
વડોદરાની ૩૨ વર્ષની પરિણીતાએ દહેજ માટે ત્રાસ આપવાના તેમજ છૂટાછેડા માટે દબાણ કરવાના આક્ષેપો સાથે પતિ સહિત સાસરી પક્ષના ચાર સભ્યો સામે નવાપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.
મૂળ ગીર સોમનાથની અને હાલ વડોદરામાં રહેતી મહિલાએ ફરિયાદમાં કહ્યું હતું ક, વર્ષ ૨૦૨૦માં મારા લગ્નસમાજના રિવાજ મુજબ દુષ્યંત સુરેશભાઈ ચાંદેગરા સાથે થયા હતા. લગ્ન બાદ પતિ દુષ્યંત, સાસુ ભાવિશા અને સસરા સુરેશ ચાંદેગરા (બંને રહે – પોરબંદર) તું પિયરમાંથી કઈ લાવી નથી કહી સતત પરેશાન કરતા હતા. જેઠ અનિરુદ્ધ ચાંદેગરા (રહે – પુણે) અવારનવાર ઝઘડો કરી મહેણાં ટોણાં મારતા હતા. તેથી મેં નોકરી શરૂ કરી હતી, પરંતુ પતિએ મારા ખાતામાંથી રૂ.










