gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાણીપુરી ખાવા જવાનું કહી ઘરેથી નીકળેલી પરિણીતાની ઘાતકી હત્યા | Brutal murder of a married woman who …

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in GUJARAT
0 0
0
પાણીપુરી ખાવા જવાનું કહી ઘરેથી નીકળેલી પરિણીતાની ઘાતકી હત્યા | Brutal murder of a married woman who …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– રાજકોટમાં રહસ્યના આટાપાટા સર્જતી ઘટના

– તીક્ષ્ણ હથિયારના ઝનૂનથી ઘા ઝીંકાતાં ખોપડી ફાટી ગઈ અને કાન કપાઈ ગયો, ભેદ ઉકેલવા ક્રાઈમ બ્રાંચ અને સ્થાનિક પોલીસની ટીમોની દોડધામ

રાજકોટ: શહેરમાં દિવાળીના તહેવારોથી શરૂ થયેલો હત્યાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ભગવતીપરા કોપર ગ્રીનસિટીમાં બ્લોક નં.૧૬માં રહેતી સ્નેહા ઉર્ફે સેવું હિતેષભાઈ આસોડિયા નામની ૩૩ વર્ષની પરિણીતા ગઈકાલે સાંજે ઘરેથી પાણીપુરી ખાવા જાઉ છું તેમ કહી નીકળી ગયા બાદ લાપત્તા બની ગઈ હતી. આજે સવારે તેની ઘર નજીક અવાવરૂ જગ્યાએથી માથું ફાડી ઘાતકી રીતે હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. 

આ હત્યાનો ભેદ ઉકેલવા બી-ડિવિઝન પોલીસની સાથે ક્રાઈમ બ્રાંચ અને એલસીબીની ટીમો કામે લાગી છે. જો કે મોડી સાંજ સુધી પોલીસને હત્યાનો ભેદ ઉકેલવામાં મદદરૂપ થાય તેવી કોઈ માહિતી મળી નથી. 

પોલીસ પાસેથી  પ્રાપ્ત માહિતી મુજબ સ્નેહા ઉર્ફે સેવુંએ ત્રણ વર્ષ પહેલાં હિતેષ કાંતિભાઈ આસોડિયા સાથે બીજા લગ્ન કર્યા હતા. દામ્પત્યજીવન દરમિયાન પુત્ર શિવાંસની પ્રાપ્તી થઈ હતી. જે હાલ બે વર્ષનો છે. 

ગઈકાલે સાંજે તે પતિને પાણીપુરી ખાવા જાઉ છું તેમ કહી ઘરેથી નીકળી ગઈ હતી. પોતાનો મોબાઈલ ફોન પણ ઘરે રાખી દીધો હતો. તેણે કારખાને રહેલા પતિને કોલ કરી  સસરાને ઘરે રહેલા પુત્ર શિવાંસને  તેડતા આવવાનું અને સાથોસાથ પોતાને પણ લઈ જવાનું કહ્યું હતું. 

ત્યાર પછી તે મોડી રાત સુધી ઘરે આવી ન હતી. પરિવારજનોએ આકુળ વ્યાકુળ બની તેની ઘણી શોધખોળ કરી હતી. પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો. આખરે આજે સવારે ભગવતીપરા   મેઈન રોડથી વેલનાથપરા જવા માટેના કાચા રસ્તા પર અંદર આવેલી અવાવરૂ જગ્યામાંથી તેની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. 

જાણ થતાં બી-ડિવીઝન પોલીસ ઉપરાંત પોલીસ કમિશનર, ક્રાઈમ બ્રાંચના ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે જોયું તો સ્નેહા ઉર્ફે સેવુંની માથાના ભાગે ધારિયા કે કુહાડી જેવા ધારદાર હથિયાર વડે ઝનૂનથી ઝીંકાયેલા ઉંડા ઘા જોવા મળ્યા હતા.  માથામાં ક્રૂરતાથી ઝીંકાયેલા આ ઘાને કારણે ખોપડી ફાટી ગઈ હતી. કાનના ભાગે પણ ઝનૂનથી ઘા ઝીંકાયો હોવાથી એક કાન કપાઈ ગયો હતો. આ ઉપરાંત નાક, જમણી આંખની બાજુમાં પણ ઘા ઝીંકાયેલા જોવા મળ્યા હતા. 

બી-ડિવીઝન પોલીસે ફોરેન્સિક નિષ્ણાંત તબીબો પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતક સ્નેહા ઉર્ફે સેવુંના ભાઈ અમિત પ્રવીણભાઈ બાવરીયા (ઉ.વ.ર૭, રહે. હુડકો આવાસ યોજનાના કવાર્ટર)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો. હત્યા કોણે અને કયા કારણથી કરી તે વિશે પોલીસને મોડી સાંજ સુધી કોઈ માહિતી મળી ન હતી. અંગત કારણોસર હત્યા થયાના તારણ પર પોલીસ પહોંચી છે. 

– પતિને બદલે ભાઈને પોલીસે ફરિયાદી બનાવતાં ચર્ચા જાગી

રાજકોટ: હત્યાનો ભોગ બનનાર સ્નેહા ઉર્ફે સેવું ઘરેથી નીકળે છે તેના સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્યા છે. જો કે ઘટનાસ્થળ આસપાસ સીસીટીવી કેમેરા ન હોવાથી પોલીસને ભેદ ઉકેલવામાં મુશ્કેલી પડી રહી છે. પરિવારના સભ્યોની પણ પોલીસ પુછપરછ કરશે. પોલીસે સ્નેહાના પતિને ફરિયાદી બનાવવાને બદલે તેના ભાઈને ફરિયાદી બનાવતાં તે મુદ્દો પણ ચર્ચાસ્પદ બન્યો છે. આ બાબતે પોલીસે એમ કહ્યું છે કે સ્નેહાબેનના પતિ વીધિમાં રોકાયા હોવાથી તેના ભાઈને ફરિયાદી બનાવાયો છે. 

– મૃતક સ્નેહાના પહેલાં લગ્ન એક જ વર્ષના ગાળામાં જ તૂટી ગયા હતા

– ત્રણ વર્ષ પહેલાં બીજા લગ્ન કર્યા હતા

-ભાઈએ બનેવી સાથે મળી મોડી રાત સુધી શોધખોળ કરી પરંતુ પત્તો લાગ્યો ન હતો

રાજકોટ: હત્યાનો ભોગ બનનાર સ્નેહાના ભાઈ અમિતે પોલીસને જણાવ્યું કે તેના સસરા વિજય વારડેનું મનહર પ્લોટમાં ડાય પંચીગનું કારખાનું છે. જેમાં તે  રિક્ષાના ફેરા કરે છે. તેના પિતા જૂના મોરબી રોડ પર કારખાનામાં મજુરી કરે છે. તેને ત્રણ બહેનો હતા. જેમાંથી મોટા જલ્પાબેન દિનેશભાઈ મકવાણા વિનોદનગરમાં સાસરે છે. બીજા નંબરે સ્નેહા ઉર્ફે સેવું હતી. જેણે ૧૩ વર્ષ પહેલાં કોઠારીયા રોડ પર રહેતાં દિપક બાબુભાઈ ગુજરાતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જો કે એકાદ વર્ષ બાદ જ  છૂટાછેડા થઈ ગયા હતા. ત્રણેક વર્ષ પહેલા તેની બહેને હિતેષ સાથે બીજા લગ્ન કર્યા હતા. 

જયારે તેની ત્રીજી બહેન અવની દિવ્યેશભાઈ ખસીયા ભાવનગર રોડ પર સાસરે છે. તેના બનેવી હિતેષને ગ્રીનલેન્ડ ચોકડી નજીક લોખંડની ચોરસી બનાવવાનું કારખાનું છે. ગઈકાલે તે પત્ની સાથે કોઠારીયા રોડ પર આવેલા મોલમાં ખરીદી કરવા ગયો હતો. તે વખતે તેનાથી મોટી અવનીબેને કોલ કરી પૂછયું કે સેવું તારે ત્યાં આવી છે? તેણે ના પાડી હતી. રાત્રિના તે પત્ની સાથે સેવુંના ઘરે નીકળ્યો હતો. રસ્તામાંથી બનેવી હિતેષને કોલ કરતાં કહ્યું કે હાલ તે પુત્રને મુકવા તેના પિતાના ઘરે જાય છે. થોડીવારમાં પરત આવી જશે. થોડીવાર પછી તેના બનેવી ઘરે આવી જતાં બંનેએ મળી તેની બહેનની આસપાસના વિસ્તારોમાં તપાસ કરી હતી. સીસીટીવી કેમેરા પણ જોયા હતા. જેમાંથી એક કેમેરામાં તેની બહેન લાલ કલરના કુર્તા અને કાળા કલરની લેંગીસમાં જતી જોવા મળી હતી. રાત્રે દોઢેક વાગ્યા સુધી બહેનની શોધખોળ કરી હતી. પરંતુ પત્તો મળ્યો ન હતો. આખરે સવારે સોશિયલ મીડીયા થકી બહેનની હત્યા થયાની જાણ થઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET પેપર લીક મુદ્દે NSUIનો વડોદરા કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ, આવેદનપત્ર પાઠવ્યું | NSUI’s strongly p…
GUJARAT

NEET પેપર લીક મુદ્દે NSUIનો વડોદરા કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ, આવેદનપત્ર પાઠવ્યું | NSUI’s strongly p…

May 13, 2026
વરસાદી ચેનલ બનાવવાના કામને લીધે વાઘોડિયા ચોકડીનો સિંગલ રસ્તો 15 દિવસ બંધ રહેશે | single road at Wagh…
GUJARAT

વરસાદી ચેનલ બનાવવાના કામને લીધે વાઘોડિયા ચોકડીનો સિંગલ રસ્તો 15 દિવસ બંધ રહેશે | single road at Wagh…

May 13, 2026
અક્ષય બુડાનિયા વડોદરા કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર : ગંગાસિંહને નર્મદાના કલેક્ટર તરીકેની જવાબદારી | …
GUJARAT

અક્ષય બુડાનિયા વડોદરા કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર : ગંગાસિંહને નર્મદાના કલેક્ટર તરીકેની જવાબદારી | …

May 13, 2026
Next Post
અવધના ઢાળ પર પોલીસની મોબાઈલને ઘેરી લઈ ટોળાંનો બેફામ પથ્થરમારો | A mob surrounds a police mobile and …

અવધના ઢાળ પર પોલીસની મોબાઈલને ઘેરી લઈ ટોળાંનો બેફામ પથ્થરમારો | A mob surrounds a police mobile and ...

આણંદ જિલ્લામાં રવિવારે મતદાર યાદી સુધારાની કામગીરી ચાલુ રખાઈ | Voter list revision work continued in…

આણંદ જિલ્લામાં રવિવારે મતદાર યાદી સુધારાની કામગીરી ચાલુ રખાઈ | Voter list revision work continued in...

જાનૈયાનો સ્વાંગ રચી પોલીસે 15 વર્ષથી ફરાર દુષ્કર્મના આરોપીને દબોચી લીધો

જાનૈયાનો સ્વાંગ રચી પોલીસે 15 વર્ષથી ફરાર દુષ્કર્મના આરોપીને દબોચી લીધો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટમાં એકસાથે 8 શાળાને વાગ્યા તાળા! જાણો શિક્ષણાધિકારીએ કેમ લીધો નિર્ણય | Rajkot 8 Schools Shut D…

રાજકોટમાં એકસાથે 8 શાળાને વાગ્યા તાળા! જાણો શિક્ષણાધિકારીએ કેમ લીધો નિર્ણય | Rajkot 8 Schools Shut D…

8 months ago
કચ્છ: રાપરના પ્રાગપર પાસે કાર અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત, દંપતીનું ઘટનાસ્થળે જ મોત | Car and Bike …

કચ્છ: રાપરના પ્રાગપર પાસે કાર અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત, દંપતીનું ઘટનાસ્થળે જ મોત | Car and Bike …

1 month ago
ખાંભડા ગામના 5 શખ્સને બે વર્ષના જેલવાસનો હુકમ | Two year jail term for 5 people from Khambhad villag…

ખાંભડા ગામના 5 શખ્સને બે વર્ષના જેલવાસનો હુકમ | Two year jail term for 5 people from Khambhad villag…

6 months ago
નકલી પોલીસ બનીને ગુનાખોરી કરવામાં ગુજરાત દસમા ક્રમે, યુપી-મહારાષ્ટ્ર આ યાદીમાં ટોચે | gujarat 10th i…

નકલી પોલીસ બનીને ગુનાખોરી કરવામાં ગુજરાત દસમા ક્રમે, યુપી-મહારાષ્ટ્ર આ યાદીમાં ટોચે | gujarat 10th i…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News