gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉત્તર ગુજરાતમાં જીનિંગ ઉદ્યોગનો આથમતો સૂરજ, કડીમાં 115માંથી 60 જીનિંગ બંધ થયા | kadi ginning mills s…

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in GUJARAT
0 0
0
ઉત્તર ગુજરાતમાં જીનિંગ ઉદ્યોગનો આથમતો સૂરજ, કડીમાં 115માંથી 60 જીનિંગ બંધ થયા | kadi ginning mills s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

North Gujarat News: એક સમયે ગુજરાતમાં કપાસના પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થતું હતું તેની સામે જીનિંગ ઉદ્યોગો પણ રાતદિવસ ધમધમતા હતા. પરંતુ છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં એમએસપી અને ઈમ્પોર્ટ ડ્યુટીના કારણે જીનિંગ ઉદ્યોગને ખંભાતી તાળાં લાગી રહ્યાં છે. મહેસાણા જિલ્લાની એશિયા ખંડમાં કોટનની સિટી તરીકે ઓળખાતા કડીમાં 115 કપાસના જીનમાંથી 60 જીન બંધ થઈ જતા હાલમાં માત્ર 40 જેટલા જીન ડચતાં ખાતા ચાલી રહ્યાં છે. ગુજરાતના કુલ 800 જેટલી કોટન મીલમાંથી અંદાજે 50 ટકા જેટલા જીન બંધ થઈ ગયા છે. તેમજ 55 લાખ જેટલી કોટનની ગાંસડી એક્સપોર્ટ થવાને બદલે 45 લાખ જેટલી ગાંસડી ઈમ્પોર્ટ થવા લાગી છે. 

ગુજરાતના 800 પૈકી 50 ટકા જીન બંધ 

ગુજરાતમાં એમએસપી અને ઈમ્પોર્ટ ડ્યુટીના કારણે જીનિંગ ઉદ્યોગને ભારે અસર થઈ રહી છે, જીનિંગ ઉદ્યોગ બંધ થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. એમએસપી અને ઈન્પોર્ટ ડ્યુટી બંધ કરી હોવાથી વિદેશી કપાસ કોટન સસ્તુ પડે છે અને સ્વદેશી કપાસ કોટનના ભાવ ઊંચા રહે છે. ગુજરાતમાં કુલ 800 જેટલા કપાસના જીનમાંથી હાલ અંદાજે 50 ટકા જેટલા જીન બંધ થઈ ગયા છે. 

ગુજરાતમાં કપાસના પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થતા જીનો રાતદિવસ ધમધમતા હતા. મહેસાણા જિલ્લામાં કડી અને વિજાપુર જિલ્લામાં સૌથી વઘુ કપાસના જીનો હતા, જ્યાં આંધ્ર પ્રદેશ, સૌરાષ્ટ્ર, કર્ણાટક, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી ખેડૂતો કપાસ વેચવા માટે આવતા હતા. ત્યારે બે વર્ષ પહેલા 55 લાખ ગાંસડીઓ ભારતમાંથી એક્સપોર્ટ થતી હતી અને હવે એમએસપી અને ઈમ્પોર્ટ ડ્યુટી બંધ કરી હોવાની અસરથી કોટનની 55 લાખ ગાંસડીઓનું એક્પોર્ટ બંધ થઈ ગયું છે અને તેની સામે કોટનની 45 લાખ ગાંસડી ઈમ્પોર્ટ થવા લાગી છે. ઈમ્પોર્ટ કરાયેલી ગાંસડી 51 હજારમાં પડે છે, જ્યારે કડીમાં તૈયારી થયેલી ગાંસડી 54 હજારમાં પડે છે. જેના કારણે કડીની કેટલીક કપાસની જીનોને ખંભાતી તાળાં લાગ્યા છે અને સરકાર આ માટે કોઈ યોગ્ય પગલાં નહીં લે તો તમામ જીનો બંધ થઈ જેશે તેવી સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્રમાં પણ પહેલા જીનો હતા, પરંતુ સરકારની નીતિઓને કારણે તે બંધ થવા લાગ્યા છે. 

સરકાર આ અંગેના પગલાં લેવા ઈચ્છે તો, બિયારણ, ખાતર, દવાઓ નિઃશુલ્ક અથવા ઓછા ભાવે આપી શકાય, બિયારણમાં સુધારો લાવી શકાય, જેથી વધારે ઉતારો આવી શકે છે. પરંતુ સરકાર આ પ્રકારની નીતિઓને અવગણી અને માત્ર એમએસપી વધારીને કામ ચલાવશે તો આ સ્થિતિમાં કોઈ સુધારો નહીં આવે. 

એમએસપી એટલે શું ?

એમએસપી એટલે ‘મિનિમમ સપોર્ટ પ્રાઈઝ’ કે પછી ‘લધુતમ સમર્થન મૂલ્ય’, સરકાર પાકની એક લધુતમ કિંમત નક્કી કરે છે તેને એમએસપી કહેવામાં આવે છે. જો બજારમાં પાકની કિંમત ઓછી પણ થઈ જાય તો પણ સરકાર ખેડૂતને એમએસપીના હિસાબે જ પાકની ચૂકવણી કરશે. 

ઊંચી એમએસપી અને ઈમ્પોર્ટ ડ્યુટી બંધ થતા અસર  ગુજરાત જીનિંગ એસોસિએશનના સેક્રેટરી

ગુજરાત જીનિંગ એસોસિએશનના સેક્રેટરી શૈલેષ પટેલે જણાવ્યું કે, ઊંચી એમએસપી અને ઈમ્પોર્ડ ડ્યુટી બંધ કરી હોવાના કારણે બહારથી આવતું કોટન 50-51 હજારમાં પડતર થાય છે, જ્યારે જ્યારે અહીંના કોટનની પડતર કિંમત જ 5૩-54 હજાર થાય છે, જેના કારણે જીન ચલાવવી મુશ્કેલ છે, આ સ્થિતિમાં કોઈ સુધારો નહીં આવે તો તમામ જીનો બંધ થઈ જશે. જ્યારે આરસીએમ (રિવર્સ ચાર્જ મિકેનિઝમ) ભરવાના કારણે સરકારમાં પૈસા રોકાઈ જાય છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા ઝુંબેશ: 44 બાળકોનું કરાયું રેસ્ક્યૂ, 5 મહિલા સહિત 20ને ભિક્ષુક ગ…
GUJARAT

અમદાવાદને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા ઝુંબેશ: 44 બાળકોનું કરાયું રેસ્ક્યૂ, 5 મહિલા સહિત 20ને ભિક્ષુક ગ…

June 22, 2026
સરકાર ન માનતા હવે ખેડૂતો ‘દ્વારકાધીશ’ને કરશે ફરિયાદ: વીજલાઇન વળતર મુદ્દે કિસાન કોંગ્રેસ યોજશે 500 કિ…
GUJARAT

સરકાર ન માનતા હવે ખેડૂતો ‘દ્વારકાધીશ’ને કરશે ફરિયાદ: વીજલાઇન વળતર મુદ્દે કિસાન કોંગ્રેસ યોજશે 500 કિ…

June 22, 2026
“અમારી બહેનો આતંકવાદી નથી!”: 4 મહિનાથી ઇન્સેન્ટિવ ન મળતા આશા વર્કરોનો આક્રોશ, પોલિયો કામગીરીનો બહિષ્…
GUJARAT

“અમારી બહેનો આતંકવાદી નથી!”: 4 મહિનાથી ઇન્સેન્ટિવ ન મળતા આશા વર્કરોનો આક્રોશ, પોલિયો કામગીરીનો બહિષ્…

June 22, 2026
Next Post
ખેડૂતો માટેના સહાય પેકેજ સામે ભાજપમાં જ અસંતોષ! અમરેલીમાં નારાજ નેતાનું રાજીનામું | Amreli BJP Leade…

ખેડૂતો માટેના સહાય પેકેજ સામે ભાજપમાં જ અસંતોષ! અમરેલીમાં નારાજ નેતાનું રાજીનામું | Amreli BJP Leade...

અપહરણ અને મારામારીના કેસમાં બે આરોપીઓની આગોતરા અદાલતે ફગાવી | Vadodara Court rejects advance plea of…

અપહરણ અને મારામારીના કેસમાં બે આરોપીઓની આગોતરા અદાલતે ફગાવી | Vadodara Court rejects advance plea of...

વડોદરાના તાપમાનમાં સતત ઘટાડો : 24 કલાકમાં પારો એક ડિગ્રી ગગડયો, ઠંડીનો ચમકારો | Continuous drop in t…

વડોદરાના તાપમાનમાં સતત ઘટાડો : 24 કલાકમાં પારો એક ડિગ્રી ગગડયો, ઠંડીનો ચમકારો | Continuous drop in t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારની મંજૂરી વિના જમીન વેચનાર સામેના કેસ પડતા મૂકાશે, ગુજરાત સરકાર લેન્ડ રેવન્યૂ બિલમાં કરશે સુધાર…

સરકારની મંજૂરી વિના જમીન વેચનાર સામેના કેસ પડતા મૂકાશે, ગુજરાત સરકાર લેન્ડ રેવન્યૂ બિલમાં કરશે સુધાર…

1 year ago
સર્વિસ રોડને પહોળો કરવામાં ૪૦૦થી વધુ વૃક્ષોનો ભોગ લેવાઇ જવાની ભીતિ | Fears that more than 400 trees …

સર્વિસ રોડને પહોળો કરવામાં ૪૦૦થી વધુ વૃક્ષોનો ભોગ લેવાઇ જવાની ભીતિ | Fears that more than 400 trees …

8 months ago
કેરળના મુખ્યમંત્રીની પુત્રી પર કરોડોની છેતરપિંડીનો આરોપ, કેન્દ્રએ કેસ ચલાવવાની મંજૂરી આપી | kerala c…

કેરળના મુખ્યમંત્રીની પુત્રી પર કરોડોની છેતરપિંડીનો આરોપ, કેન્દ્રએ કેસ ચલાવવાની મંજૂરી આપી | kerala c…

1 year ago
તિજોરીકી ચાવી દો,વરના સબકો માર ડાલેંગે પાટોદના ફાર્મહાઉસમાં લૂંટારૃઓ ત્રાટક્યા | decoit in farm hous…

તિજોરીકી ચાવી દો,વરના સબકો માર ડાલેંગે પાટોદના ફાર્મહાઉસમાં લૂંટારૃઓ ત્રાટક્યા | decoit in farm hous…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News