મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજ સોનાના ભાવમાં આરંભમાં મંદી આગળ વધ્યા પછી બપોર પછી ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયા હતા. ચાંદીમાં પણ ઘટયા ભાવથી બજાર ઝડપી ઉંચકાઈ હતી. વિશ્વ બજારના સમાચાર કિંમતી ધાતુઓમાં નીચા ભાવથી ઉછાળો બતાવતા હતા.
વૈશ્વિક સોનામાં નીચા મતાળે ચીન સહિત વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોની ખરીદી વધ્યાના વાવડ હતા. વૈશ્વિક સોનાના ભાવ ઔંશનાી ૩૦૩૮થી ૩૦૩૯ વાળા આજે નીચામાં ૨૯૭૧થી ૨૯૭૨ થયા પછી ભાવ ઉછળી ઉંચામાં ૩૦૫૫થી ૩૦૫૬ થઈ ૩૦૧૯થી ૩૦૨૦ ડોલર રહ્યાના સમાચાર હતા.