gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ક્યાંક શિંદે અને ઉદ્ધવ સેનાએ હાથ મિલાવ્યો તો ક્યાંક શરદ પવારનો સાથ: મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં ગ…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in INDIA
0 0
0
ક્યાંક શિંદે અને ઉદ્ધવ સેનાએ હાથ મિલાવ્યો તો ક્યાંક શરદ પવારનો સાથ: મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં ગ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra Local Body Election : મહારાષ્ટ્રની રાજનીતિમાં ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ અને કોંગ્રેસના નેતૃત્વવાળી મહાવિકાસ આઘાડી (MVA) એકબીજાની વિરુદ્ધમાં છે, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં દોસ્તી અને દુશ્મનીની પરિભાષા જ બદલાઈ ગઈ છે. આમ તો અત્યાર સુધી એકતરફ મહાયુતિ ગઠબંધનના સાથી પક્ષો ભાજપ, શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીના નેતાઓ તો બીજીતરફ મહાવિકાસ અઘાડીના સાથી પક્ષો કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટી અને શરદ પવારની NCPSPના નેતાઓ એકબીજાના ગઠબંધન પર આકરા પ્રહારો અને ગંબીર આક્ષેપો કરતા જોવા મળતા હતા, જોકે હવે આ છ પક્ષો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એકબીજાને દગો આપતા જોવા મળી રહ્યા છે.

આવતીકાલે મતદાન

મહારાષ્ટ્રની 246 નગર પરિષદ અને 42 નગર પંચાયતની બેઠકો પર આવતીકાલે મંગળવારે મતદાન થવાનું છે અને આ ચૂંટણીમાં પોતાનું રાજકીય વર્ચસ્વ જાળવી રાખવા માટે બંને ગઠબંધનોમાં તિરાડ પડી ગઈ છે. આમ તો શિવસેનાના બે ભાગલા પડ્યા બાદ શિંદે અને ઉદ્ધવની પાર્ટી એકબીજા પર આકરા પ્રહારો કરતા જોવા મળ્યા હતા. જોકે બંને આ ચૂંટણીમાં અનેક બેઠકો પર સાથે લડી રહ્યા છે.

મૂંઝવણ : કયો પક્ષ કોના વિરુદ્ધમાં 

રિપોર્ટ મુજબ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની કેટલીક બેઠકો પર નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde)ની પાર્ટી શિવસેનાએ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા છે, તો કેટલીક બેઠકો પર શિવસેનાએ અજિત પવાર (Ajit Pawar)નું સમર્થન મેળવીને ભાજપના વિરુદ્ધમાં ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. એટલું જ નહીં અજિત પવારની પાર્ટી અને શરદ પવાર (Sharad Pawar)ની પાર્ટી પણ એક થઈ ગઈ છે અને કેટલીક બેઠકો પર ઉમેદવારો ઉતારી દીધ છે. આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજ્યના બંને મોટા મહાગઠબંધનની પોલ ખુલી ગઈ છે. તો આ ખેલમાં રાજ ઠાકરેની એમએનએસ પાર્ટીનો પણ ખેલ જોવા મળ્યો છે.

આ પણ વાંચો : દેશભરના ડિજિટલ એરેસ્ટના કેસ મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ

જુઓ, કયો પક્ષ કોની વિરુદ્ધમાં અને સમર્થનમાં

  • ચાકણ નગરમાં શિંદે-ઠાકરે V/s ભાજપ : પુણે જિલ્લાની ચાકણ નગર પરિષદમાં શિંદે જૂથની શિવસેનાના ઉમેદવાર મનીષા સુરેશ ગોર પ્રમુખ પદ માટે મેદાનમાં છે. શિંદે જૂથના ધારાસભ્ય શરદ સોનવાણે અને શિવસેના (યુબીટી)ના ધારાસભ્ય બાબાજી કાલે તેમને સમર્થન આપી રહ્યા છે. આની પાછળનું કારણ એ છે કે ચાકણ પાલિકાની સીટ પર ભાજપ મેદાનમાં છે. ભાજપને હરાવવા માટે શિંદે અને ઉદ્ધવ ઠાકરેના બંને શિવસેના જૂથો એકસાથે આવ્યા છે.
  • કનકાવલીમાં શિંદે-ઠાકરે V/s ભાજપ : સિંધુદુર્ગ જિલ્લાની કનકાવલી નગર પરિષદ સીટ પર એકનાથ શિંદેની શિવસેના અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ આપસમાં હાથ મિલાવ્યા છે. કનકાવલી નગર પરિષદ સીટ પર ઉદ્ધવની શિવસેના (યુબીટી) તરફથી સંદેશ પારકર અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડી રહ્યા છે. અહીં શિવસેના (યુબીટી)નો મુકાબલો ભાજપ સાથે છે. ભાજપને હરાવવા માટે શિંદે અને ઉદ્ધવના નેતાઓએ આપસમાં હાથ મિલાવ્યા છે.
  • ઓમેગામાં શિંદે-કોંગ્રેસ V/s ભાજપ : ધારાશિવ જિલ્લાની ઓમેગા નગર પરિષદમાં શિંદેની શિવસેનાએ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે. પૂર્વ શિવસેના સાંસદ રવિન્દ્ર ગાયકવાડે કોંગ્રેસ સાથે ગઠબંધનની નવી કેમિસ્ટ્રી બનાવી છે. ઓમેગા સીટ પર પ્રમુખ પદ માટે ભાજપના હર્ષવર્ધન ચાલુક્યા સામે ટક્કર છે.
  • ચોપરામાં શિંદે-કોંગ્રેસ V/s ભાજપ : જલગાંવના ચોપરામાં એકનાથ શિંદે જૂથના ધારાસભ્ય ચંદ્રકાંત સોનવાણેએ અધ્યક્ષ પદ માટે પોતાના નજીકના નેતાને ઉતાર્યા છે, પરંતુ ભાજપ મેદાનમાં હોવાથી તેમણે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા છે. શિંદેની તસવીરની સાથે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની તસવીરો પણ જોવા મળી રહી છે. આનું કારણ એ છે કે ભાજપે ઘણી સીટ પર એકનાથ શિંદેના નેતાઓ સામે પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા છે, તેથી શિંદે જૂથે હિસાબ બરાબર કરવા માટે વિરોધી જૂથ સાથે ગઠબંધન કર્યું છે.
  • યેઓલામાં શિંદે-શરદ V/s ભાજપ-અજિત : નાસિક જિલ્લાની યેઓલા નગર પરિષદ સીટ પર એકનાથ શિંદેની શિવસેનાના રૂપેશ દરાડેએ એનસીપી (શરદ પવાર જૂથ)ના માણિકરાવ શિંદે સાથે મળીને ભાજપ-એનસીપી (અજિત પવાર જૂથ) ગઠબંધનને પડકાર ફેંકી રહ્યા છે.
  • દહાણુમાં શિંદે-શરદ-અજિત V/s ભાજપ : પાલઘરની દહાણુ નગર પરિષદ સીટ પર પણ આવું જ જોવા મળી રહ્યું છે, જ્યાં શિંદેની શિવસેનાએ અજિત પવાર અને શરદ પવાર બંનેના એનસીપી જૂથ સાથે ગઠબંધન કર્યું છે. અહીં તેમનો મુકાબલો ભાજપ સાથે છે.
  • કાગલમાં શરદ-અજિત  V/s શિંદે : કોલ્હાપુર જિલ્લાની કાગલ સીટ પર બંને એનસીપી જૂથોએ હાથ મિલાવીને શિંદેની શિવસેના વિરુદ્ધ મેદાન સંભાળ્યું છે.
  • જયસિંહપુરમાં ભાજપ-કોંગ્રેસ V/s શિંદે : કોલ્હાપુરની જયસિંહપુર નગર પરિષદ માં ભાજપ, કોંગ્રેસ અને ખેડૂત-કેન્દ્રિત સ્વાભિમાની શેતકરી સંગઠન (SSS) એ શિંદેની શિવસેના સમર્થિત રાજર્ષિ શાહૂ અઘાડી સામે એકસાથે મેદાનમાં છે.
  • ભગુરમાં ભાજપ-શરદ-અજિત-કોંગ્રેસ-MNS V/s શિંદે : નાસિકની ભગુર નગર પરિષદ સીટ પર શિંદે વિરુદ્ધ તમામ પક્ષો એકસાથે આવ્યા છે. ભાજપ, બંને એનસીપી જૂથો, શિવસેના (યુબીટી), કોંગ્રેસ અને એમએનએસ (MNS) એક થઈ ગયા છે. આ બધા મળીને શિંદેની શિવસેનાના ઉમેદવાર અનિતા વિજય કરંજકરને હરાવવા માંગે છે.
  • ડોમ્બિવલીમાં ભાજપ V/s શિંદે : કલ્યાણ-ડોમ્બિવલીમાં ફડણવીસે શિંદેના પુત્ર શ્રીકાંતના નજીકના નેતાને ભાજપમાં સામેલ કરી લીધા છે. તેના જવાબમાં શિંદેએ પણ ભાજપના ઘણા કોર્પોરેટરોને પોતાની સાથે ભેળવીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

આ પણ વાંચો : દિલ્હીમાં વધતા પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે સરકારની આકરી ઝાટકણી કાઢી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતમાં નિયમો બદલાયા : નાગરિકતા મેળવવા આ 3 દેશોનો પાસપોર્ટ સરન્ડર કરવો ફરજિયાત | Indian Citizenship …
INDIA

ભારતમાં નિયમો બદલાયા : નાગરિકતા મેળવવા આ 3 દેશોનો પાસપોર્ટ સરન્ડર કરવો ફરજિયાત | Indian Citizenship …

May 19, 2026
Explainer: ઈ-ફાર્મસી એપ્સ Vs મેડિકલ સ્ટોર્સનો જંગ, 20 મેના રોજ 12 લાખથી વધુ રિટેલરની હડતાળ, જાણો કાર…
INDIA

Explainer: ઈ-ફાર્મસી એપ્સ Vs મેડિકલ સ્ટોર્સનો જંગ, 20 મેના રોજ 12 લાખથી વધુ રિટેલરની હડતાળ, જાણો કાર…

May 19, 2026
PHOTO : સમુદ્રમાં ભારતની તાકાતનો અદ્ભુત નજારો, જુઓ એકસાથે 4 પરમાણુ સબમરીન | Rare View: All 4 Indian …
INDIA

PHOTO : સમુદ્રમાં ભારતની તાકાતનો અદ્ભુત નજારો, જુઓ એકસાથે 4 પરમાણુ સબમરીન | Rare View: All 4 Indian …

May 19, 2026
Next Post
‘શિંદેના 35 ધારાસભ્યો રાજીનામું આપશે’, દિગ્ગજ નેતાના દાવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ | Sanjay R…

'શિંદેના 35 ધારાસભ્યો રાજીનામું આપશે', દિગ્ગજ નેતાના દાવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ | Sanjay R...

દિલ્હી સહિત દેશના છ ઍરપોર્ટ પર ફ્લાઇટ્સને ‘GPS સ્પૂફિંગ’નો ખતરો, સરકારની સંસદમાં કબૂલાત | GPS Spoofi…

દિલ્હી સહિત દેશના છ ઍરપોર્ટ પર ફ્લાઇટ્સને 'GPS સ્પૂફિંગ'નો ખતરો, સરકારની સંસદમાં કબૂલાત | GPS Spoofi...

ઉત્તર ભારતમાં ભાજપની લહેર છતાં આ રાજ્યમાં કેમ વર્ષોથી નથી બનાવી શકી સરકાર? દિગ્ગજ નેતાએ જણાવ્યું કાર…

ઉત્તર ભારતમાં ભાજપની લહેર છતાં આ રાજ્યમાં કેમ વર્ષોથી નથી બનાવી શકી સરકાર? દિગ્ગજ નેતાએ જણાવ્યું કાર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અદાહ શર્માનો અમદાવાદ પ્રવાસ. – GExpress News

અદાહ શર્માનો અમદાવાદ પ્રવાસ. – GExpress News

10 months ago
બોમ્બ હોવાની ધમકી મળતા ગોવા-અમદાવાદ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, અમદાવાદ એરપોર્ટ પર સઘન તપાસ શરૂ | B…

બોમ્બ હોવાની ધમકી મળતા ગોવા-અમદાવાદ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, અમદાવાદ એરપોર્ટ પર સઘન તપાસ શરૂ | B…

5 months ago
નડિયાદ મનપાનું પ્રથમ બજેટ માત્ર કાગળ પર : એક વર્ષ બાદ પણ રૂ. 100 કરોડની ગ્રાન્ટ વણવપરાયેલી | first b…

નડિયાદ મનપાનું પ્રથમ બજેટ માત્ર કાગળ પર : એક વર્ષ બાદ પણ રૂ. 100 કરોડની ગ્રાન્ટ વણવપરાયેલી | first b…

3 months ago
સાવધાન! સુરતમાં હવે હોટલ-રેસ્ટોરન્ટમાં ‘એનાલોગ પનીર’ના બોર્ડ મારવા ફરજિયાત, ભેળસેળિયાઓ સામે તંત્ર સજ…

સાવધાન! સુરતમાં હવે હોટલ-રેસ્ટોરન્ટમાં ‘એનાલોગ પનીર’ના બોર્ડ મારવા ફરજિયાત, ભેળસેળિયાઓ સામે તંત્ર સજ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News