gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના મોટાપીર ચોક વિસ્તારમાં અડધી રાતે જૂના મકાનની છત ધસી પડી, મહિલા સહિત બે ઇજાગ્રસ્ત | Midnight…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
જામનગરના મોટાપીર ચોક વિસ્તારમાં અડધી રાતે જૂના મકાનની છત ધસી પડી, મહિલા સહિત બે ઇજાગ્રસ્ત | Midnight…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News: જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલા મોટા પીર ચોક વિસ્તારમાં ગત મોડી રાત્રે એક જૂનવાણી અને જર્જરિત મકાનનો છતનો હિસ્સો ધડાકાભેર ધરાશાયી થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં નીચેના ભાગમાં રહેતા એક મહિલા સહિત બે વ્યક્તિઓ કાટમાળમાં દટાયા હતા, જ્યારે ઉપરના માળે રહેતા એક મહિલા અને બે બાળકોનો આબાદ બચાવ થયો હતો.

બે ઇજાગ્રસ્ત, પાંચનો બચાવ

મળતી માહિતી અનુસાર, જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલા મોટા પીર ચોક વિસ્તારમાં મોડી રાતે બનેલી આ ઘટનામાં મકાનનો જર્જરિત ઉપરના માળનો હિસ્સો ધસી પડ્યો હતો. જેમાં નીચેના ભાગમાં રહેતા 58 વર્ષીય રજીયાબેન સાટી અને 61 વર્ષીય હુસેનભાઈ સાટી કાટમાળને કારણે નાની-મોટી ઈજાઓ થતાં દટાયા હતા રજીયાબેનને કપાળ અને નાકના ભાગે ઇજા થતાં તે લોહીલુહાણ બન્યા હતા. 108ની ટીમ દ્વારા તાત્કાલિક બંને ઇજાગ્રસ્તોને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં રજીયાબેનની આગળની સારવાર ચાલી રહી છે.

મકાનના પહેલા માળે રહેતા શકીનાબેન અને તેમની ત્રણ વર્ષની પુત્રી નાઈઝા તેમજ માત્ર ત્રણ મહિનાની નાની બાળકી સહિત કુલ પાંચ વ્યક્તિને સમયસર રેસ્ક્યુ કરી લેવાયા હોવાથી કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી.

આ પણ વાંચો: કચ્છમાં ભચાઉ નજીક LPG ગેસ ટેન્કરમાં બ્લાસ્ટ, 6-7 વાહનો ભસ્મીભૂત, જાનહાનિની આશંકા

ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરી

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર શાખાના સ્ટેશન ઓફિસર ઉમેશ ગામેતી, જયંતિ ડામોર, એપલ વારા સહિતની ટીમે તરત જ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. કાટમાળ પડવાના કારણે મકાનનો દરવાજો ખુલી શકે તેમ નહોતો. જેથી ફાયર બ્રિગેડની ટીમે મકાનની બારી કાપીને સૌપ્રથમ ઇજાગ્રસ્ત રજીયાબેન અને હુસેનભાઈને બહાર કાઢ્યા હતા.

ફાયર બ્રિગેડના જવાનો કાટમાળની વચ્ચેથી ઉપરના માળે પહોંચી ગયા અને ત્યાં રહેલી મહિલા શકીનાબેન અને તેમની બંને પુત્રીઓને બારીમાંથી એક પછી એક સહી સલામત રીતે રેસ્ક્યુ કરી લીધા હતા. પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. આ ઉપરાંત, એસ્ટેટ શાખાની ટીમ દ્વારા જર્જરિત મકાનનો અન્ય હિસ્સો પણ તોડી પાડવાની કાર્યવાહી ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
ટેન્ડરમાં ગેરરીતિ: ગિફ્ટ સિટીના ફૂડઝોનનો કોન્ટ્રાક્ટ શિલ્પા શેટ્ટીની કંપનીને આપી દેવાયો | GIFT City …

ટેન્ડરમાં ગેરરીતિ: ગિફ્ટ સિટીના ફૂડઝોનનો કોન્ટ્રાક્ટ શિલ્પા શેટ્ટીની કંપનીને આપી દેવાયો | GIFT City ...

AMCની બેદરકારીએ લીધો જીવ: કુબેરનગરમાં તૂટેલા ગટરના ઢાંકણાના લીધે એક્ટિવા ચાલક પટકાતા મોત | Ahmedabad…

AMCની બેદરકારીએ લીધો જીવ: કુબેરનગરમાં તૂટેલા ગટરના ઢાંકણાના લીધે એક્ટિવા ચાલક પટકાતા મોત | Ahmedabad...

ઉડતા ગુજરાત : બેરોજગારીને કારણે શિક્ષિત યુવાઓ દારુ-ડ્રગ્સના રવાડે, જાણો કેટલા પુરુષ-મહિલા બંધાણી | g…

ઉડતા ગુજરાત : બેરોજગારીને કારણે શિક્ષિત યુવાઓ દારુ-ડ્રગ્સના રવાડે, જાણો કેટલા પુરુષ-મહિલા બંધાણી | g...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

135 વર્ષ જૂના આજવા સરોવરની સ્ટેબિલિટીનું પ્રથમ વાર વૈજ્ઞાનિક મૂલ્યાંકન રૂ.1.47 કરોડના ખર્ચે પૂર્ણ | …

135 વર્ષ જૂના આજવા સરોવરની સ્ટેબિલિટીનું પ્રથમ વાર વૈજ્ઞાનિક મૂલ્યાંકન રૂ.1.47 કરોડના ખર્ચે પૂર્ણ | …

2 months ago
નવાયાર્ડમાં સ્ક્રેપના વેપારી પર હુમલો કરી મારી નાખવાની ધમકી | Scrap dealer in Navayard attacked and …

નવાયાર્ડમાં સ્ક્રેપના વેપારી પર હુમલો કરી મારી નાખવાની ધમકી | Scrap dealer in Navayard attacked and …

4 months ago
એગ ફ્રીઝિંગ : મેટ્રો સિટીની મહિલાઓમાં કરિયર સાથે માતૃત્વ માટેનો નવતર વૈજ્ઞાનિક અભિગમ | Egg Freezing …

એગ ફ્રીઝિંગ : મેટ્રો સિટીની મહિલાઓમાં કરિયર સાથે માતૃત્વ માટેનો નવતર વૈજ્ઞાનિક અભિગમ | Egg Freezing …

2 months ago
વડોદરાના ગોરવામાં મોડી રાતે ફટાકડાને કારણે રેસ્ટોરાંમાં ભીષણ આગ, અફરાતફરી સર્જાઈ | A massive fire br…

વડોદરાના ગોરવામાં મોડી રાતે ફટાકડાને કારણે રેસ્ટોરાંમાં ભીષણ આગ, અફરાતફરી સર્જાઈ | A massive fire br…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News