
– આરોપીને ધરપકડનું કારણ ના જણાવવું એ તેના જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનો ભંગ
– આરોપીને સમજાય તેવી ભાષામાં લેખિતમાં કારણ નહીં જણાવાય તો ધરપકડ અને ત્યાર પછીના રિમાન્ડ ગેરકાયદે ઠરશે ઃ સુપ્રીમ
– બંધારણની કલમ 22(1)નો આશય આરોપીને ધરપકડ, રિમાન્ડને પડકારવા અથવા જામીન માટે કાયદાકીય સલાહ લેવા સક્ષમ બનાવવાનો
Supreme Court News : સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક ઐતિહાસિક ચૂકાદામાં જણાવ્યું હતું કે, કોઈપણ એજન્સી દ્વારા કોઈપણ ગુના હેઠળ ધરપકડ કરાયેલી વ્યક્તિને ધરપકડ માટેનું કારણ તેને સમજાય તેવી ભાષામાં લેખિતમાં આપવું ફરજિયાત છે. સુપ્રીમ કોર્ટનો આ ચૂકાદો વ્યક્તિગત સ્વતંત્રતા માટેના બંધારણીય રક્ષણને મજબૂત બનાવશે. સુપ્રીમે કહ્યું કે, માત્ર પીએમએલએ અથવા યુએપીએ જેવા વિશેષ કાયદા હેઠળ જ નહીં, પરંતુ આઈપીસી-બીએનએસ હેઠળ દરેક ગુનામાં ધરપકડ સમયે આરોપીને ધરપકડનું કારણ લેખિતમાં જણાવવું ફરજિયાત છે.










