gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મતદાર યાદી સુધારણા પાછળ વિદ્યાર્થીઓનું શિક્ષણ અધ્ધરતાલ : સુરતમાં વેડરોડ પાલિકાની શાળામાં 582 વિદ્યાર…

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in GUJARAT
0 0
0
મતદાર યાદી સુધારણા પાછળ વિદ્યાર્થીઓનું શિક્ષણ અધ્ધરતાલ : સુરતમાં વેડરોડ પાલિકાની શાળામાં 582 વિદ્યાર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : સુરત સહિત ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ મતદાર સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં શિક્ષકોને જોડી દેવાતા હવે પાલિકાની શાળામાં અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે. આ કામગીરીમાં સુરતના વેડ રોડ પર પાલિકાની એક શાળામાં 16 શિક્ષકો હોવા છતાં 582 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર ત્રણ શિક્ષક બચ્યા છે. આ રાષ્ટ્રીય કામગીરીના કારણે ગરીબ વિદ્યાર્થીઓ તેમના મૂળભૂત અધિકારથી વંચિત રહે છે. બે ત્રણ વર્ગ ભેગા કરીને એક વર્ગમાં બેસાડી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં હવે આગામી દિવસોમાં સમિતિની શાળામાં ઈન્સ્પેક્શન પણ થશે તેથી શિક્ષકોની ચિંતામાં વધારો થયો છે. 

સુરતમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રીવીઝન (SIR) ની કામગીરીમાં પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની હાલત કફોડી કરી દીધી છે. શાળા સત્ર શરૂ થયું ત્યારથી જ શિક્ષકો વર્ગખંડના બદલે મતદાર યાદી સુધારણા માટે ઘરે ઘરે ફરી રહ્યા છે જેના પરિણામે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં ફાંફા પડી રહ્યાં છે. વેડરોડ પર આવેલી મહાત્મા જ્યોતિબા ફૂલે વિદ્યાલયમાં 16 શિક્ષકોનું મહેકમ છે અને 582 વિદ્યાર્થીઓ છે. પરંતુ હાલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ આ શાળાના 16 માંથી 13 શિક્ષકના ઓર્ડર બી.એલ.ઓ. તરીકે નીકળ્યા છે. 

શાળા ક્રમાંક 180માં 582 વિદ્યાર્થીઓ છે તેની સામે માત્ર બે સાથી શિક્ષક અને એક શિક્ષક મળી માત્ર ત્રણ શિક્ષક છે જેના કારણે આ વિદ્યાર્થીઓને ગુણવત્તાવાળું શિક્ષણ આપવાનું બંધ થયું છે. ત્રણ શિક્ષકો 582 વિદ્યાર્થીઓને સાચવતા હોવાથી બે ત્રણ વર્ગના વિદ્યાર્થીઓને એક વર્ગખંડમાં ભેગા કરીને શિક્ષણ આપવામા આવે છે. જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓએ બોર્ડ નીચે બેસવું પડી રહ્યું છે. આ સ્થિતિ સામે શાળાના આચાર્યએ રજૂઆત કરી છે પરંતુ આ એક માત્ર શાળાનો પ્રશ્ન નથી સુરત પાલિકાની મોટાભાગની શાળાના શિક્ષકો બી.એલ.ઓ. કામગીરીમાં જોડાયા છે અને વર્ગખંડમાં વિદ્યાર્થીઓને ભેગા કરીને શિક્ષણ આપી રહ્યાં છે. પરંતુ આ કામગીરી રાષ્ટ્રીય કામગીરી છે જો ન થાય તો વોરંટ સુધીના પગલાં ભરવામાં આવે છે તેથી ડરીને શિક્ષકો વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે કામગીરી કરી રહ્યાં છે. 

બીજુ સત્ર શરુ થયું અને અનેક કાર્યક્રમોની વણઝાર વચ્ચે શિક્ષણ તો અટવાયું હતું તેમાં આ કામગીરી જોડી દેવાતા શિક્ષણ કાર્ય માત્ર દેખાવ પુરતું ચાલી રહ્યું છે. આવામાં હવે થોડા સમય પછી શાળામાં ઈન્સ્પેક્શન કરવામાં આવશે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ તથા અન્ય કાર્યક્રમ વચ્ચે શિક્ષણ યોગ્ય અપાયું નથી તેથી ઈન્સ્પેક્શનમાં નબળો દેખાવ થાય તેવી શક્યતા હોવાથી શિક્ષકો ડરી રહ્યાં છે. આમ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અને અન્ય કાર્યક્રમ વચ્ચે શિક્ષકોની હાલત કફોડી થઈ રહી છે.

શાળાના આચાર્યએ પત્ર લખીને શિક્ષણ માટે શિક્ષકોની માંગણી કરી

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના મોટાભાગના શિક્ષકો બી.એલ.ઓ.ની કામગીરીમાં જોડાયા છે અને વર્ગખંડમાં શિક્ષકો નથી આવા સંજોગોમાં ગરીબ વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ મળતું નથી. આવી સ્થિતિ નિવારવા માટે વેડરોડની શાળાના આચાર્યએ પત્ર લખી શિક્ષકોની માંગણી કરી છે. 

વેડ રોડની શાળાના આચાર્ય કાશીનાથ જાધવે બીટ નિરીક્ષક તથા શાસનાધિકારીને પત્ર લખ્યો છે જેમાં જણાવ્યું છે કે, 16માંથી 13 શિક્ષકો બી.એલ.ઓ.માં હોય શિક્ષણ પર અસર થઈ રહી છે. ત્રણ શિક્ષકો 582 વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પુરે છે તેમાં પણ મુશ્કેલી થાય છે એક વર્ગની હાજરી પુરવામાં એક કલાક જેટલો સમય નીકળી જાય છે. બે ત્રણ અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવામાં મુશ્કેલી પડે છે. 

અહીના શિક્ષકોને શાળાથી 9 કિલોમીટર દુર કરંજ વિધાનસભામાં બી.એલ.ઓ કામગીરી સોંપવામાં આવી છે તેના કારણે તેઓ શાળામાં થોડો સમય પણ આપી શકતા નથી. આ શાળા હિતમાં બીટ નિરીક્ષક અને શાસનાધિકારીને પત્ર લખીને આસપાસની શાળામાંથી શિક્ષકો ફાળવે તેવી માંગણી કરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
સુરતમાં સુરભિ ડેરીના સંચાલકની ધરપકડ, દરરોજ 1000 કિલો નકલી પનીર બનાવીને વેચાતુ | surabhi dairy surat …

સુરતમાં સુરભિ ડેરીના સંચાલકની ધરપકડ, દરરોજ 1000 કિલો નકલી પનીર બનાવીને વેચાતુ | surabhi dairy surat ...

डॉ. वर्गीश कुरियन की जन्म जयन्ती पर मंदसौर दुग्ध शीत केन्द्र में आयोजित होगा मिल्क डे

डॉ. वर्गीश कुरियन की जन्म जयन्ती पर मंदसौर दुग्ध शीत केन्द्र में आयोजित होगा मिल्क डे

डॉ. वर्गीश कुरियन की जन्म जयन्ती पर मंदसौर दुग्ध शीत केन्द्र में आयोजित होगा मिल्क डे

ડો. વર્ગીસ કુરિયનના જન્મદિન નિમિત્તે મંદસૌર દૂધ શીતકેન્દ્ર ખાતે મિલ્ક ડે નું આયોજન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગમાં પ્રતાપનગર–જોબટ અને આણંદ–ગોધરા સેકશનમાં ટ્રેનોની ગતિમાં વધારો કરાયો | …

પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગમાં પ્રતાપનગર–જોબટ અને આણંદ–ગોધરા સેકશનમાં ટ્રેનોની ગતિમાં વધારો કરાયો | …

5 months ago
વણાંકબોરી થર્મલના એશ ડાઈક એરિયામાં પાળો તૂટતા તળાવ ફાટયું | The lake burst due to the embankment bre…

વણાંકબોરી થર્મલના એશ ડાઈક એરિયામાં પાળો તૂટતા તળાવ ફાટયું | The lake burst due to the embankment bre…

11 months ago
જામનગરમાં આવતીકાલે સાંજે સંવત્સરીની ઉજવણી કરાશે : ગુરૂવારે તપસ્વીઓના પારણા થશે | Samvatsari celebrat…

જામનગરમાં આવતીકાલે સાંજે સંવત્સરીની ઉજવણી કરાશે : ગુરૂવારે તપસ્વીઓના પારણા થશે | Samvatsari celebrat…

10 months ago
અમે મતભેદોનું સમાધાન કરાવીશું તેવી વાતો નિરાધાર: સિંધુ જળ સંધિ મુદ્દે વર્લ્ડબૅન્કના પ્રમુખનું નિવેદન…

અમે મતભેદોનું સમાધાન કરાવીશું તેવી વાતો નિરાધાર: સિંધુ જળ સંધિ મુદ્દે વર્લ્ડબૅન્કના પ્રમુખનું નિવેદન…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News