![]()
Pollution In Delhi : રાજધાની દિલ્હીમાં પ્રદૂષણના પ્રમાણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આજે શનિવારે (22 નવેમ્બર) દિલ્હીમાં હવા વધુ ઝેરી બની છે. આ દરમિયાન એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 400 ને પાર પહોંચ્યો હતો. દિલ્હીમાં વધતાં પ્રદૂષણના પ્રમાણને ધ્યાનમાં રાખીને સરકારે એડવાઇઝરી જાહેર કરી છે.
પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટને વર્કફ્રોમ હોમ કરવાનો નિર્દેશ
સરકારે જાહેર કરેલી એડવાઇઝરી મુજબ, દિલ્હીમાં હવાના પ્રદૂષણના સ્તરમાં થતાં વધારાને ધ્યાનમાં રાખીને પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટને વર્કફ્રોમ હોમ કરવાનો નિર્દેશ કર્યો છે. સરકારે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)ના નિર્દેશો અનુસાર, રાજધાની દિલ્હીમાં ખાનગી ઓફિસો માટે એક નવી એડવાઇઝરી જારી કરી છે.
આ અંતર્ગત, પ્રાઇવેટ ઓફિસો હવે તેમના 50% કર્મચારીઓ સાથે ઓન-સાઈટ કામ કરશે, જ્યારે બાકીના કર્મચારીઓ વર્કફ્રોમ હોમની મંજૂરી આપી છે. પ્રદૂષણના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરવા માટે સાવચેતી રૂપે આ પગલું લેવામાં આવ્યું છે.
ઉત્તર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય
સતત વધી રહેલા પ્રદૂષણને પગલે ઉત્તર પ્રદેશ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. નોઈડા અને ગાઝિયાબાદમાં ડીઝલ ઓટોરિક્ષા પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો: દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક કાર્યવાહી, જમ્મુ-કાશ્મીરમાં ઇલેક્ટ્રિશિયનની ધરપકડ
GRAP-3ના કડક નિયમો
CAQMએ NCR અને આસપાસના વિસ્તારોમાં GRAP-3ના નિયમો પણ કડક બનાવ્યા છે. CAQMએ GRAP-3માં ફેરફારો કર્યા છે. આ હેઠળ ફક્ત ત્રણ તબક્કા હશે. GRAPના ચોથા તબક્કાને પ્રોટોકોલમાંથી દૂર કરવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે, GRAP-4 પર લાગુ થતા તમામ નિયમો હવે GRAP-3માં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.










