gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટા ઉદેપુર: દુગ્ધાનું છાત્રાલય બંધ થવાના આરે! તંત્રના વાંકે 60 બાળકોનું ભવિષ્ય જોખમમાં, આદિવાસી સમા…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in GUJARAT
0 0
0
છોટા ઉદેપુર: દુગ્ધાનું છાત્રાલય બંધ થવાના આરે! તંત્રના વાંકે 60 બાળકોનું ભવિષ્ય જોખમમાં, આદિવાસી સમા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udepur News : ગુજરાત સરકાર આદિવાસીઓના વિકાસની વાતો કરે છે, પરંતુ છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના દુગ્ધા ગામે આવેલી આદિજાતિ વિભાગની છાત્રાલય બંધ થવાના આરે છે. આદિજાતિ વિભાગે ગ્રાન્ટના રૂ. 16 લાખની ચૂકવણી ન કરતાં છાત્રાલયના સંચાલકોએ 60 જેટલા વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવાનો આદેશ આપ્યો છે, જેના કારણે આદિવાસી બાળકોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે.

વિભાગના વાંકે 60 બાળકોનું શિક્ષણ બગડશે

પછાત વર્ગ સેવામંડળ દ્વારા ચલાવવામાં આવતી આ છાત્રાલય પર આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે. સંસ્થા દ્વારા વાલીઓને તેમના બાળકોને ઘરે લઈ જવા માટે સૂચના આપવામાં આવતા, આદિવાસી સમાજના લોકો અને વાલીઓ ચિંતિત બનીને છાત્રાલય પહોંચ્યા હતા અને બાળકોને ઘરે ન મોકલવા સંસ્થાના પ્રમુખને આજીજી કરી હતી.

ગંભીર સવાલ

શિક્ષણ કાર્યનું અડધું વર્ષ પૂર્ણ થઈ ગયું છે. હવે જો બાળકોને ઘરે મોકલી દેવામાં આવે તો તેમનું શિક્ષણ બગડે તેમ છે. બાળકોને રહેવા અને જમવાની સુવિધા આપતી આ છાત્રાલય આદિજાતિ વિભાગના અધિકારીઓની બેદરકારીના કારણે બંધ થવાના આરે છે.

છોટા ઉદેપુર: દુગ્ધાનું છાત્રાલય બંધ થવાના આરે! તંત્રના વાંકે 60 બાળકોનું ભવિષ્ય જોખમમાં, આદિવાસી સમાજ લાલઘૂમ 2 - image

વાલીઓની વ્યથા

નસવાડી તાલુકાના આદિવાસી પરિવારો મજૂરી કામે કાઠિયાવાડ જેવા દૂરના વિસ્તારોમાં જાય છે. તેઓ પોતાના બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે તેમને છાત્રાલયમાં મૂકીને ગયા છે. સંસ્થાની સૂચનાથી આ મજૂર વાલીઓ પણ ભારે ચિંતામાં મૂકાયા છે.

પ્રમુખે વ્યક્ત કરી મજબૂરી: રૂ.16 લાખ બાકી

આશ્રમશાળાનું સંચાલન કરતી સંસ્થાના પ્રમુખ અનીરૂધ્ધ પટેલના જણાવ્યા મુજબ, સંસ્થાના રૂ. 16 લાખ રૂપિયાની માતબર રકમ સરકાર અને આદિજાતિ વિભાગ દ્વારા ચૂકવવામાં આવી નથી. પ્રમુખ અનિરૂધ્ધ પટેલનું કહેવું છે કે, “સરકાર તરફથી ગ્રાન્ટ ન મળતાં, વેપારીઓ અને અન્ય લોકોનું લેણું સંસ્થા ઉપર વધી ગયું છે. હવે આગળ આશ્રમશાળા ચલાવી શકાય તેમ નથી, જેના કારણે મજબૂરીવશ આશ્રમશાળા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે અને વિદ્યાર્થીઓને ઘરે જવા માટે કહેવું પડ્યું છે.”

છોટા ઉદેપુર: દુગ્ધાનું છાત્રાલય બંધ થવાના આરે! તંત્રના વાંકે 60 બાળકોનું ભવિષ્ય જોખમમાં, આદિવાસી સમાજ લાલઘૂમ 3 - image

આ પણ વાંચો: વાલોડમાં BLO સહાયક મહિલા આચાર્યનું નિધન, ‘તણાવ ન હોવાનો’ તંત્રનો દાવો શંકાના ઘેરામાં!

આદિવાસી સમાજનું જલદ આંદોલનનું એલાન

આદિવાસી સમાજે તંત્રની આ ઉદાસીનતા સામે લાલ આંખ કરી છે. આદિજાતિ વિભાગના અધિકારીઓના વાંકે બાળકોના શિક્ષણ અને રહેવાની સુવિધા છીનવાઈ રહી હોવાથી, આદિવાસી સમાજે આગામી દિવસોમાં જલદ આંદોલન કરવાની ચીમકી આપી છે. તેમની માગણી છે કે તાત્કાલિક ગ્રાન્ટની ચૂકવણી કરીને બાળકોનું શિક્ષણ ચાલુ રાખવામાં આવે.

આ સમગ્ર ઘટના સરકારના આદિજાતિ વિકાસના દાવાઓ સામે મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે. વિભાગ જો તાત્કાલિક ગ્રાન્ટ નહીં ચૂકવે, તો 60 નિર્દોષ આદિવાસી બાળકોનું ભવિષ્ય બગડશે તે નિશ્ચિત છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલ: 38 દિવસમાં 25થી વધુ બાળ લગ્ન અટકાવ્યા, તંત્રની કડકાઈ છતાં યથાવત રહેલા દૂષણે ચિંતા વધારી | C…
GUJARAT

પંચમહાલ: 38 દિવસમાં 25થી વધુ બાળ લગ્ન અટકાવ્યા, તંત્રની કડકાઈ છતાં યથાવત રહેલા દૂષણે ચિંતા વધારી | C…

May 10, 2026
વિદેશ જવાનો અભરખો ભારે પડ્યો! અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપહરણ, 1.20 કરોડની ખંડણીની માગ |…
GUJARAT

વિદેશ જવાનો અભરખો ભારે પડ્યો! અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપહરણ, 1.20 કરોડની ખંડણીની માગ |…

May 10, 2026
અમરેલી: બાબરામાં સુરાપુરાની ખાંભી ઉખેડવાની શંકામાં સાસરીયાઓએ જમાઈની કરી હત્યા, 10ની ધરપકડ | Amreli B…
GUJARAT

અમરેલી: બાબરામાં સુરાપુરાની ખાંભી ઉખેડવાની શંકામાં સાસરીયાઓએ જમાઈની કરી હત્યા, 10ની ધરપકડ | Amreli B…

May 10, 2026
Next Post
બિહારમાં વર્ષો બાદ ભાજપને ગૃહ ખાતું પણ ‘પાવર’ હજુ નીતિશ કુમાર પાસે જ! સમ્રાટ ચૌધરી પર કાંટાળો તાજ | …

બિહારમાં વર્ષો બાદ ભાજપને ગૃહ ખાતું પણ 'પાવર' હજુ નીતિશ કુમાર પાસે જ! સમ્રાટ ચૌધરી પર કાંટાળો તાજ | ...

કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં ઉથલપાથલની અટકળો! ડેપ્યુટી CMએ કહ્યું- તમામ 140 ધારાસભ્યો મારા | DK Shiva…

કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં ઉથલપાથલની અટકળો! ડેપ્યુટી CMએ કહ્યું- તમામ 140 ધારાસભ્યો મારા | DK Shiva...

ભારતે ચીની નાગરિકો માટે ફરી શરૂ કર્યા ‘Tourist VISA’, ચાર વર્ષ બાદ પ્રતિબંધ હટ્યો | India Reinstates…

ભારતે ચીની નાગરિકો માટે ફરી શરૂ કર્યા ‘Tourist VISA’, ચાર વર્ષ બાદ પ્રતિબંધ હટ્યો | India Reinstates...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ સહિત રાજ્યભરમાં અસામાજિતત્ત્વોના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરવાનું શરૂ | Bulldozers Actio…

અમદાવાદ સહિત રાજ્યભરમાં અસામાજિતત્ત્વોના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરવાનું શરૂ | Bulldozers Actio…

1 year ago
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં શરમજનક હરકત, મુસાફરે ખાનગી કંપનીના મોટા અધિકારી પર કર્યો પેશાબ

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં શરમજનક હરકત, મુસાફરે ખાનગી કંપનીના મોટા અધિકારી પર કર્યો પેશાબ

1 year ago
મતદાન પછી ઇવીએમ બદલાઇ જવાનું જોખમ, 24 કલાક સતર્ક રહેજો : મમતા | Risk of EVM tampering after voting b…

મતદાન પછી ઇવીએમ બદલાઇ જવાનું જોખમ, 24 કલાક સતર્ક રહેજો : મમતા | Risk of EVM tampering after voting b…

1 month ago
છ વર્ષથી ગૂમ થયેલી સગીરાને નડિયાદ શોધીને પરિવારજનોને પરત કરવામાં આવી

છ વર્ષથી ગૂમ થયેલી સગીરાને નડિયાદ શોધીને પરિવારજનોને પરત કરવામાં આવી

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News