gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં રખડતા ઢોરથી નિર્દોષ બાઈક ચાલકના મોત બાદ તંત્ર એક્શનમાં : ગેરકાયદે ઢોર વાડાનો સફાયો, 12000ન…

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં રખડતા ઢોરથી નિર્દોષ બાઈક ચાલકના મોત બાદ તંત્ર એક્શનમાં : ગેરકાયદે ઢોર વાડાનો સફાયો, 12000ન…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ માથાના દુખાવા સમાન બન્યો છે. રખડતા પશુઓએ કેટલાય નિર્દોષ લોકોને શિંગડે ચડાવ્યાના બનાવો બન્યા જ છે. જ્યારે તાજેતરમાં રસ્તા વચ્ચે આવેલા ઢોરના કારણે નિર્દોષ બાઈક ચાલકને જિંદગીથી હાથ ધોવાનો વારો આવતા તંત્ર વધુ કડકાઇથી એક્શનમાં આવ્યું છે. શહેરનો કોઈપણ વિસ્તાર રખડતા ઢોરથી બાકાત નથી. પાલિકા તંત્ર આવા રખડતા ઢોર અને તેના ગૌપાલકો સામે કાયમી ધોરણે કાર્યવાહી કરવામાં ઉણુ ઊતર્યું છે. આમ છતાં અવારનવાર કાર્યવાહી કરતું રહે છે. વિવિધ વિસ્તારમાં ગૌપાલકો દ્વારા પોતાના પશુઓને સાચવવા ગેરકાયદે ઢોર વાડા બનાવી દેતા હોય છે. પાલિકાની દબાણ શાખાએ શહેરના નવા યાર્ડ અને સમા વિસ્તરમાં મળીને ગેરકાયદે પાંચ ઢોર વાડા તોડી પાડ્યા હતા. જ્યારે કેટલીક જગ્યાએ આવા કુલ ઢોરવાડા સામે દંડનીય કાર્યવાહી કરીને રૂ.12 હજારની વસુલાત કરી હતી. પોલીસ કાફલા સાથે કરાયેલી આ કાર્યવાહી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.

ઉલ્લેખનીય છે કે શહેરના વિવિધ વિસ્તારમાં ચારે બાજુએ ગૌપાલકોએ પોતાના પશુઓને સાચવવા ગેરકાયદે ઢોર વાડા બનાવી દીધા છે. સ્થાનિક લોકો કેટલાક ગૌપાલકોના કારણે કાંઈ બોલી શકતા નથી. કે પછી તેમની સામે ઢોર વાડા સામે કોઈ કાર્યવાહી  કરતી વખતે ખચકાટ અનુભવતા હોય છે.  ગેરકાયદે ઢોર વાડામાં રાખવામાં આવતા પશુઓને કારણે સ્થાનિક લોકોને છાણ મૂત્રની ભારે દુર્ગંધ અને મચ્છરોનો ત્રાસ ચૌહાણ કરવો પડે છે. શહેરના મોટાભાગના તમામ જાહેર કે આંતરિક રોડ રસ્તા પર રખડતા ઢોરોનો કાયમી ધોરણે ત્રાસ રહેતો હોય છે. 

ગૌ પાલકો કાયમી ધોરણે સવાર સાંજ પોતાના પાલતુ ઢોરને દોહી લેવાના ઇરાદે લઈ જાય છે ત્યારબાદ બીન વારસી રીતે છુટ્ટા મૂકી દેતા હોય છે. આવા રખડતા ઢોર માટે સ્થાનિક લોકો રોડ ડિવાઇડર પર કે ગલી કૂંચી કે સોસાયટીના નાકે એંઠવાડ નાખતા હોય છે જે રખડતા ઢોર નિયમિત રીતે ખાતા હોય છે. પરિણામે શહેરના તમામ જાહેર કે આંતરિક રોડ હસ્તે આવા રખડતા ઢોર રસ્તા વચ્ચે અચાનક આવી જવાના કારણે દ્વિ ચક્રી વાહનચાલકો સહિત તમામ વાહનચાલકો સાથે અથડાતા નાના મોટા અકસ્માત સર્જાય છે. વાહનચાલકો કેટલીયવાર ઇજાગ્રસ્ત થયા હોવાના બનાવો પણ સરકારી અને પોલીસ ચોપડે નોંધાયેલા છે. પરંતુ તાજેતરમાં જ નિઝામપુરા વિસ્તારમાંથી રાત્રે પસાર થનાર બાઈક ચાલક રોડ પર અચાનક આવેલા ઢોરને સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો અને બાઈક ચાલક પૂંછડીને રોડ ડિવાઇડર સાથે ભટકાતા ગંભીર ઇજાના કારણે મૃત્યુ પામ્યો હતો. આ બનાવના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. 

દરમિયાન તાત્કાલિક ધોરણે એક્શનમાં આવેલા પાલિકા તંત્રએ શહેરના વિવિધ વિસ્તારમાં બનેલા ગેરકાયદે ઢોરવાડા સામે કાર્યવાહી કરવાનું નક્કી કર્યું હતું. પરિણામે એક્શનમાં આવેલા તંત્રની દબાણ શાખા એ શહેરના પશ્ચિમ વિસ્તારમાં નવા યાર્ડ ખાતે આવેલા ગેરકાયદે ચાર વાડા પર બુલડોઝર ફેરવી દીધું હતું. આ ઉપરાંત સમા વિસ્તારમાં પણ આવો જ અન્ય એક ગેરકાયદે ઢોર વાડો મળીને કુલ ગેરકાયદે પાંચ ઢોરવાડા તોડી પાડવામાં આવ્યા હતા. 

આ ઉપરાંત જાદવ પાર્ક સોસાયટીમાં પણ આવા છ ઢોરવાડા સામે કાનૂની કાર્યવાહી કરીને દંડનીય કાર્યવાહીથી કુલ રૂપિયા 12000 વસૂલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રોડ રસ્તા પર રખડતા ચાર પશુને પાંજરે પુરવામાં આવ્યા હતા. શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા આવા અન્ય ગેર કાયદે ઢોરવાડાઓ સામે પાલિકા તંત્રની સઘન કામગીરી ચાલુ રહેવાની શક્યતા નકારી શકાતી નથી.₹

ગેરકાયદે ઢોરવાડા અને દંડ સહિત પકડેલા પશુની વિગત

નવા યાર્ડ (નિઝામપુરા) વિસ્તારના પુનિત પાર્કમાં-જીવરાજભાઈ નાથાભાઈ રબારી, ખોડાભાઈ ભીખાભાઈ રબારી સહિત ભરતભાઈ ગિરધરભાઈ રબારી પાસેથી દંડનીય કાર્યવાહી કરીને રૂપિયા 4000ની વસુલાત કરાઈ જ્યારે ભદ્રાનનગર રિલાયન્સ મોલ પાસેથી શ્રેયાંસભાઈ ગોપાલભાઈ રબારીના ઢોરવાડા સામે કાર્યવાહી અને નિઝામપુરા નવા યાર્ડની જાદવ પાર્કમાંથી લીલાબેન પ્રભાતભાઈ રબારી પાસેથી રૂપિયા 2000 અને નારણભાઈ રબારી પાસેથી રૂપિયા 2000 દંડનીય કાર્યવાહીથી વસુલ કરાયા હતા. આ ઉપરાંત નવા યાર્ડ અને જાદવ પાર્ક વિસ્તારમાંથી 2-2 પશુ મળીને ચાર પશુ પકડી પાંજરે પુરવામાં આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain
GUJARAT

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

October 3, 2026
Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community
GUJARAT

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

October 3, 2026
Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…
GUJARAT

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

October 3, 2026
Next Post
વાપી મનપા હદ વિસ્તારમાં માર્ગોની મરામતની કામગીરી 30 દિવસમાં પૂર્ણ નહીં થાય તો કચેરીને તાળાબંધી કરાશે…

વાપી મનપા હદ વિસ્તારમાં માર્ગોની મરામતની કામગીરી 30 દિવસમાં પૂર્ણ નહીં થાય તો કચેરીને તાળાબંધી કરાશે...

અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા: જુહાપુરામાં ખુલ્લા પ્લોટમાંથી રૂ. 2 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો, 2ની ધરપ…

અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા: જુહાપુરામાં ખુલ્લા પ્લોટમાંથી રૂ. 2 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો, 2ની ધરપ...

ઇસ્કોન બ્રિજ અકસ્માત: તથ્ય અને પિતા પ્રજ્ઞેશ પટેલ સામે અઢી વર્ષે ચાર્જફ્રેમ, સુપ્રીમ કોર્ટના આદેશ બા…

ઇસ્કોન બ્રિજ અકસ્માત: તથ્ય અને પિતા પ્રજ્ઞેશ પટેલ સામે અઢી વર્ષે ચાર્જફ્રેમ, સુપ્રીમ કોર્ટના આદેશ બા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહેમદાવાદ ઓઇલ મીલ પાસે અજાણ્યા વાહનની ટક્કરથી બાઈક ચાલકનું મોત | Biker dies after being hit by unkno…

મહેમદાવાદ ઓઇલ મીલ પાસે અજાણ્યા વાહનની ટક્કરથી બાઈક ચાલકનું મોત | Biker dies after being hit by unkno…

7 months ago
અમદાવાદ: ભાડાના ફ્લેટમાં IPL પર સટ્ટો અને દારૂની મહેફિલ, સ્ટેટ મોનિટરિંગ સેલે ત્રણ બુકીઓની ધરપકડ કરી…

અમદાવાદ: ભાડાના ફ્લેટમાં IPL પર સટ્ટો અને દારૂની મહેફિલ, સ્ટેટ મોનિટરિંગ સેલે ત્રણ બુકીઓની ધરપકડ કરી…

5 months ago
પત્નીનું ઢીમ ઢાળી દેવાના પ્લાન સાથે જ પતિ સાસરિયે આવ્યો હતો | The husband came to his in laws with a…

પત્નીનું ઢીમ ઢાળી દેવાના પ્લાન સાથે જ પતિ સાસરિયે આવ્યો હતો | The husband came to his in laws with a…

1 year ago
ચોટીલા કલાનગર બનશેઃ 11મીથી 2 દિવસ ચોટીલા ઉત્સવ ઉજવાશે | Chotila will become an art city: Chotila fes…

ચોટીલા કલાનગર બનશેઃ 11મીથી 2 દિવસ ચોટીલા ઉત્સવ ઉજવાશે | Chotila will become an art city: Chotila fes…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News