![]()
વડોદરા,મકરપુરા તરસાલી રિંગ રોડ પર મોડીરાતે નશેબાજ લોકો દારૃ પીને મસ્તી કરતા હતા. પોલીસ સ્તળ પર પહોંચતા જ તેઓ ભાગવા લાગ્યા હતા. જે પૈકી એકને પોલીસે ઝડપી પાડયો છે.
મકરપુરા તરસાલી રિંગ રોડ અમૃત ઇલાયચી નામની દુકાન પાસે જોરજોરથી ગાયનો વાગે છે અને દારૃ પીને નાટક કરે છે. તેવી માહિતીના આધારે પોલીસે સ્થળ પર જઇને તપાસ કરતા ચાર થી પાંચ લોકો ઉભા હતા. પોલીસને જોઇને તેઓ ભાગવા લાગ્યા હતા. જે પૈકી એક વ્યક્તિ પોતાની કારમાં બેસી ગયો હતો. તેને નીચે ઉતારીને પૂછતા તેણે પોતાનું નામ વિજય જેસીંગભાઇ પરમાર (રહે. ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, વડસર બ્રિજ પાસે, માંજલપુર) જણાવ્યું હતું. કારની સીટ પરથી દારૃની બોટલો મળી આવી હતી. જેથી, પોલીસે તેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ભાગી ગયેલા અન્ય વ્યક્તિઓની પણ તપાસ શરૃ કરી છે. પકડાયેલો આરોપી પ્રોવિઝન સ્ટોર ચલાવે છે.










