gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આર્થિક સંકડામણના કારણે ગુજરાતમાં 25 દિવસમાં 6 ખેડૂતોનો આપઘાત, પેકેજની જાહેરાત છતાં અપમૃત્યુનો દોર | …

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in GUJARAT
0 0
0
આર્થિક સંકડામણના કારણે ગુજરાતમાં 25 દિવસમાં 6 ખેડૂતોનો આપઘાત, પેકેજની જાહેરાત છતાં અપમૃત્યુનો દોર | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Farm Crisis Deepens: ગુજરાતમાં આ વખતે માવઠાએ ખેડૂતોની માઠી દશા કરી છે. ઓચિંતા વરસેલાં વરસાદને લીધે રાજ્યમાં 42 લાખ હેક્ટરમાં ખેતીને નુકશાન પહોંચાડ્યું છે, જ્યારે 16 હજારથી વધુ ગામડાઓને ખેડૂતો અસરગ્રસ્ત થયાં છે. ખેતરોમાં ઊભા પાક ભોંયભેગાં થતાં ખેડૂતોના મોઢાંમાંથી જાણે કોળિયો છીનવી લેવાયો છે. આર્થિક રીતે તબાહ થયેલાં ખેડૂતો મજબૂરવશ થઈ જીવનલીલા સંકેલી રહ્યાં છે. છેલ્લાં એકાદ મહિનામાં ગુજરાતમાં કુલ મળીને છ ખેડૂતોએ આપઘાત કર્યો. આના પરથી ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ કેટલી હદે કથળી હશે તેનો અંદાજ લગાવી શકાય છે.

આર્થિક સંકડામણને લીધે ખેડૂતો અંતિમ પગલું ભરવા મજબૂર

માવઠાને લીધે પાક નિષ્ફળ જતાં આર્થિક સંકળામણના ભારથી ગુજરાતમાં વધુ એક ખેડૂતે આપઘાત કર્યો છે. વિસાવદરના ઈશ્વરીયા ગામમાં 42 વષીય ખેડૂત શૈલેષ સાવલિયાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યુ હતું. આ ખેડૂતે આઠ વીધા જમીનમાં મગફળીની સાથે સાથે ડુંગળી અને તુવેરનું વાવેતર કર્યું હતું. કમોસમી વરસાદ વરસતાં મગફળી અને તુવેરનો પાક ધોવાયો હતો. પાક નિષ્ફળ જતાં હવે કેવી રીતે દેવુ ચૂકવવું અને કેવી રીતે જીવન નિર્વાહ કરવો તે મુદ્દે ખેડૂત શૈલેષભાઈ મૂંઝવણમાં મૂકાયા હતાં. હવે આર્થિક રીતે બેઠાં થવાય તેવી સ્થિતિ નથી તેવું વિચારી તેણે ખેતરમાં ઝેરી દવા પીને મોતને વ્હાલ કર્યું હતું. ચિંતાજનક એછેકે, પાક નિષ્ફળ જતાં આર્થિક સંકડામણ અનુભવતાં ખેડૂતોએ એક પછી મોતને વ્હાલુ કરી રહ્યાં છે. 

અગાઉ રાજકોટ જિલ્લાના કોટડા સાંગણી તાલુકાના અરડોઈ ગામમાં 50 વર્ષિય ખેડૂત દીલીપ વિરિયાએ ઝેરી દવા પીને આપઘાત કરી હતી. જ્યારે વિંછીયા તાલુકાના રેવાણિયા ગામમાં 49 વર્ષિય ગફારભાઈ ઉનડે કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના રબારિકા ગામમાં 65 વર્ષિય વૃદ્ધ ખેડૂતે પણ આપઘાત કર્યો હતો. દેવભૂમિ દ્વારકામાં માનપુર ગામમાં 37 વર્ષિય કરશનભાઇ વાનોરિયાએ પણ આપઘાત કરી મોતને વ્હાલ કર્યું હતું.

રાજ્ય સરકારે 10 હજાર કરોડ રૂપિયાનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું છે, પરંતુ હજુ સુધી એકેય ખેડૂતને સહાયની કાણી પાઈ ચૂકવાઈ નથી. કૃષિ સહાય માટે ખેડૂતો ધરમધક્કા ખાઈ રહ્યાં છે પરંતુ સહાય ક્યારે મળશે તે હજુ કંઈ નક્કી નથી. કરોડોનું કૃષિ પેકેજ પણ ખેડૂતોને આર્થિક રીતે મદદરુપ થઈ શકે તેમ નથી.

આ પણ વાંચો: મોડાસામાં એમ્બ્યુલન્સમાં આગ લાગતાં 3ના મોત, બાળકને અમદાવાદ લઈ જતાં સમયે દુર્ઘટના

સરકારે જ ખિસ્સું કાપ્યું 

ખેડૂતોની એવી ફરિયાદ છે કે, મગફળીના બારદાનનું વજન 700 ગ્રામ હોય છે પણ કૃષિ વિભાગ બારદાનનું વજન એક કિલો ગણે છે. જેથી ખેડૂતને બોરી દીઠ 300 ગ્રામ મગફળી વધુ આપવી પડી રહી છે. જો 75 મણ મગફળી ખરીદવામાં આવે તો 72 બોરી દીઠ કુલ મળીને 22 કિલો મગફળી મફતમાં આપવી પડે જેની કિંમત સરેરાશ 1600 રૂપિયા ગણી શકાય. બીજી તરફ, સરકારે દાવો કર્યો છે કે, અત્યાર સુધી ટેકાના ભાવે કુલ 1.05 લાખ મગફળી ખરીદવામાં આવી છે, જેનુ મૂલ્ય 769 કરોડ રૂપિયા થવા જાય છે.  45 હજારથી વધુ ખેડૂતોએ મગફળીનું વેચાણ કર્યું છે છે.

7-12, 8-અના દાખલા મેળવવા ખેડૂતોની દોડધામ

કૃષિ સહાય પેકેજ માટે ખેડૂતોએ દોડધામ મચાવી છે. અરજી સાથે દસ્તાવેજ રજૂ કરવાના હોવાથી ૭-૧૨, ૭ અ ના દાખલા મેળવવા ખેડૂતો ગ્રામ પંચાયત દોડયાં છે જ્યાં લાઇન લાગી છે. તેમાં ય સર્વર ડાઉન થતાં દાખલા મેળવતાં ખેડૂતોને આંખે પાણી આવ્યુ છે. સર્વર ડાઉન થતાં ખેડૂતો કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવામાં મુશ્કેલી વેઠી રહ્યાં છે. આટલી દોડધામ પછી પણ સહાય મળશે કે કેમ તે હજુ નક્કી નથી.

પાટણ, ભાભર સહિત ઉત્તર ગુજરાતમાં ખાતરની ખેંચ 

ખેડૂતોની મુશ્કેલી ઓછી થવાનુ નામ લેતી નથી. હજુ તો કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવામાં ધાંધિયા થયાં છે. ત્યાં હવે રવિપાકના વાવેતર માટે ખેડૂતોને ખાતર મળતુ નથી. પાટણ-ભાભર સહિત અન્ય વિસ્તારોમાં ખાતરની કૃત્રિમ ખેંચ વર્તાઇ રહી છે. ખાતરના ડેપો પર ખેડૂતોની લાઈનો લાગી છે. કલાકો સુધી ઊભા રહ્યાં પછી માંડ એકાદ બેગ ખાતર મળી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તાતણીયા-કરજાળા નજીક સર્જાયેલા અકસ્માતમાં 2ના મોત, 1ને ઈજા | 2 killed 1 injured in accident near Tata…
GUJARAT

તાતણીયા-કરજાળા નજીક સર્જાયેલા અકસ્માતમાં 2ના મોત, 1ને ઈજા | 2 killed 1 injured in accident near Tata…

May 12, 2026
પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજે 3 શખ્સે યુવાનને છરીના ઘા ઝીંકી દીધા | 3 men stabbed a young man on the …
GUJARAT

પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજે 3 શખ્સે યુવાનને છરીના ઘા ઝીંકી દીધા | 3 men stabbed a young man on the …

May 12, 2026
વેકેશનમાં શિક્ષણ કાર્ય શરૃ રાખનાર 3 શાળાને ડીઇઓની નોટિસ | DEO notice to 3 schools for starting teach…
GUJARAT

વેકેશનમાં શિક્ષણ કાર્ય શરૃ રાખનાર 3 શાળાને ડીઇઓની નોટિસ | DEO notice to 3 schools for starting teach…

May 12, 2026
Next Post
પરિવારમાં અંદરોઅંદર વિવાદ મુદ્દે લાલુ યાદવની પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું | lalu yadav first r…

પરિવારમાં અંદરોઅંદર વિવાદ મુદ્દે લાલુ યાદવની પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું | lalu yadav first r...

કુખ્યાત નક્સલી કમાન્ડર ‘હિડમા’નું ઢીમ ઢાળી દેવાયું, પત્નીનું પણ એન્કાઉન્ટર; અનેક હુમલામાં હતો સામેલ …

કુખ્યાત નક્સલી કમાન્ડર 'હિડમા'નું ઢીમ ઢાળી દેવાયું, પત્નીનું પણ એન્કાઉન્ટર; અનેક હુમલામાં હતો સામેલ ...

બિહારમાં મુખ્યમંત્રી નહીં આ પદ માટે ભાજપ અને JDU વચ્ચે ખેંચતાણ, હવે દિલ્હીથી લેવાશે અંતિમ નિર્ણય! | …

બિહારમાં મુખ્યમંત્રી નહીં આ પદ માટે ભાજપ અને JDU વચ્ચે ખેંચતાણ, હવે દિલ્હીથી લેવાશે અંતિમ નિર્ણય! | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના વટવામાં ગમખ્વાર અકસ્માત, ડમ્પરના ટાયર નીચે કચડાતાં મોપેડચાલકનું ઘટનાસ્થળે મોત | Young Man …

અમદાવાદના વટવામાં ગમખ્વાર અકસ્માત, ડમ્પરના ટાયર નીચે કચડાતાં મોપેડચાલકનું ઘટનાસ્થળે મોત | Young Man …

5 days ago
શહેરના બગીચાઓ સિનિયર સિટિઝન્સ ફ્રેન્ડલી નથી | gardens of vadodara are not senior citizen friendly

શહેરના બગીચાઓ સિનિયર સિટિઝન્સ ફ્રેન્ડલી નથી | gardens of vadodara are not senior citizen friendly

3 weeks ago
સેન્સેક્સમાં છેલ્લી ઘડીના પ્રોફિટ બુકિંગે દિવસ દરમિયાનનો ઉછાળો ધોવાયો,50 પોઇન્ટ વધ્યો | Last minute …

સેન્સેક્સમાં છેલ્લી ઘડીના પ્રોફિટ બુકિંગે દિવસ દરમિયાનનો ઉછાળો ધોવાયો,50 પોઇન્ટ વધ્યો | Last minute …

3 months ago
અમદાવાદમાં શશિ થરુરે કહ્યું – યુનિવર્સિટીઓના શિક્ષણમાં શૈક્ષણિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિ સંકટમાં | …

અમદાવાદમાં શશિ થરુરે કહ્યું – યુનિવર્સિટીઓના શિક્ષણમાં શૈક્ષણિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિ સંકટમાં | …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News