gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત પ્રવાસ દરમિયાન મોટી ડીલ કરવાની તૈયારીમાં પુતિન! દુશ્મન દેશોના હાંજા ગગડી જશે | Russia President…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in INDIA
0 0
0
ભારત પ્રવાસ દરમિયાન મોટી ડીલ કરવાની તૈયારીમાં પુતિન! દુશ્મન દેશોના હાંજા ગગડી જશે | Russia President…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Russia President Vladimir Putin’s India Visit : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ત્રણ વર્ષના લાંબા ગાળા બાદ ફરીથી ભારતની મુલાકાતે આવી રહ્યા છે. છેલ્લે તેઓ ડિસેમ્બર 2021માં આવ્યા હતા. આ વખતે 4-5 ડિસેમ્બરના રોજ 23મી ભારત-રશિયા વાર્ષિક શિખર બેઠક યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પુતિનની ગાઢ મિત્રતા જગજાહેર છે, પછી તે SCOની બેઠક હોય કે ફોન પર વાતચીત. યુક્રેન યુદ્ધ પછી પણ ભારતે રશિયાનો સાથ છોડ્યો નથી. આ મુલાકાતમાં સંરક્ષણ સોદાઓ, ખાસ કરીને નવી S-400 મિસાઈલ એર ડિફેન્સ સિસ્ટમની ખરીદી સૌથી મોટો મુદ્દો છે.

ભારતનો સૌથી મોટો શસ્ત્રોનો સપ્લાયર

એક સમયે રશિયા ભારતને હથિયારો પૂરો પાડનારો પ્રથમ ક્રમનો દેશ હતો અને આજે પણ ભારતની સશસ્ત્ર સેનાઓ પાસે 60-70 ટકા હથિયારો રશિયાના છે. જોકે SIPRI 2025ના અહેવાલ મુજબ 2020-2024ના ગાળામાં રશિયા પાસેથી થતી હથિયારોની આયાત ઘટીને 36 ટકા થઈ છે, કારણ કે ભારત હવે ફ્રાન્સ (રાફેલ), અમેરિકા (અપાચે હેલિકોપ્ટર) અને ઈઝરાયલ (ડ્રોન) જેવા અન્ય દેશો પાસેથી પણ ખરીદી કરી રહ્યું છે, છતાં પણ ભારતનો રશિયા સાથેનો જૂનો અને ગાઢ સંબંધ (India-Russia Relations) જળવાઈ રહ્યો છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રના CM ફડણવીસ અને એકનાથ શિંદે ચૂંટણી પંચથી નારાજ

બંને દેશો વચ્ચે ચાલી રહ્યા છે આ મોટા પ્રોજેક્ટ

હાલમાં બંને દેશો વચ્ચે સુખોઈ-30 MKI લડાયક વિમાન, ટી-90 ટેન્ક, મિગ-29નું આધુનિકીકરણ, બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સંયુક્ત ઉત્પાદન અને અમેઠીમાં AK-203 એસોલ્ટ રાઈફલનું ઉત્પાદન જેવા મોટા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.

ડીલ : ભારતને 2026માં મળશે વધુ બે S-400

આ મુલાકાતનો સૌથી મહત્ત્વનો વિષય નવી S-400 એર ડિફેન્સ સિસ્ટમનો સોદો છે. ભારતે 2018માં 5.43 અબજ ડૉલરમાં 5 રેજિમેન્ટ માટે કરાર કર્યો હતો, જેમાંથી અત્યાર સુધીમાં 3 રેજિમેન્ટ (અંબાલા, જોધપુર અને સિરસામાં તૈનાત) મળી ચૂક્યા છે. બાકીના 2 રેજિમેન્ટ 2026ની શરૂઆતમાં અથવા મધ્યમાં આવશે. હવે રશિયા વધુ 2-3 વધારાની રેજિમેન્ટની નવી ઓફર કરી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ નવા સોદામાં 50 ટકા જેટલું ટેકનોલોજી ટ્રાન્સફર સામેલ છે. ભારતની કંપની ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) હવે 48N6 મિસાઈલનું ઉત્પાદન ભારતમાં જ કરશે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં ગજબનો ‘ખેલ’

રશિયાનું S-400 ભારત માટે સુદર્શન ચક્ર

મે 2025માં ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ દરમિયાન, પંજાબના આદમપુરમાં તૈનાત S-400 એર ડિફેન્સ સિસ્ટમએ 314 કિલોમીટર દૂર રહેલા પાકિસ્તાની વિમાનને તોડી પાડ્યું હતું. તેણે એકસાથે 300થી વધુ લક્ષ્યોને ટ્રેક કર્યા હતા અને કુલ 7 પાકિસ્તાની વિમાન તોડી પાડ્યા હતા. ભારતીય વાયુસેના તેને સુદર્શન ચક્ર કહે છે, જે પાકિસ્તાન અને ચીનની સરહદો પર ભારતનું સૌથી મજબૂત કવચ છે.

પુતિન-મોદી વચ્ચે અનેક મુદ્દે થશે વાતચીત

સંરક્ષણ સિવાય, બંને નેતાઓ ઊર્જા ક્ષેત્રે રશિયા પાસેથી સસ્તા ક્રૂડ ઓઈલ અને LNGનો વધારો, ન્યૂક્લિયર પાવરમાં કુડનકુલમ પ્લાન્ટના નવા યુનિટ્સ, અવકાશમાં ગગનયાન માટે રશિયાની મદદ અને GLONASS નેવિગેશન સિસ્ટમ પર પણ વાતચીત કરશે. આ ઉપરાંત, બ્રહ્મોસ-2 હાઈપરસોનિક મિસાઈલના કામને ઝડપી બનાવવું અને 5મી પેઢીના ફાઈટર જેટ (Su-57) અંગેની રશિયાની નવી ઓફર પર ભારત વિચારણા કરશે.

આ પણ વાંચો : ભારતના આ જિલ્લામાંથી મળ્યો ખજાનો, ચીનનું વધશે ટેન્શન

ભારત-રશિયા વેપાર : કિંમત ઓછી, ભરોસો વધુ

ભારત રશિયાને છોડી શકે તેમ નથી, કારણ કે આપણા જૂના હથિયારોના સ્પેરપાર્ટ્સ ફક્ત રશિયા જ આપે છે. તેમની કિંમત ઓછી છે અને ભરોસો વધારે છે. અમેરિકા કે ફ્રાન્સ ભલે નવા સાધનો આપે, પણ જૂના સ્ટોકનો આધાર હજી 20-25 વર્ષ સુધી રશિયા જ રહેશે. પુતિનની આ મુલાકાત ભારતની હવાઈ સુરક્ષાને વધુ મજબૂત કરશે, સ્વદેશી ઉત્પાદનને વેગ આપશે અને પાકિસ્તાન તથા ચીનને સ્પષ્ટ સંદેશ આપશે કે ભારત તેની સુરક્ષા સાથે કોઈ સમાધાન કરશે નહીં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
આર.પી.એફ.એ મુસાફરોનો ૧૨ લાખનો ગુમ સામાન શોધી કાઢ્યો | RPF finds missing luggage worth Rs 12 lakh bel…

આર.પી.એફ.એ મુસાફરોનો ૧૨ લાખનો ગુમ સામાન શોધી કાઢ્યો | RPF finds missing luggage worth Rs 12 lakh bel...

ભુવાના સમારકામમાં વેઠ ઉતારતા ફરી ભુવો પડવાના એંધાણ | While efforts are being made to repair the dam …

ભુવાના સમારકામમાં વેઠ ઉતારતા ફરી ભુવો પડવાના એંધાણ | While efforts are being made to repair the dam ...

ગેરકાયદે ગોડાઉન અને વજનકાંટા સામે કાર્યવાહીની વિપક્ષની માગ | Opposition demands action against illeg…

ગેરકાયદે ગોડાઉન અને વજનકાંટા સામે કાર્યવાહીની વિપક્ષની માગ | Opposition demands action against illeg...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ત્રણ ઇંચ વરસાદથી નીચાણવાળા અનેક સ્થળે પાણી ભરાયા | three inch rain vadodara water logging

વડોદરામાં ત્રણ ઇંચ વરસાદથી નીચાણવાળા અનેક સ્થળે પાણી ભરાયા | three inch rain vadodara water logging

1 year ago
કેદારનાથમાં ગુજરાતી શ્રદ્ધાળુનું મોત, વડોદરાના ટૂર ઓપરેટરના પિતાનું હાર્ટ એટેકથી નિધન | gujarati pil…

કેદારનાથમાં ગુજરાતી શ્રદ્ધાળુનું મોત, વડોદરાના ટૂર ઓપરેટરના પિતાનું હાર્ટ એટેકથી નિધન | gujarati pil…

5 months ago
સીજેઆઇ-સુપ્રીમ અંગે દુબેના વિવાદિત નિવેદન મુદ્દે ભાજપે હાથ ઉંચા કર્યા | BJP raises hands over Dubey’…

સીજેઆઇ-સુપ્રીમ અંગે દુબેના વિવાદિત નિવેદન મુદ્દે ભાજપે હાથ ઉંચા કર્યા | BJP raises hands over Dubey’…

1 year ago
વડોદરામાં 9 લાખનું MD ડ્રગ્સ મંગાવનાર સાગરને ડ્રોન કેમેરાની મદદથી ઝાડીઓમાંથી દબોચી લીધો | Sagar who …

વડોદરામાં 9 લાખનું MD ડ્રગ્સ મંગાવનાર સાગરને ડ્રોન કેમેરાની મદદથી ઝાડીઓમાંથી દબોચી લીધો | Sagar who …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News