gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર: બંદીવાન શિક્ષક દ્વારા બંદીવાન વિદ્યાર્થીઓને ભણાવી આપ્યુ…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in GUJARAT
0 0
0
સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર: બંદીવાન શિક્ષક દ્વારા બંદીવાન વિદ્યાર્થીઓને ભણાવી આપ્યુ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

સુરત, સંજીવ રાજપૂત: ગુજરાત આજે શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતનો કોઈ પણ નાગરીક શિક્ષણથી વંચિત ન રહે તેવું રાજ્ય સરકારનું હરહંમેશ આયોજન રહ્યું છે.

તેવી જ રીતે કેદીઓ પણ શિક્ષણના અધિકારથી વંચિત ન રહે તે માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં બંદીવાન કેદીઓને શિક્ષણ આપવાનું ઉમદા કાર્ય જેલોમાં થઈ રહ્યું છે. જેલમાં પાકા કામના કેદીઓ જે ભણવાની જિજીવિષા ધરાવતા હોય તેવા કેદીઓ માટે લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે મહાત્મા ગાંધી વિધાલય બનાવવામાં આવી છે. જેમાં અશિક્ષિત કુલ ૨૬૭ બંદીવાનોને બંદીવાન શિક્ષકો દ્વારા અક્ષરજ્ઞાન આપી સાક્ષર કરવામાં આવ્યા છે,

સાથોસાથ જેલમાં રહેલ તણાવયુક્ત અને માનસિક સહકારની જરૂર હોય તેવા નિરક્ષર કુલ ૧૬ બંદીવાનોનું કાઉન્સેલીંગ કરી બંદીવાન દ્વારા શિક્ષા આપી તેમણે સાક્ષર કરવામાં આવ્યા છે.

મહાત્મા ગાંધી વિદ્યાલયમાં પાકા પાયાના કેદીઓને ગુણવત્તાયુક્ત અને સ્માર્ટ શિક્ષણ મળી રહે તે માટે વર્ષ – ૨૦૨૪માં એલ એન્ડ ટી કંપનીના સહયોગથી રૂ.૧૮ લાખના ખર્ચે “ડિજિટલ સ્માર્ટ ક્લાસ રૂમ” તૈયાર કરવામાં આવ્યા. ડિજિટલ સ્માર્ટ ક્લાસનું અનાવરણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ જેલ ખાતે વર્ષ – ૨૦૨૪-૨૫માં ધો-૧૦ના ૧૬, ધો- ૧૨ના ૯ અને ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સર્ટીફીકેટ કોર્ષમાં ૩૨ કેદીઓઓ મળીને કુલ ૫૭ બંદીવાનોએ અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આ જેલની શાળામાં વર્ષ ૨૦૨૨-૨૩ અને વર્ષ ૨૦૨૩-૨૪માં ધો ૧૦માં અને ધો ૧૨માં પરીક્ષાનું પરિણામ ૧૦૦% આવ્યું હતું.

આ વિદ્યાલયમાં બંદીવાન ભાઇ-બહેનોના સર્વાગી વિકાસમાં તેમજ માનસ ઘડતરમાં મદદરૂપ થાય તેવા ઉમદા હેતુથી પુરૂષ અને મહિલા વિભાગ માટે અલગ-અલગ લાઇબ્રેરીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. લાઇબ્રેરી વિભાગમાં કેદીઓને બુક્સ ઇસ્યુ કરવા માટે એક સોફ્ટવેર પણ બનાવવામાં આવ્યું છે.

જેમાં બંદિવાન કેવા પ્રકારના પુસ્તકો વાંચે છે, તે અંગેનું રેકર્ડ રાખવામાં આવે છે. વિદ્યાલયની લાઇબ્રેરીમાં કુલ ૧૮ હજારથી વધુ પુસ્તકો તેમજ કુલ ૮૬૪ મેગઝીન ઉપલબ્ધ છે. આ શાળામાં અભણ- નિરક્ષર અને વૃધ્ધ કે જેઓ વાંચી નથી શકતા તેવાં બંદિવાનો માટે જેલ ખાતે ઓડીયો લાઇબ્રેરી સિસ્ટમની સુવિધા ઉપલબ્ધ છે. છેલ્લા બે વર્ષમાં કુલ-૨૦૬૨ જેટલાં બંદીવાનોએ ઓડીયો લાઇબ્રેરી સિસ્ટમનો લાભ લીધો છે.

ઉલ્લેખનીય છે કે, દર મહિને આશરે ૨૨૦૦ થી ૨૫૦૦ પુસ્તકોનું સરેરાશ વાંચન બંદીવાનો દ્વારા કરવામાં આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:
GUJARAT

નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:

October 12, 2026
શેરી ગરબાને જીવંત રાખવાના પ્રયાસ સાથે વેરીટાસ બિલ્ડીંગમાં નવલી નવરાત્રીનું ભવ્ય આયોજન
GUJARAT

શેરી ગરબાને જીવંત રાખવાના પ્રયાસ સાથે વેરીટાસ બિલ્ડીંગમાં નવલી નવરાત્રીનું ભવ્ય આયોજન

October 12, 2026
ગોધરા તાલુકાના ગોલ્લાવ ખાતે સી.આર.સી કક્ષાનો બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
GUJARAT

ગોધરા તાલુકાના ગોલ્લાવ ખાતે સી.આર.સી કક્ષાનો બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

October 12, 2026
Next Post
દ્વારકામાં આવતી કાલે યોજાનાર ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના સત્કાર સમારોહની તૈયારીઓ પૂરજોશમાં

દ્વારકામાં આવતી કાલે યોજાનાર ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના સત્કાર સમારોહની તૈયારીઓ પૂરજોશમાં

સુરતમાં પાણી પીધા બાદ 50થી વધુ રત્ન કલાકારોને ઝેરી દવાની અસર, તમામને હોસ્પિટલ ખસેડાયા | 50 jewelers …

સુરતમાં પાણી પીધા બાદ 50થી વધુ રત્ન કલાકારોને ઝેરી દવાની અસર, તમામને હોસ્પિટલ ખસેડાયા | 50 jewelers ...

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 12 શાળાના 173 ક્લાસરૂમ 34.47 કરોડના ખર્ચે બનાવાશે | 173 classroom…

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 12 શાળાના 173 ક્લાસરૂમ 34.47 કરોડના ખર્ચે બનાવાશે | 173 classroom...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોલીડાના મહિલા સરપંચના પતિએ કોન્સ્ટેબલને લાફો માર્યો

ગોલીડાના મહિલા સરપંચના પતિએ કોન્સ્ટેબલને લાફો માર્યો

2 years ago
કચ્છમાં વધુ એક પ્રેમ સંબંધનો લોહિયાળ અંત, ગાંધીધામની હોટેલમાં પ્રેમીએ પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી | K…

કચ્છમાં વધુ એક પ્રેમ સંબંધનો લોહિયાળ અંત, ગાંધીધામની હોટેલમાં પ્રેમીએ પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી | K…

8 months ago
પાણીગેટ ભદ્ર કચેરીની પાછળના સ્ક્રેપના ગોડાઉનમાં આગ | Fire breaks out in scrap godown behind Panigate…

પાણીગેટ ભદ્ર કચેરીની પાછળના સ્ક્રેપના ગોડાઉનમાં આગ | Fire breaks out in scrap godown behind Panigate…

10 months ago
જામનગરની ભાગોળે રિસોર્ટમાં આગની ઘટના બાદ ફાયર સેફ્ટીના ચેકીંગનો કડક દોર : હાઇવે હોટલને સીલ કરાઈ | St…

જામનગરની ભાગોળે રિસોર્ટમાં આગની ઘટના બાદ ફાયર સેફ્ટીના ચેકીંગનો કડક દોર : હાઇવે હોટલને સીલ કરાઈ | St…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News