gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીમાં AQI 425 પહોંચતા ગ્રેપ-3 લાગુ, શ્વાસ લેવો પણ મુશ્કેલ, શાળા-કોલેજો બંધ થઈ શકે! | delhi air p…

G METRO NEWS by G METRO NEWS
November 11, 2025
in INDIA
0 0
0
દિલ્હીમાં AQI 425 પહોંચતા ગ્રેપ-3 લાગુ, શ્વાસ લેવો પણ મુશ્કેલ, શાળા-કોલેજો બંધ થઈ શકે! | delhi air p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi NCR GRAP-3 Imposed: દિલ્હી-એનસીઆરમાં ઠંડીની શરૂઆત થતાં જ પ્રદૂષણનું સ્તર પણ દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે. તેની અસર ઓછી કરવા માટે થોડા દિવસો પહેલાં કૃત્રિમ વરસાદ પણ કરાવવામાં આવ્યો હતો, પરંતુ તેનાથી પણ ખાસ રાહત મળી નહોતી. વધતા વાયુ પ્રદૂષણની સ્થિતિ સુધરવાનું નામ નથી લઈ રહી.

CAQM દ્વારા GRAP-3 લાગુ

વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને, વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ (CAQM)એ GRAP-3 (ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન સ્ટેજ 3) લાગુ કરવાનો નિર્ણય લીધો છે. રાજધાનીમાં હવાની ગુણવત્તા અત્યંત ખરાબ થઈ જતાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 425 સુધી પહોંચી ગયો છે.

હવે, હવાની કથળતી ગુણવત્તાને કારણે અહીં ઘણી વસ્તુઓ પર પ્રતિબંધ લાગુ થઈ શકે છે. રાજ્ય સરકારો ટૂંક સમયમાં શાળાઓ બંધ કરવા અથવા તો તેને હાઇબ્રિડ મોડ (Hybrid Mode) કે પછી ઘરેથી ઓનલાઇન અભ્યાસ કરાવવાનો નિર્ણય લઈ શકે છે.

GRAP શું છે?

GRAPનો અર્થ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન થાય છે. આ યોજના વાયુ પ્રદૂષણના સ્તરને દર્શાવે છે, જેમ કે ખરાબ, ખૂબ ખરાબ, ગંભીર અને અતિ ગંભીર. GRAP લેવલ ત્યારે લાગુ કરવામાં આવે છે, જ્યારે શહેરની હવા વ્યક્તિના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે તેવી હોય. તેને વાયુ ગુણવત્તાના આધારે પ્રતિબંધો લગાવવા અને પ્રદૂષણ ઘટાડવા માટે ચોક્કસ પગલાં લેવા માટે અમલમાં મૂકવામાં આવે છે.

GRAP લેવલ કેટલા છે?

AQI લેવલ ગુણવત્તા GRAP લેવલ
0 થી 50 સારું (Good) –
51 થી 100 સંતોષકારક (Satisfactory) –
101 થી 200 મધ્યમ (Moderate) –
201 થી 300 ખરાબ (Poor) GRAP-1
301 થી 400 ખૂબ ખરાબ (Very Poor) GRAP-2
401 થી 450 ગંભીર (Severe) GRAP-3
450 થી વધુ ગંભીર પ્લસ (Severe Plus) GRAP-4

GRAP લાગુ થતાં આ બાબતો પર સૌથી પ્રતિબંધ લાગશે

– બિનજરૂરી બાંધકામ કામો અને ડીમોલીશન પર રોક લગાવવામાં આવશે.

– જૂના ડીઝલ વાહનોના પ્રવેશ પર રોક લગાવવામાં આવશે.

– સિમેન્ટ, રેતી જેવી વસ્તુઓ લાવવા-લઈ જવા પર રોક લાગશે.

– આંતરરાજ્ય ડીઝલ બસો પર રોક લગાવવામાં આવે છે.

– આ ઉપરાંત, ઈમરજન્સી સેવાઓ સિવાયના ડીઝલ જનરેટરો પર રોક લગાવવામાં આવે છે.

આ પણ વાંચો: દિલ્હી કાર બ્લાસ્ટનું ફરીદાબાદના દરોડા સાથે શું કનેક્શન? એજન્સીઓની તપાસમાં મોટા દાવા

– ધોરણ 5 સુધીની શાળાઓ બંધ કરીને ઑનલાઈન મોડમાં અભ્યાસ કરાવવામાં આવશે.

– કંપનીઓમાં વર્ક ફ્રોમ હોમ અથવા હાઇબ્રિડ મોડમાં કામ કરવાની સલાહ આપવામાં આવી શકે છે.

– આ ઉપરાંત, પ્રદૂષણ ફેલાવતા ઈંધણ, જેમ કે કોલસો અને લાકડાનો ઉપયોગ કરતા ઔદ્યોગિક કામો, ઈંટના ભઠ્ઠાઓ અને હોટલોના ખુલ્લા ભોજનાલયો પર પણ પ્રતિબંધ લગાવવામાં આવે છે, જેથી ધૂળ અને ધુમાડો તરત ઓછો કરી શકાય.

સુપ્રીમ કોર્ટનો નિર્ણય

ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે જો AQI 350ને પાર કરે, તો તે GRAP-3 લાગુ કરવાનો આધાર બનશે. સોમવારે જ દિલ્હીની એર ક્વોલિટી 391 પહોંચી ગયો હતો, પરંતુ ત્યારે GRAP-3ની જાહેરાત કરવામાં આવી નહોતી. જોકે, મંગળવારે CAQM દ્વારા GRAP-3 લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. GRAP-3 લાગુ થયા બાદ શૈક્ષણિક સંસ્થાઓ, શાળાઓ, કૉલેજો અને કોચિંગ સંસ્થાઓને બંધ કરવા અંગે નિર્ણય લેવાઈ શકે છે.

દિલ્હીમાં AQI 425 પહોંચતા ગ્રેપ-3 લાગુ, શ્વાસ લેવો પણ મુશ્કેલ, શાળા-કોલેજો બંધ થઈ શકે! 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2026 સુધી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો, જાણો કેમ લીધો નિર્ણય | Sugar Exp…
INDIA

કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2026 સુધી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો, જાણો કેમ લીધો નિર્ણય | Sugar Exp…

May 14, 2026
NEET ખતમ કરો અને 12મા ધોરણના માર્ક્સના આધારે એડમિશન આપો, પેપર લીક મુદ્દે CM વિજયે ઊઠાવ્યા સવાલ | Scr…
INDIA

NEET ખતમ કરો અને 12મા ધોરણના માર્ક્સના આધારે એડમિશન આપો, પેપર લીક મુદ્દે CM વિજયે ઊઠાવ્યા સવાલ | Scr…

May 14, 2026
દિલ્હીમાં ફરી હચમચાવતી ઘટના, બસમાં મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ, ડ્રાઈવર-કંડક્ટરની ધરપકડ | Delhi Poli…
INDIA

દિલ્હીમાં ફરી હચમચાવતી ઘટના, બસમાં મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ, ડ્રાઈવર-કંડક્ટરની ધરપકડ | Delhi Poli…

May 14, 2026
Next Post
નસવાડી-જબુગામ હાઇવે પર ‘વિકાસ’ના નામે હાલાકી: આડેધડ વૃક્ષો કપાતા કલાકો સુધી ટ્રાફિક જામ, અધિકારીઓ ‘ગ…

નસવાડી-જબુગામ હાઇવે પર 'વિકાસ'ના નામે હાલાકી: આડેધડ વૃક્ષો કપાતા કલાકો સુધી ટ્રાફિક જામ, અધિકારીઓ 'ગ...

દિલ્હી કાર બ્લાસ્ટનું ફરીદાબાદના દરોડા સાથે શું કનેક્શન? એજન્સીઓની તપાસમાં મોટા દાવા | delhi bomb bl…

દિલ્હી કાર બ્લાસ્ટનું ફરીદાબાદના દરોડા સાથે શું કનેક્શન? એજન્સીઓની તપાસમાં મોટા દાવા | delhi bomb bl...

વલસાડ SOGની સફળતા: વાપીમાંથી ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યો | Valsad SOG Arrests Banglad…

વલસાડ SOGની સફળતા: વાપીમાંથી ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યો | Valsad SOG Arrests Banglad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આત્મહત્યા કરનાર IPS અધિકારીની સ્યુસાઈડ નોટ મળી, ટોચના અધિકારીઓ સામે જાતિગત ભેદભાવનો આરોપ | haryana i…

આત્મહત્યા કરનાર IPS અધિકારીની સ્યુસાઈડ નોટ મળી, ટોચના અધિકારીઓ સામે જાતિગત ભેદભાવનો આરોપ | haryana i…

7 months ago
વડનગરનો ભેજાબાજ તબેલામાં ઊંઘતો હતો ત્યારે પોલીસે દબોચી લીધો

વડનગરનો ભેજાબાજ તબેલામાં ઊંઘતો હતો ત્યારે પોલીસે દબોચી લીધો

8 months ago
હવે ટોલ પ્લાઝા પર ઊભા નહીં રહેવું પડે, એક વર્ષમાં થશે કાયાપલટ: સંસદમાં ગડકરીની જાહેરાત | Toll Plazas…

હવે ટોલ પ્લાઝા પર ઊભા નહીં રહેવું પડે, એક વર્ષમાં થશે કાયાપલટ: સંસદમાં ગડકરીની જાહેરાત | Toll Plazas…

5 months ago
અહીયા બીજી વખત દેખાયો તો જીવતો નહીં છોડીએ | If you appear here again we won’t let you live

અહીયા બીજી વખત દેખાયો તો જીવતો નહીં છોડીએ | If you appear here again we won’t let you live

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News