gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

RBI દ્વારા રેપોરેટમાં ઘટાડાની જાહેરાતથી લોનધારકો ખુશહાલ, EMI બોજો ફરી ઘટશે | rbi cuts repo rate home…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in Business
0 0
0
RBI દ્વારા રેપોરેટમાં ઘટાડાની જાહેરાતથી લોનધારકો ખુશહાલ, EMI બોજો ફરી ઘટશે | rbi cuts repo rate home…
0
VIEWS
Share on FacebookShare on Twitter

RBI Repo Rate: વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં વધુ 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ સાથે રેપોરેટ 6 ટકા થયો છે. આરબીઆઈએ સળંગ બીજી દ્વિમાસિક મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરોમાં ઘટાડો કર્યો છે. વ્યાજના દરોમાં ઘટાડો થતાં સામાન્ય ગ્રાહકો પર લોનનો બોજો હળવો થશે. તેમજ વપરાશ માગ વધવાની શક્યતા છે. આવો જાણીએ, સામાન્ય માનવી પર તેની શું અસર થશે…

આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપોરેટમાં 0.25 ટકાનો ઘટાડો કરતાં સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ 5.75 ટકા અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ (MSF) 6.25 ટક રહેશે. એમપીસીએ પોતાનું નીતિગત વલણ પણ તટસ્થથી બદલી ઉદાર કર્યું છે.

1. લોન સસ્તી થશેઃ વ્યાજદર ઘટી 6 ટકા કરાતાં બેન્કો આરબીઆઈ પાસેથી સસ્તા દરે ડિપોઝિટ લઈ શકશે. જેથી હોમ લોન, કાર લોન, પર્સનલ લોન સહિતની લોન પર વ્યાજના દરો ઘટશે. લોનધારકો પર ઈએમઆઈનો બોજો હળવો થશે. એમએસએમઈ લોન પણ સસ્તી થશે. 

2. RLLR લિંક લોન જ સસ્તી થશેઃ રેપો રેટ RLLR લિંક લોન પર જ લાગૂ થાય છે. જેથી રેપોરેટમાં થતાં ફેરફારોની અસર આ પ્રકારની લોન ધરાવતા લોનધારકોના ઈએમઆઈ પર થાય છે. પરંતુ એમસીએલઆર પર લેવામાં આવેલી હોમ લોન રેપો રેટ સાથે લિંક નથી. જે આરબીઆઈની ગાઈડલાઈન્સ અનુસાર બેન્ક વ્યાજદરો નક્કી કરે છે. ઘણા કેસોમાં એમસીએલઆર કરતાં રેપો લિંક લોનના વ્યાજદર ઉંચા હોય છે. જેથી લોન લેતી વખતે તમારી લોન કયાં રેટના આધારે છે, તેની જાણકારી મેળવી વ્યાજદરોની સરખામણી કરી શકો છો.

આ પણ વાંચોઃ RBI Repo Rate | ટેરિફ વૉર વચ્ચે મોટી રાહત, રેપો રેટમાં 0.25% બેસિસ પોઇન્ટનો ઘટાડો

3. ખર્ચ અને રોકાણમાં વૃદ્ધિઃ સસ્તી લોનથી વપરાશ માગ વધશે. જેથી ઉત્પાદન અને રોજગારની તકોમાં વધારો થશે. હોમ લોન અને ઓટો લોન સસ્તી થતાં લોકોની ખરીદ શક્તિ વધશે.

4. મોંઘવારીનું પ્રેશર ઘટશેઃ રેપોરેટ ઘટતાં આર્થિક ગતિવિધિઓને વેગ મળશે. જેનાથી ગુડ્સ એન્ડ સર્વિસિઝ સસ્તું થશે. ભાવમાં સ્થિરતા આવશે.

5. બચત અને એફડી પર અસરઃ વ્યાજના દરોમાં ઘટાડો થતાં બચત ખાતા અને એફડી પર રિટર્ન ઘટી શકે છે. જેથી લોકો બેન્કમાં રોકાણના બદલે અન્ય વિકલ્પો શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ તરફ ડાયવર્ટ થઈ શકે છે.

6. રૂપિયામાં લિક્વિડિટી વધશેઃ લોન સસ્તી થતાં માર્કેટમાં રોકડની ઉપલબ્ધતા વધશે. જેનાથી આર્થિક વિકાસને વેગ મળશે. ટ્રમ્પના ટેરિફ વૉરના કારણે રૂપિયો ડોલર સામે મજબૂત બન્યો હતો. પરંતુ છેલ્લા ચાર સેશનથી તેમાં ઘટાડો નોંધાયો છે. આજે રેપો રેટમાં ઘટાડા વચ્ચે રૂપિયો ડોલર સામે 30 પૈસા તૂટી 86.56 પર ટ્રેડ થઈ રહ્યો છે. 

શું છે રેપોરેટ?

રેપો રેટ એ આરબીઆઈનો વ્યાજદર છે. જેના દર બેન્કો આરબીઆઈ પાસેથી લોન લે છે. આરબીઆઈ મોંઘવારીને નિયંત્રણમાં રાખવા માટે રેપોરેટમાં ફેરફાર કરતી હોય છે. રેપો રેટમાં ઘટાડાથી મકાન, વાહન સહિત વિવિધ લોનના ઈએમઆઈનો બોજો હળવો થશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
શેરબજારમાં ઉથલ-પાથલ વધી, સેન્સેક્સમાં 400 પોઈન્ટનું ગાબડું, નિફ્ટી 22400 અંદર, IT શેર્સ કડડભૂસ

શેરબજારમાં ઉથલ-પાથલ વધી, સેન્સેક્સમાં 400 પોઈન્ટનું ગાબડું, નિફ્ટી 22400 અંદર, IT શેર્સ કડડભૂસ

RBI Repo Rate | ટેરિફ વૉર વચ્ચે મોટી રાહત, રેપો રેટમાં 0.25% બેસિસ પોઇન્ટનો ઘટાડો | RBI May Cut Repo…

RBI Repo Rate | ટેરિફ વૉર વચ્ચે મોટી રાહત, રેપો રેટમાં 0.25% બેસિસ પોઇન્ટનો ઘટાડો | RBI May Cut Repo...

‘ટેરિફ બોમ્બ’ થી બચવા અને અમેરિકા-ચીન ટ્રેડ વૉર વચ્ચે ભારતને રઘુરામ રાજનની મહત્ત્વની સલાહ | US China…

'ટેરિફ બોમ્બ' થી બચવા અને અમેરિકા-ચીન ટ્રેડ વૉર વચ્ચે ભારતને રઘુરામ રાજનની મહત્ત્વની સલાહ | US China...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

72668 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, પૂર્વ સંધ્યાએ બેઠક વ્યવસ્થા જોવા ધસારો | 72000 students will appear …

72668 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, પૂર્વ સંધ્યાએ બેઠક વ્યવસ્થા જોવા ધસારો | 72000 students will appear …

4 months ago
RLDએ ગુજરાતમાં મજબૂત સંગઠન સાથે તાલુકા કાર્યાલયનું ઉદ્ઘાટન અને પદાધિકારીઓની કરી નિમણુંક

RLDએ ગુજરાતમાં મજબૂત સંગઠન સાથે તાલુકા કાર્યાલયનું ઉદ્ઘાટન અને પદાધિકારીઓની કરી નિમણુંક

2 months ago
જામનગર શહેર જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારોની હડતાલ શરૂ થતાં લાભાર્થીઓને હાલાકી | Beneficiaries suff…

જામનગર શહેર જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારોની હડતાલ શરૂ થતાં લાભાર્થીઓને હાલાકી | Beneficiaries suff…

8 months ago
17000 કરોડના લોન ફ્રોડ કેસમાં અનિલ અંબાણીને EDનું સમન્સ, જાણો ક્યારે હાજર થવું પડશે | ED summons Ani…

17000 કરોડના લોન ફ્રોડ કેસમાં અનિલ અંબાણીને EDનું સમન્સ, જાણો ક્યારે હાજર થવું પડશે | ED summons Ani…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News