
– વિશ્વનો સૌથી આધુનિક સેટેલાઇટ : ભૂકંપનો સંકેત આપવાનો દુનિયાનો પહેલો પ્રયોગ
– દર 12 દિવસે પૃથ્વીનો નકશો મોકલશે જેમાં જંગલો, પર્વતો, મહાસાગરો, નદીઓ,બરફીલા પર્વતોમાં થતી ગતિવિધિઓની માહિતી-ઇમેજીસ હશે
– નાસાની ટીમ બેંગલુરુ પહોંચી ગઈ છે
– નિસાર દ્વારા મોકલાયેલી પૃથ્વીની વિશિષ્ટ તસવીરો બેંગલુરુમાં જાહેર થશે
નવી દિલ્હી/મુંબઇ: નિસાર સેટેલાઇટ આવતીકાલ શુક્રવાર, ૨૦૨૫ની ૭, નવેમ્બરે તેનું સંશોધનકાર્ય શરૂ કરશે. નિસાર સેટેલાઇટમાંનાં તમામ વૈજ્ઞાનિક ઉપકરણો તેની કામગીરી કરવા સંપૂર્ણપણે સક્ષમ છે તે વિશેની બધી ે ટેકનિકલ માહિતી મળી ગઇ છે.










