gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

MSUનો પદવીદાન સમારોહ, કોઈને નવ તો કોઈને 6 ગોલ્ડ મેડલ, જાણો ગોલ્ડમેડાલિસ્ટોએ શું કહ્યું | MSU graduat…

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in GUJARAT
0 0
0
MSUનો પદવીદાન સમારોહ, કોઈને નવ તો કોઈને 6 ગોલ્ડ મેડલ, જાણો ગોલ્ડમેડાલિસ્ટોએ શું કહ્યું | MSU graduat…
1
VIEWS
Share on FacebookShare on Twitter

M S Uninversity : એમ.એસ.યુનિવર્સિટીના 74મા પદવીદાન સમારોહમાં ટેકનોલોજી ફેકલ્ટીના સિવિલ એન્જિનિયરિંગના બીઈના વિદ્યાર્થી ઋષિ ચોટાલિયાને સૌથી વધારે નવ ગોલ્ડ મેડલ મળ્યા હતા.

 તેણે એક વાતચીતમાં કહ્યું હતું કે, હું સુરત નજીક કોસંબાનો રહેવાસી છું. અભ્યાસ કરતો  હતો ત્યારે ભણવામાં મહેનત તો કરતો હતો પણ  ગોલ્ડ મેડલનો વિચાર નહોતો કર્યો. મને સિવિલ એન્જિનિયરિંગનુ મહત્તમ જ્ઞાન મળે તેના પર જ મારું ફોકસ હતું. એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીને ગુજરાતની શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કોલેજ કહી શકાય તેવો મારો અનુભવ રહ્યો છે. ઋષિએ આગળ જણાવ્યું હતું કે, અભ્યાસમાં હોસ્ટેલમાં મને મિત્રોનો પણ સાથ સહકાર મળ્યો હતો. મારું માનવું છે કે, કોઈ પણ વિષયનો અભ્યાસ કરો પણ તેમાં 100 ટકા યોગદાન આપીને મહેનત કરો તો સફળતા મળે છે. ગુજરાત સરકારમાં નોકરી કરવી છે એટલે જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું. પિતા કોન્ટ્રાક્ટર છે અને માતા ગૃહિણી છે.

ખેડૂતની દીકરીએ કોચિંગ ક્લાસ વગર પાંચ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા

સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં એમકોમમાં પાંચ ગોલ્ડ મેડલ મેળવનાર પ્રવિણા ધીરુભાઈ સિસારા મહુઆ નજીકના નાનકડા ગામની રહેવાસી છે અને તેના પિતા ખેડૂત છે. તેણે કહ્યું હતું કે, મારી સ્કૂલના શિક્ષકે મને એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે સૂચન કર્યું હતું. મેં બીકોમ પણ અહીંથી જ કર્યું છે. બીકોમ અને એમકોમમાં મેં કોચિંગ ક્લાસ કર્યા નહોતા. હું તમામ લેકચર નિયમિત રીતે એટેન્ડ કરતી હતી. અધ્યાપકો તરફથી તમામ પ્રકારનું માર્ગદર્શન મળતું હતું અને મેં પણ અભ્યાસમાં મહેનત કરી હતી. હું આગળ પીએચડી કરવા માગું છે.

દોઢ વર્ષ સુધી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ આર્ટસમાં ગુજરાતી વિભાગમાં પ્રવેશ લીધો અને ચાર ગોલ્ડ મેડલ મળ્યા 

આર્ટસ ફેકલ્ટીના ગુજરાતી વિભાગમાં એમએની ડિગ્રી સાથે ચાર ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર હિરેન મૂળે અમરેલીનો છે અને તેના પિતા હીરા ઘસે છે. તેણે કહ્યું હતું કે, પહેલા તો મેં એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં ટેક્સટાઈલ એન્જિનિયરિંગમાં પ્રવેશ લીધો હતો. જોકે મારો પહેલો પ્રેમ ગુજરાતી ભાષા હતી. દોઢ વર્ષ પછી મેં એન્જિનિયરિંનો અભ્યાસ છોડીને ગુજરાતી વિષયમાં બીએ કરવા માટે આર્ટસમાં પ્રવેશ લીધો હતો. તે વખતે માતા પિતાને ચિંતા થોડી ચિંતા પણ થઈ હતી. જોકે બીએ બાદ હવે એમએનો અભ્યાસ પૂરો થયા બાદ હું અત્યારે પીએચડી કરી રહ્યો છું. મારી બે નવલકથા પણ પ્રકાશિત થઈ ચૂકી છે. ટુંકી વાર્તાઓનો સંગ્રહ આગામી વર્ષે પ્રકાશિત થશે. ભવિષ્યમાં અધ્યાપક બનવા માગુ છું. ગુજરાતી ભાષા પર ગ્લોબલાઈઝેશનની અસર દેખાઈ રહી છે.

મેડિકલની વિદ્યાર્થિનીને 6 ગોલ્ડ મેડલ 

મેડિકલની વિદ્યાર્થિની પ્રાંજલ રાજપૂતને 6 ગોલ્ડ મેડલ એનાયત થયા હતા. મૂળે નડિયાદની વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે, મેં મહેનત કરી હતી પણ ગોલ્ડ મેડલની આશા નહોતી રાખી. મહેનત કરવાથી સારુ ફળ મળે જ છે તેવું મારું માનવું છે. પ્રાંજલના પિતા નડિયાદમાં પરચૂરણ કામ કરે છે. તેની બહેન એમટેકનો અભ્યાસ કરી રહી છે.

પહેલા સેમેસ્ટરથી પહેલી રેન્ક આવતી હતી

ટેકનોલોજી ફેકલ્ટીના મેટલર્જી વિભાગના બીઈના વિદ્યાર્થી વિનાયક જોષીને પાંચ ગોલ્ડ મેડલ મળ્યા છે. તેણે કહ્યું હતું કે, હું પહેલા સેમેસ્ટરથી પહેલી રેન્ક મેળવતો આવ્યો છું. જોકે મારું ધ્યેય ગોલ્ડ મેડલ મેળવવાનું નહોતું. મારા ભાઈએ પણ મેટલર્જીમાં ડિગ્રી મેળવી હોવાથી મને પણ મેટલર્જીનો અભ્યાસ કરવાની પ્રેરણા મળી છે. ટેકનોલોજી ફેકલ્ટીમાં અભ્યાસનો અનુભવ ઘણો સારો રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પૂ.મોરારીબાપુ દ્વારા શકરપુરા ગામની સ્વ. દીકરીઓને અપાયેલી શ્રદ્ધાંજલિથી ગામલોકો ભાવુક
GUJARAT

પૂ.મોરારીબાપુ દ્વારા શકરપુરા ગામની સ્વ. દીકરીઓને અપાયેલી શ્રદ્ધાંજલિથી ગામલોકો ભાવુક

September 6, 2026
પૂ.મોરારીબાપુ દ્વારા શકરપુરા ગામની સ્વ. દીકરીઓને અપાયેલી શ્રદ્ધાંજલિથી ગામલોકો ભાવુક
GUJARAT

પૂ.મોરારીબાપુ દ્વારા શકરપુરા ગામની સ્વ. દીકરીઓને અપાયેલી શ્રદ્ધાંજલિથી ગામલોકો ભાવુક

September 6, 2026
Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
Next Post
ઓખાની ફિશીંગ બોટ પર મધદરિયે અંધાધુંધ ફાયરિંગ કરીને 8 માછીમારોના અપહરણ | 8 fishermen kidnapped after …

ઓખાની ફિશીંગ બોટ પર મધદરિયે અંધાધુંધ ફાયરિંગ કરીને 8 માછીમારોના અપહરણ | 8 fishermen kidnapped after ...

સિહોર શહેર ભાજપના લેટરકાંડ અંગે સીટ (SIT) દ્વારા તપાસ કરી તથ્યો બહાર લાવવા જયરાજસિંહ મોરીની માંગ

સિહોર શહેર ભાજપના લેટરકાંડ અંગે સીટ (SIT) દ્વારા તપાસ કરી તથ્યો બહાર લાવવા જયરાજસિંહ મોરીની માંગ

મોરબીથી બાંટવા જતી ST બસને નડ્યો અકસ્માત, ધોરાજી નજીક બસ પલટી જતાં 20 મુસાફરોને ઈજા | 20 passengers …

મોરબીથી બાંટવા જતી ST બસને નડ્યો અકસ્માત, ધોરાજી નજીક બસ પલટી જતાં 20 મુસાફરોને ઈજા | 20 passengers ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવો ચાર મહિનાની ટોચે : 0.52 ટકા | Wholesale inflation hits four month high in A…

ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવો ચાર મહિનાની ટોચે : 0.52 ટકા | Wholesale inflation hits four month high in A…

12 months ago
ડિજિટલ ગુજરાતના દાવાઓ વચ્ચે રસ્તો ભૂલી ગયેલી RTO વેબસાઇટ: 2026માં પણ 2023નો ડેટા! | Gujarat Transpor…

ડિજિટલ ગુજરાતના દાવાઓ વચ્ચે રસ્તો ભૂલી ગયેલી RTO વેબસાઇટ: 2026માં પણ 2023નો ડેટા! | Gujarat Transpor…

4 months ago
અમદાવાદમાં AMTS કર્મીઓને અન્યાય, ટ્રિબ્યુનલનો હુકમ છતાં સીનિયરોને કાયમી કરવામાં ઠાગાઠૈયા | AMTS Cont…

અમદાવાદમાં AMTS કર્મીઓને અન્યાય, ટ્રિબ્યુનલનો હુકમ છતાં સીનિયરોને કાયમી કરવામાં ઠાગાઠૈયા | AMTS Cont…

4 months ago
જોડીયા નજીક બાલાચડી ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતાં 6 શખ્સો ઝડપાયા: જામનગર એલ.સી.બી.ની કાર્યવાહી…

જોડીયા નજીક બાલાચડી ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતાં 6 શખ્સો ઝડપાયા: જામનગર એલ.સી.બી.ની કાર્યવાહી…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News