
કુપવાડામાં સૈન્ય દ્વારા મોટુ ઓપરેશન પાર પડાયું
ઝડપાયેલા શંકાસ્પદો પાસેથી હથિયારો મળી આવ્યા ઘાટીના તમામ જિલ્લાઓમાં પોલીસ દ્વારા દરોડા પડાયા
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સૈન્યએ પાકિસ્તાની આતંકીઓની ઘૂસણખોરી નિષ્ફળ બનાવી દીધી છે. સાથે જ જવાનોએ બે અજાણ્યા આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જવાનો પહેલાથી જ એલર્ટ હતા જેને કારણે આ સફળતા મળી હતી. કેરન સેક્ટરમાં અચાનક જ આતંકીઓ દ્વારા ગોળીબાર શરૂ કરી દેવાયો હતો જે બાદ વળતા જવાબમાં સૈન્ય દ્વારા કાર્યવાહી કરાઇ હતી.










