને ભયંકર ગતિવિધિનો પણ સંકેત મળી શકશે. એટલે કે પૃથ્વીના ભૂગર્ભમાંના મહાકાય ભૂખંડોમાં કોઇ જોખમી હિલચાલ થતી હોય તો તેના મહત્વના ડેટા મળશે. આ જ ડેટાના ગહન અભ્યાસ દ્વારા ધરતીકંપનો સંકેત આપી શકાશે. સમગ્ર વિશ્વમાં આ  પ્રકારનો પહેલો પ્રયોગ હશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ધ્રાંગધ્રાના વાવડી ગામે પાવરગ્રીડ કંપની અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ | Clashes between power grid company …

ધ્રાંગધ્રાના વાવડી ગામે પાવરગ્રીડ કંપની અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ | Clashes between power grid company ...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

32 વર્ષના ટ્રાવેલ ઈન્ફ્લુએન્સર અનુનય સૂદનું અમેરિકામાં રહસ્યમય મોત

આપણે દેહને ઓળખવાના પાટીયાને બદલે ‘હું શુધ્ધ આત્મા છું’ તેવી ઓળખ કેળવીએ | Instead of identifying with…

આપણે દેહને ઓળખવાના પાટીયાને બદલે 'હું શુધ્ધ આત્મા છું' તેવી ઓળખ કેળવીએ | Instead of identifying with...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોનથા વાવાઝોડાએ રૌદ્ર રૂપ ધારણ કર્યું, 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન, રેડ ઍલર્ટ જાહેર | cyclone montha…

મોનથા વાવાઝોડાએ રૌદ્ર રૂપ ધારણ કર્યું, 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન, રેડ ઍલર્ટ જાહેર | cyclone montha…

8 months ago
જોરાવરનગરમાં કાર ચાલકે યુવકને અડફેટે લેતા ગંભીર ઇજા | A young man was seriously injured after being …

જોરાવરનગરમાં કાર ચાલકે યુવકને અડફેટે લેતા ગંભીર ઇજા | A young man was seriously injured after being …

1 year ago
‘ઘરેલુ રાજકીય સંકટથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ’, ભારતે પાકિસ્તાનના આરોપોને ફગાવ્યા | india rejected pak…

‘ઘરેલુ રાજકીય સંકટથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ’, ભારતે પાકિસ્તાનના આરોપોને ફગાવ્યા | india rejected pak…

8 months ago
શહેરના મોટાભાગના રોડ બંધ કરાતા વાહન ચાલકો ત્રાહિમામ | Drivers are stranded as most of the city roads…

શહેરના મોટાભાગના રોડ બંધ કરાતા વાહન ચાલકો ત્રાહિમામ | Drivers are stranded as most of the city roads…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News