અમદાવાદ, રવિવાર
અકસ્માતના ચાર બનાવમાં મહિલા સહિતા ચાર વ્યક્તિના મોત અને ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થઇ હતી. જેમાં સિંગરવા ભુવાલડી ગામ પાસે સાઇડમાં કામ કરતા મજૂરોને કાર ચાલકે ટક્કર લેતા અક મહિલાનુંં મોત થયું હતું અને ત્રણ ઘાયલ થયા હતા તેમજ દાણીલીમડામાં કાર રિવર્સ લેતા એક્ટિવા ટક્કરથી યુવકનું મોત નારોલમાં લોડિંગ રિક્ષાની ટક્કરથી ચાલતા જતા વૃદ્ધનું મોત થયું હતું. તેમજ હીરાવાડી પાસે બે ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત થતા યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. તેમજ દાણીલીમડામાં કાર રિવર્સ લેતા એક્ટિવા ચાલક યુવકનું મોત થયું હતું.
દાણીલીમડામાં કાર રિવર્સ લેતા યુવકનો ભોગ લેવાયો નારોલમાં લોડિંગની ટક્કરથી યુવકનું મોત, હીરાવાડી પાસે યુવકનું સારવાર દરમિયાન મૃત્યું
બહેરામપુરામાં રહેતો યુવ તા.૧૩ના રોજ એક્ટિવા લઇને ચેપિરોગની હોસ્પિટલ પાસેથી પસાર થતા હતા. ત્યારે એક કાર ચાલક કાર રિવર્સ લેતા ટક્કરથી છાતીના ભાગે વાગતા સારવાર દરમિયાન મોત થયું હતું. તેમજ નારોલમાં રહેતા વૃદ્ધ તા.૧૫ના રોજ શાકભાજી લઇ પરત આવતા હતા ત્યારે ગુજકોમાસોલ ચાર માળિયા પાસેથી ચાલતા પસાર થતા હતા તે સમયે લોડિંગની ટક્કરથી મોત થયું હતું.
તેમજ ગોમતીપુરમાં રહેતા યુવકે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તા.૫ના રોજ સબ મર્સિબલ પંપના કારખાને મજૂરીએ ગયા હતા અને કારખાનાનો સબ-મશબલ પંપ ખોલવાનો હોવાથી તેઓ કારીગર સાથે ટુ-વ્હીલર પર પક્કડ લેવા હીરાવાડી પાસે આવેલ દુકાને ગયા હતા. ત્યાંથી પરત આવતા હતા તે સમયે શૈલેષભાઇએ વાહન રોંગસાઇડમાં પૂરઝડપે ચલાવતા હતા હીરાવાડી તરફથી આવી રહેલા બે વાહન સામ સામે અથડાતાં માથું ડિવાઇડર સાથે અથડાતા તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે સિંગરવા ભુવાલડી પાસે રોડની સાઇટમાં મજૂરો કામ કરતા હતા. ત્યારે આજે બપોરના સમયે કારના ચાલકે ચાર મજૂરોને ટક્કર મારતા મહિલાનું મોત થયું હતુ અને ત્રણ લોકો ઘાયલ થયા હતા.










