gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આંતરરાષ્ટ્રીય સાયબર-ગુલામી રેકેટનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધારની ધરપકડ, જાણો કેવી હતી મોડસ ઓપરેન્ડી | G…

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in GUJARAT
0 0
0
આંતરરાષ્ટ્રીય સાયબર-ગુલામી રેકેટનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધારની ધરપકડ, જાણો કેવી હતી મોડસ ઓપરેન્ડી | G…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News: ગુજરાતના સાયબર સેન્ટર ઑફ એક્સેલન્સ (CCoE) એ નીલેશ ઉર્ફે નીલ નરપતસિંહ પુરોહિતની ધરપકડ કરી છે. તેની ઓળખ મ્યાંમાર, કંબોડિયા અને અન્ય દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોમાં ચાઇનીઝ સાયબર માફિયા નેટવર્ક્સ દ્વારા ચલાવવામાં આવતા સાયબર-ગુલામી સંકુલમાં સેંકડો ભારતીયો અને વિદેશી નાગરિકોની તસ્કરી કરવા બદલ ભારતના મુખ્ય એજન્ટોમાંના એક તરીકે થઈ છે.

આંતરરાષ્ટ્રીય સાયબર-ગુલામી રેકેટનો પર્દાફાશ

તપાસકર્તાઓને જાણવા મળ્યું છે કે પુરોહિત એક અત્યંત સંગઠિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નેટવર્ક ચલાવતો હતો, જેમાં 126 થી વધુ સબ-એજન્ટો તેના હેઠળ કામ કરતા હતા. તેના પર ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ફિલિપાઇન્સ, નાઇજીરીયા, ઇજિપ્ત, કેમરૂન, બેનિન અને ટ્યુનિશિયામાંથી 500થી વધુ લોકોની સીધી અથવા દુબઇ થઈને મ્યાંમાર, કંબોડિયા, વિયેતનામ અને થાઈલેન્ડમાં કાર્યરત સ્કેમ સેન્ટરોમાં તસ્કરી કરવાનો આરોપ છે. આ નેટવર્ક પીડિતોને વિદેશમાં ઉચ્ચ પગારવાળી ડેટા-એન્ટ્રી અથવા આઇટી નોકરીઓની ઓફર આપીને લલચાવતું હતું.

તેઓ ફ્લાઇટ્સ, ટ્રાન્ઝિટ હોટેલ્સ અને ગેરકાયદે સરહદ પાર કરવાની વ્યવસ્થા કરતા હતા, અને પછી તેમને ગુનાહિત સંગઠનોને સોંપી દેતા હતા. જેઓ તેમને ફિશિંગ, ક્રિપ્ટો સ્કેમ્સ, પોન્ઝી સ્કીમ્સ અને રોમાન્સ ફ્રોડ સહિતના સાયબર ક્રાઇમ ઓપરેશન્સ કરવા માટે મજબૂર કરતા હતા.

CID અધિકારીઓના જણાવ્યા અનુસાર પુરોહિત 30થી વધુ પાકિસ્તાની એજન્ટો સાથે સતત સંપર્કમાં હતો અને સાયબર-ફ્રોડ હબ્સને મેનપાવર સપ્લાય કરતી 100થી વધુ ચાઇનીઝ અને વિદેશી કંપનીઓની HR ટીમો સાથે તેના સીધા સંપર્કો હતા.

આ પણ વાંચો: 500થી વધુ લોકોને ‘સાયબર ગુલામ’ બનાવનાર આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ અને માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ

આંતરરાષ્ટ્રીય ઓપરેશન્સમાં બચાવેલા પીડિતો

છેલ્લા ત્રણ વર્ષોમાં ભારત સરકાર થાઇલેન્ડ અને મ્યાંમારના સંકલિત પ્રયાસોને કારણે સાયબર-ગુલામી કેમ્પમાં ફસાયેલા લગભગ 4,000 ભારતીયોને બચાવીને સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે. CBI, ઇન્ટેલિજન્સ બ્યુરો અને રાજ્ય પોલીસ દ્વારા નોંધાયેલા સંયુક્ત નિવેદનોમાં તેમની મુસાફરીની વ્યવસ્થા કરનાર એજન્ટ તરીકે ‘નીલ પુરોહિત’ ના વારંવાર ઉલ્લેખ મળ્યા છે.

VPE હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવેલા તકનીકી વિશ્લેષણથી તપાસકર્તાઓને પુરોહિત દ્વારા ઉપયોગમાં લેવાતા અનેક વર્ચ્યુઅલ ફોન નંબરો અને તેની ઓળખ છુપાવવાના ઇરાદાપૂર્વકના પ્રયાસો છતાં તેને ટ્રેસ કરવામાં મદદ મળી.

સ્કેમ સેન્ટરોમાં અમાનવીય પરિસ્થિતિઓ

અધિકારીઓએ જણાવ્યું કે પીડિતોના પાસપોર્ટ અને ફોન છીનવી લેવામાં આવતા અને ત્યારબાદ મહિનાઓ સુધી બંધક બનાવી રાખવામાં આવતા હતા. મોઇ નદી પાર કરીને મ્યાંમારના KK પાર્ક, મ્યાવાડી ટાઉનશીપમાં ગેરકાયદેસર રીતે તસ્કરી કરવામાં આવતી હતી અને સાયબર ક્રાઇમ કરવા માટે ફરજ પાડવામાં આવતી હતી. એટલું જ નહી જો કોઇ ઇનકાર કરે તો તેને માર મારવામાં આવતો, ત્રાસ આપવામાં આવતો અને લાંબા સમય સુધી ગેરકાયદેસર અટકાયતમાં રાખવામાં આવતા હતા. 

કરોડોનો નાણાકીય વ્યવહાર, ક્રિપ્ટો વૉલેટ્સનો ઉપયોગ

આ રેકેટમાં મ્યુલ એકાઉન્ટ્સ અને ઓછામાં ઓછા પાંચ ક્રિપ્ટો વૉલેટ્સ દ્વારા કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહારો સામેલ હતા, જેના કારણે મની ટ્રેઇલને ટ્રેક કરવી મુશ્કેલ બની હતી. પુરોહિત વ્યક્તિ દીઠ $2,000 થી $4,500 નું કમિશન કમાતો હતો, જેમાંથી 30-40% તે તેના સબ-એજન્ટોને આપતો હતો. તપાસકર્તાઓને લાઓસ અને કંબોડિયામાં કાર્યરત એક સમાંતર નેટવર્કના પુરાવા પણ મળ્યા છે, જ્યાં પીડિતોને વધુ શોષણ માટે ‘ડબલ સાયબર-ગુલામી’ માં વેચવામાં આવતા હતા.

વિદેશ ભાગી જવાનો પ્રયાસ નિષ્ફળ

CCoE અધિકારીઓએ પુરોહિતને મલેશિયા ભાગી જવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે જ પકડી પાડ્યો. તેને ગાંધીનગર લાવવામાં આવ્યો, ઔપચારિક રીતે ધરપકડ કરવામાં આવી અને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો. વધુ પૂછપરછ માટે 14 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તેના બે મુખ્ય સાથીદારો, હિતેશ સોમૈયા અને સોનલ ફાલદુની પણ ધરપકડ કરવામાં આવી છે.

તેમની પાસેથી મોબાઇલ ફોન-02, લેપટોપ- 01, પાસપોર્ટ- 01 સહિત તેના ડિવાઇસમાંથી ટ્રાવેલ ટિકિટો, બોર્ડિંગ ઇમેજીસ અને આગમન પુષ્ટિના 3,000 થી વધુ ફોટોગ્રાફ્સ મળી આવ્યા હતા. 

નાગરિકોને સલાહ

પોલીસે જાહેર જનતાને વિનંતી કરી છે કે વિદેશમાં નોકરી સ્વીકારતા પહેલા વિદેશી જોબ ઓફર અને કંપનીના રજિસ્ટ્રેશનની ચકાસણી કરો. સોશિયલ મીડિયા પર પ્રમોટ થતા ‘ઉચ્ચ પગાર’ની જોબ સ્કેમ્સથી બચો. જો વિદેશમાં અટકાયતમાં લેવામાં આવે, તો તાત્કાલિક ભારતીય દૂતાવાસ અથવા સ્થાનિક અધિકારીઓનો સંપર્ક કરો. સાયબર ક્રાઇમની ઘટનાઓ અંગે સાયબર હેલ્પલાઇન 1930 પર અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરો.

CID એ જણાવ્યું કે આ કાર્યવાહી આંતરરાષ્ટ્રીય સાયબર-તસ્કરી નેટવર્ક્સને તોડવા માટેનું એક મોટું પગલું છે જે ભારતીય નાગરિકોનું મોટા પાયે શોષણ કરી રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…
GUJARAT

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…

August 14, 2026
અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ
GUJARAT

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

August 13, 2026
Next Post
રાષ્ટ્રીય સુરક્ષા માટે સ્માર્ટ ટેક્નોલોજીકલ સોલ્યુશન્સ વિકસાવવા GSV અને DRDO વચ્ચે MoU | MoU between…

રાષ્ટ્રીય સુરક્ષા માટે સ્માર્ટ ટેક્નોલોજીકલ સોલ્યુશન્સ વિકસાવવા GSV અને DRDO વચ્ચે MoU | MoU between...

વડોદરાના ગોરવામાં મોડી રાતે ફટાકડાને કારણે રેસ્ટોરાંમાં ભીષણ આગ, અફરાતફરી સર્જાઈ | A massive fire br…

વડોદરાના ગોરવામાં મોડી રાતે ફટાકડાને કારણે રેસ્ટોરાંમાં ભીષણ આગ, અફરાતફરી સર્જાઈ | A massive fire br...

‘કેચ ધ રેન’ અભિયાનમાં ગુજરાત અને ભારતમાં અગ્રેસર કામગીરી કરતા સુરતને એવોર્ડ અપાયો | Surat awarded fo…

'કેચ ધ રેન' અભિયાનમાં ગુજરાત અને ભારતમાં અગ્રેસર કામગીરી કરતા સુરતને એવોર્ડ અપાયો | Surat awarded fo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં નવાપુરા એસએસસીની ઓફિસ નજીક રખડતી બે ગાય છોડાવવા આવેલા ગોપાલકો સામે ફરિયાદ | FIR against co…

વડોદરામાં નવાપુરા એસએસસીની ઓફિસ નજીક રખડતી બે ગાય છોડાવવા આવેલા ગોપાલકો સામે ફરિયાદ | FIR against co…

7 months ago
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થતાં જ હેલ્મેટનું ભૂત ફરી ધૂણ્યું : વડોદરામાં સરકારી કર્મચારીઓ અને પો…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થતાં જ હેલ્મેટનું ભૂત ફરી ધૂણ્યું : વડોદરામાં સરકારી કર્મચારીઓ અને પો…

3 months ago
છત્તીસગઢમાં 20 વર્ષથી ઉછરેલું વૃક્ષ કપાતા 85 વર્ષનાં વૃદ્ધાંનું કલ્પાંત

છત્તીસગઢમાં 20 વર્ષથી ઉછરેલું વૃક્ષ કપાતા 85 વર્ષનાં વૃદ્ધાંનું કલ્પાંત

10 months ago
પાણીજન્ય રોગના કેસમાં વધારો , અમદાવાદના બાર વોર્ડમાં ૧૯ દિવસમાં કોલેરાના ૧૯ કેસ નોંધાયા | waterborne…

પાણીજન્ય રોગના કેસમાં વધારો , અમદાવાદના બાર વોર્ડમાં ૧૯ દિવસમાં કોલેરાના ૧૯ કેસ નોંધાયા | waterborne…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News