gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત પર આજથી ટ્રમ્પનો 26% ટેરિફ લાગુ, જાણો કઈ-કઈ વસ્તુની નિકાસ પર થશે અસર? | donald trump 26 percent…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in INDIA
0 0
0
ભારત પર આજથી ટ્રમ્પનો 26% ટેરિફ લાગુ, જાણો કઈ-કઈ વસ્તુની નિકાસ પર થશે અસર? | donald trump 26 percent…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Donald Trump 26 % Tariff on India: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આશરે 180 દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદવામાં આવ્યું છે. જે આજથી લાગુ થશે. જેમાં ભારત પર 26 % ટેરિફ લાદવામાં આવ્યું છે. ભારત પર લાદવામાં આવેલા આ ટેરિફના કારણે અમેરિકામાં નિકાસ થતી દરેક ભારતીય વસ્તુ પર 26% ડ્યુટી વસૂલવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ટેરિફની ભારત પર અનેક સ્તરે અસર પડી શકે છે.

અમેરિકામાં ભારતીય માલ પર 26% ટેરિફ

અમેરિકામાં ભારતીય માલ પર 26% ટેરિફ લાદવામાં આવ્યો છે. જેની અસર ભારત પણ ઘણા સ્તરે જોવા મળશે. અમેરિકામાં ભારતીય માલ પર 26% ટેરિફ લાદવાથી, તે માલના ભાવ ચોક્કસપણે વધશે. જેના કારણે ત્યાં ઓછા ટેરિફ લાદેલા છે એવા દેશોની સરખામણીમાં ભારતીય પ્રોડક્ટની માગ ઓછી થઇ શકે છે. ભારત ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ, રત્નો અને ઝવેરાત, ઓટોમોબાઇલ્સ અને કાપડ જેવી વસ્તુઓની નિકાસ કરે છે. 

ભારતમાંથી ફાર્મા પ્રોડ્કટની નિકાસ વધુ 

ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફની દવાઓ પર સૌથી વધુ અસર પડશે. સસ્તી દવાઓ ભારતથી અમેરિકા જાય છે. અમેરિકા ભારતમાંથી 12 અબજ ડોલરથી વધુ કિંમતની દવાઓ અને ફાર્મા ઉત્પાદનોની આયાત કરે છે. 2023-24 માં ભારતનો અમેરિકા સાથેનો વેપાર સરપ્લસ 35.32 બિલિયન ડોલર હતો. આ સરપ્લસ ટેરિફ દ્વારા ઘટાડી શકાય છે.

વાણિજ્ય મંત્રાલયે જાહેર કર્યા આયાત-નિકાસના આંકડા 

વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતની નિકાસ $73.7 બિલિયન છે જ્યારે અમેરિકાથી આયાત $39.1 બિલિયન છે. જો કે, યુએસ સરકારના આંકડા આનાથી અલગ છે. અમેરિકાના ડેટા દર્શાવે છે કે ભારતની નિકાસ $91.2 બિલિયન અને આયાત $34.3 બિલિયનની છે. અમેરિકા સાથે વ્યાપાર કરવો એ ભારત માટે નફાકારક સોદો રહ્યો છે કારણ કે તેની આયાત ઓછી છે અને નિકાસ વધુ છે. ટેરિફને કારણે નિકાસ ઘટી શકે છે.

ભારતમાં સરેરાશ ટેરિફ સૌથી વધુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેની મિત્રતા જાણીતી છે. બંને એકબીજાને સારા મિત્રો કહે છે. ‘હાઉડી મોદી’ અને ‘નમસ્તે ટ્રમ્પ’ રેલીઓને પણ આના મજબૂત ઉદાહરણો માનવામાં આવે છે. પરંતુ ટ્રમ્પે અનેક વખત ભારતને ટેરિફ કિંગ ગણાવ્યું છે. ટ્રમ્પે કહ્યું હતું કે ભારત ખૂબ ઊંચા ટેરિફ લાદે છે અને ખૂબ જ ક્રૂર છે. આવી સ્થિતિમાં, ટ્રમ્પે ભારત પર 26 % રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો છે.

ભારત અમેરિકામાં સમાન માલ પર 5.29% ટેરિફ ચૂકવતું હતું

વિશ્વ વેપાર સંગઠન (WTO) ના ડેટા અનુસાર, ભારતમાં સરેરાશ ટેરિફ સૌથી વધુ છે એટલે કે  સરેરાશ ટેરિફ 17 % છે, જ્યારે અમેરિકામાં તે માત્ર 3.3 % છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI) ના અહેવાલ મુજબ, ભારતમાં અમેરિકાથી આવતી ખાદ્ય ચીજો, માંસ અને પ્રોસેસ્ડ ફૂડ પર 37.66 % ટેરિફ વસૂલવામાં આવે છે, જ્યારે ભારત અમેરિકામાં સમાન માલ પર 5.29 % ટેરિફ ચૂકવતું હતું.

અત્યાર સુધી, ભારત ઓટોમોબાઈલ પર 24.14 % ટેરિફ લાદી રહ્યું છે જ્યારે અમેરિકા 1.05 % ટેરિફ લાદી રહ્યું છે. ભારત દારૂ પર 124.58 % ટેરિફ વસૂલ કરે છે જ્યારે અમેરિકા 2.49 % ટેરિફ વસૂલ કરે છે. અમેરિકામાં સિગારેટ અને તમાકુ પર 201.15 % અને ભારતમાં 33 % ટેરિફ છે.

આ પણ વાંચો: ટેરિફ વૉરથી અમેરિકાને જબરદસ્ત ફાયદો, ટ્રમ્પે કહ્યું – દરરોજ 2 બિલિયન ડૉલરની આવક થઈ

અમેરિકાની વેપાર ખાધ ઘટાડવા ટ્રમ્પે ભર્યું આ પગલું 

ટ્રમ્પ માને છે કે ટેરિફની મદદથી અમેરિકાની વેપાર ખાધ ઘટાડી શકાય છે. વેપાર ખાધ એ એવી સ્થિતિ છે જ્યારે કોઈ દેશ બીજા દેશ પાસેથી વધુ આયાત કરે છે પરંતુ નિકાસ ઓછી કરે છે. ભારત અને અમેરિકા વચ્ચે લગભગ $45 બિલિયનની વેપાર ખાધ છે.

આજે સવારે 11 વાગ્યે કેબિનેટની બેઠકમાં ટ્રમ્પના ટેરિફના મુદ્દા પર ચર્ચા થઈ શકે છે. કેન્દ્રીય મંત્રીમંડળ આજથી લાગુ થનારા ટેરિફ અંગે ભારતની વ્યૂહરચના પર ચર્ચા કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર આ અંગે નિકાસકારોના સંપર્કમાં છે. વાણિજ્ય મંત્રાલય આજે નિકાસકારો સાથે પણ બેઠક કરી શકે છે.

ભારત પર આજથી ટ્રમ્પનો 26% ટેરિફ લાગુ, જાણો કઈ-કઈ વસ્તુની નિકાસ પર થશે અસર? 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
26/11 હુમલાના આરોપી તહવ્વુર રાણાનું અમેરિકાથી પ્રત્યાર્પણ, વિશેષ વિમાનમાં ભારત રવાના | 26 11 Attack …

26/11 હુમલાના આરોપી તહવ્વુર રાણાનું અમેરિકાથી પ્રત્યાર્પણ, વિશેષ વિમાનમાં ભારત રવાના | 26 11 Attack ...

મહારાષ્ટ્રની ગુફાઓમાં નવકાર મંત્રની પંક્તિઓ કોતરેલા પ્રાચીન શિલાલેખો જોવા મળે છે | Ancient Inscripti…

મહારાષ્ટ્રની ગુફાઓમાં નવકાર મંત્રની પંક્તિઓ કોતરેલા પ્રાચીન શિલાલેખો જોવા મળે છે | Ancient Inscripti...

RBI દ્વારા રેપોરેટમાં ઘટાડાની જાહેરાતથી લોનધારકો ખુશહાલ, EMI બોજો ફરી ઘટશે | rbi cuts repo rate home…

RBI દ્વારા રેપોરેટમાં ઘટાડાની જાહેરાતથી લોનધારકો ખુશહાલ, EMI બોજો ફરી ઘટશે | rbi cuts repo rate home...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મ્યુનિસિપલ કોર્પોરેશન એકશનમાં , શાહીબાગમાં ઢાબા વાળાએ ફૂડ વેસ્ટ કેચપીટમાં નાંખતા એકમ સીલ | Municipal…

મ્યુનિસિપલ કોર્પોરેશન એકશનમાં , શાહીબાગમાં ઢાબા વાળાએ ફૂડ વેસ્ટ કેચપીટમાં નાંખતા એકમ સીલ | Municipal…

2 months ago
જૂનાગઢ જિલ્લાની 21 બેંકોમાં 47 કરોડના કોઈ દાવેદાર નથી | There are no claimants for Rs 47 crore in 21…

જૂનાગઢ જિલ્લાની 21 બેંકોમાં 47 કરોડના કોઈ દાવેદાર નથી | There are no claimants for Rs 47 crore in 21…

7 months ago
જામનગર શહેર અને સિક્કામાં જુદા-જુદા બે વાહન અકસ્માતમાં એક વૃદ્ધ મહિલા અને એક ક્રેઇન ઓપરેટર સહિત બેને…

જામનગર શહેર અને સિક્કામાં જુદા-જુદા બે વાહન અકસ્માતમાં એક વૃદ્ધ મહિલા અને એક ક્રેઇન ઓપરેટર સહિત બેને…

7 months ago
FTA ફળ્યું… બ્રિટનની 72% કંપનીઓ ભારતમાં રોકાણ-વેપાર કરવા આતૂર, 13% કંપની 12 મહિનામાં કરશે એન્ટ્રી …

FTA ફળ્યું… બ્રિટનની 72% કંપનીઓ ભારતમાં રોકાણ-વેપાર કરવા આતૂર, 13% કંપની 12 મહિનામાં કરશે એન્ટ્રી …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News