
– બીજા અને અંતિમ તબક્કાની ચૂંટણીમાં વિક્રમજનક 69 ટકા મતદાન
– એક્ઝિટ પોલનાં અંદાજ મુજબ પ્રશાંત કિશોરની પાર્ટીનો નિરાશાજનક દેખાવ : શુક્રવારે મત ગણતરી
પટણા : બિહારમાં બીજા અને અંતિમ તબક્કાની ચૂંટણીમાં ૧૨૨ વિધાનસભા બેઠકો પર આજે વિક્રમજનક ૬૯ ટકા મતદાન થયું હતું. આ સાથે જ એક મહિનાથી ચાલી રહેલી ચૂંટણી કવાયતનો અંત આવ્યો છે.
બીજા અને અંતિમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થતાં જ આજે એક્ઝિટ પોલનાં તારણો જાહેર કરવામાં આવ્યા હતાં.










