gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કુખ્યાત પેંડા ગેંગ બાદ હવે મૂરગા ગેંગના 21 સભ્યો સામે ગુજસીટોક | After the infamous Penda gang now 2…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in GUJARAT
0 0
0
કુખ્યાત પેંડા ગેંગ બાદ હવે મૂરગા ગેંગના 21 સભ્યો સામે ગુજસીટોક | After the infamous Penda gang now 2…
0
VIEWS
Share on FacebookShare on Twitter

11 સભ્યોની ધરપકડ, 5 જેલમાં, 5 હજુ વોન્ટેડ

જંગલેશ્વરની મૂરગા ગેંગે છેલ્લા 10 વર્ષ દરમિયાન ગંભીર પ્રકારના ગણાય તેવા 36 ગુના આચર્યા હતા

રાજકોટ: મંગળા રોડ પર અંધાધૂંધ ફાયરિંગ કરનાર પેંડા ગેંગ સામે ક્રાઇમ બ્રાંચે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યા બાદ આજે જંગલેશ્વરની મૂરગા ગેંગના ૨૧ સભ્યો સામે પણ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી તેમાંથી ૧૧ સભ્યોની ધરપકડ કરી હતી. મૂરગા ગેંગે છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન ગંભીર પ્રકારના ૩૬ ગુના આચર્યા હતાં. જેને ધ્યાને લઇ ક્રાઇમ બ્રાંચે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો છે.

મૂરગા ગેંગના સભ્યો વિરૂધ્ધ રાજકોટ શહેર અને આસપાસના જિલ્લાઓમાં છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન પ્રાણઘાતક હથિયારો વડે ખૂનની કોશિષ, સરાજાહેર ફાયરિંગ, ગેરકાયદે મંડળી રચી હુમલા, ગેરકાયદે પ્રવેશ કરી તોડફોડ કરવી, સરકારી કર્મચારીઓની ફરજમાં રૂકાવટ કરી હુમલા કરવા, ધાકધમકીઓ આપવી, ગેરકાયદે હથિયાર અને ડ્રગ્સનું વેચાણ, સરકારી માલ-મિલ્કતને નુકસાન સહિતના ૩૬ ગુના નોંધાયા હતાં.

જેને ધ્યાને લઇ ક્રાઇમ બ્રાંચના એસીપી બી.બી. બસિયા છેલ્લા ઘણા સમયથી મૂરગા ગેંગના સભ્યો વિરૂધ્ધ અત્યાર સુધી નોંધાયેલા તમામ ગુનાની માહિતી અને ચાર્જશીટ સહિતના દસ્તાવેજો એકત્રિત કરતાં હતાં. ત્યાર પછી આજે મૂરગા ગેંગના ૨૧ સભ્યો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો.

મૂરગા ગેંગે છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન દારૂના ૨૦, જુગારના ૯ અને માદક પદાર્થનો ૧ ગુનો આચર્યો હતો. જો કે આ તમામ ગુનાઓ ગુજસીટોકમાં ધ્યાને લેવાયા નથી. મૂરગા ગેંગના ૫ સભ્યો હાલ જેલમાં છે. ૧૧ની આજે ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. ૫ સભ્યો હજુ વોન્ટેડ છે. જેને ઝડપી લેવા ક્રાઇમ બ્રાંચની જુદી-જુદી ટીમો કામે લગાડાઇ છે. 

મૂરગા ગેંગની હરિફ પેંડા ગેંગના ૧૭ સભ્યો વિરૂધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો. પેંડા ગેંગે છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન ૭૧ ગુના આચર્યા હતાં.  જ્યારે પ્રોહીબીશનના ૭૨, જુગારનો ૧ અને માદક પદાર્થોનો પણ ૧ ગુનો આચર્યો હતો. 

અત્યાર સુધી બંને ગેંગ સામે ગમે તે કારણસર પોલીસ રહેમનજર નાખીને બેઠી હતી. મંગળા રોડ પર બંને ગેંગ દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરાયા બાદ  કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિને લઇને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠતા પોલીસની ઊંઘ ઉડી હતી. જેને પગલે જ બંને ગેંગ સામે હવે ગુજસીટોક હેઠળ આકરી કાર્યવાહી કરવામાં આવી છે. 

પેંડા ગેંગના તમામ ૧૭ સભ્યોની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. તપાસના અંતે તમામને રાજ્યની જુદી-જુદી જેલોમાં ધકેલી દેવાયા હતાં. ગુજસીટોકમાં આજીવન કેદની સજાની જોગવાઇ છે જે અત્રે ઉલ્લેખનીય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન
GUJARAT

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

July 4, 2026
Next Post
ભારતના 61% વિસ્તાર પર ભૂકંપનો ખતરો, હિમાલયન રેન્જ સૌથી જોખમી, વિજ્ઞાનીઓએ સિસ્મિક મેપ જાહેર કર્યો

ભારતના 61% વિસ્તાર પર ભૂકંપનો ખતરો, હિમાલયન રેન્જ સૌથી જોખમી, વિજ્ઞાનીઓએ સિસ્મિક મેપ જાહેર કર્યો

કિન્નરોનાં બે જૂથ વચ્ચે વિખવાદ, બંને જૂથના સાત સભ્યોએ ફીનાઇલ પીધું | Dispute between two groups of t…

કિન્નરોનાં બે જૂથ વચ્ચે વિખવાદ, બંને જૂથના સાત સભ્યોએ ફીનાઇલ પીધું | Dispute between two groups of t...

વસ્ત્રાપુર લેકની એન્ટ્રી ફી દસ રુપિયા, વસ્ત્રાપુર લેક રીડેવલપમેન્ટ પછી ટૂંક સમયમાં ખુલ્લુ મુકાશે | E…

વસ્ત્રાપુર લેકની એન્ટ્રી ફી દસ રુપિયા, વસ્ત્રાપુર લેક રીડેવલપમેન્ટ પછી ટૂંક સમયમાં ખુલ્લુ મુકાશે | E...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈરાનમાં ફસાયેલા ભારતીયોને સડક માર્ગે બહાર કઢાશે, પડોશી માંગી રહ્યા છે ડીઝલ: વિદેશ મંત્રાલય | India E…

ઈરાનમાં ફસાયેલા ભારતીયોને સડક માર્ગે બહાર કઢાશે, પડોશી માંગી રહ્યા છે ડીઝલ: વિદેશ મંત્રાલય | India E…

4 months ago
જૂનાગઢ-ગીર સોમનાથમાં મેઘરાજાની તોફાની બેટિંગ: સૂત્રાપાડામાં 9 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ | Junag…

જૂનાગઢ-ગીર સોમનાથમાં મેઘરાજાની તોફાની બેટિંગ: સૂત્રાપાડામાં 9 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ | Junag…

11 months ago
‘વક્ફ કાયદો અહીં લાગુ જ નથી થવાનો તો હોબાળો શા માટે?’, મમતા બેનર્જીનું બંગાળમાં થઈ રહેલી હિંસા પર નિ…

‘વક્ફ કાયદો અહીં લાગુ જ નથી થવાનો તો હોબાળો શા માટે?’, મમતા બેનર્જીનું બંગાળમાં થઈ રહેલી હિંસા પર નિ…

1 year ago
ભુજની લક્ઝરી હોટલમાં હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું, દારૂની મહેફિલ માણતા 7ની ધરપકડ | seven people arre…

ભુજની લક્ઝરી હોટલમાં હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું, દારૂની મહેફિલ માણતા 7ની ધરપકડ | seven people arre…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News