
– એક્યુઆઇ 500ને પાર થતાં લેવાયેલો નિર્ણય
– આ નિયમ સરકારી અને ખાનગી એમ બંને સેક્ટરના કર્મચારીઓને લાગુ પડશે
દિલ્હી : દિલ્હીમાં સતત ગંભીર સ્તરે પહોંચી ગયેલા પ્રદૂષણના સ્તર અને પીએમ ૨.૫ અને પીએમ ૧૦નાં ખતરનાક આંકડાઓને ધ્યાનમાં રાખતા દિલ્હી સરકારે કડક પગલા લીધા છે.
કમિશન ફોર એર ક્વાલિટી મેનેજમેન્ટ (સીએક્યુએમ)ના નિર્દેશો હેઠળ હવે તમામ સરકારી અને ખાનગી ઓફિસ ફક્ત ૫૦ ટકા જ કર્મચારીઓને ઓફિસ બોલાવી શકશે.










