gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટાઉદેપુરમાં ‘ન્યુ ગુજરાત પેટર્ન’ની પોલ ખૂલી! સરકારી કીટમાંથી સડેલી મકાઈ નીકળતાં ખેડૂતોનો હોબાળો | …

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
છોટાઉદેપુરમાં ‘ન્યુ ગુજરાત પેટર્ન’ની પોલ ખૂલી! સરકારી કીટમાંથી સડેલી મકાઈ નીકળતાં ખેડૂતોનો હોબાળો | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Farmers Protest in Chhota Udepur: છોટાઉદેપુર તાલુકામાં રાજ્ય સરકારની મહત્ત્વાકાંક્ષી ‘ન્યુ ગુજરાત પેટર્ન’ યોજના હેઠળના કૃષિ વૈવિધ્ય પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. ગરીબ આદિવાસી ખેડૂતોને આર્થિક મદદ કરવાના હેતુથી આપવામાં આવેલી બિયારણની કીટમાં મકાઈનું બિયારણ સડેલું અને હલકી કક્ષાનું નીકળતાં ધરતીપુત્રોમાં રોષ ફાટી નીકળ્યો છે.

500 રૂપિયા લઈને સડેલું બિયારણ પધરાવી દીધું? 

છોટાઉદેપુર તાલુકામાં 1000થી વધુ ખેડૂતો પાસેથી 500 રૂપિયાનો ફાળો લઈને તેમને ખાતર, બિયારણ અને દવાની કીટ વિતરણ કરવામાં આવી હતી. જોકે, પાધરવાંટ ગામના ખેડૂતોએ જ્યારે આ કીટ ખોલીને જોઈ તો મકાઈનું બિયારણ સડેલી હાલતમાં જોવા મળ્યું હતું. તંત્ર પર ભરોસો રાખીને કેટલાક ખેડૂતોએ આ બિયારણનું વાવેતર પણ કરી દીધું હતું, પરંતુ દિવસો વીતવા છતાં ખેતરમાં મકાઈનું એક પણ તણખલું ન ઊગતાં ખેડૂતો સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.

બજારનું બિયારણ ઊગ્યું, સરકારી બિયારણ નિષ્ફળ 

ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, જે ખેડૂતો બજારમાંથી ખાનગી દુકાનેથી બિયારણ લાવીને વાવ્યું હતું, તેમનો પાક સારી રીતે ઊગી નીકળ્યો છે. જ્યારે સરકારી કીટનું બિયારણ સાવ નિષ્ફળ ગયું છે. આ બાબત સાબિત કરે છે કે અધિકારીઓએ માત્ર ટાર્ગેટ પૂરો કરવા માટે ગુણવત્તાહીન બિયારણ ખેડૂતોને પધરાવી દીધું છે.

એક તરફ કમોસમી વરસાદનો માર, બીજી તરફ તંત્રની બેદરકારી પાધરવાંટના ખેડૂતોની હાલત પડ્યા પર પાટું જેવી થઈ છે. હજુ થોડા સમય પહેલા જ થયેલા કમોસમી વરસાદને કારણે ડાંગરના પાકમાં ભારે નુકસાન થયું હતું. ખેડૂતો તેમાંથી બેઠા થવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યાં જ સરકાર દ્વારા અપાયેલી કીટમાં પણ દગો મળતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.

‘નકલી બિયારણ બંધ કરો’- ખેડૂતોનો સૂત્રોચ્ચાર 

આ ઘટનાને પગલે પાધરવાંટ ગામના ખેડૂતોએ એકઠા થઈને તંત્ર વિરુદ્ધ મોરચો માંડ્યો હતો. ખેડૂતોએ ‘નકલી બિયારણ આપવાનું બંધ કરો’ અને ભ્રષ્ટાચારી અધિકારીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે ગરીબ આદિવાસીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે અને રજૂઆતો છતાં અધિકારીઓના પેટનું પાણી હલતું નથી.

હાલ તો ખેડૂતોએ માંગ કરી છે કે આ કૌભાંડની તપાસ થાય અને ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર આપવામાં આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
રાજસ્થાનમાંથી ISIનો એજન્ટ પકડાયો, ઓપરેશન સિંદૂર વખતે ગુજરાત સહિતના 3 રાજ્યોની માહિતી લીક કર્યાનો આરો…

રાજસ્થાનમાંથી ISIનો એજન્ટ પકડાયો, ઓપરેશન સિંદૂર વખતે ગુજરાત સહિતના 3 રાજ્યોની માહિતી લીક કર્યાનો આરો...

અમદાવાદના વિરાટનગરમાં કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, પાંચથી વધુ દુકાનો લપેટમાં | Massive fire breaks out in…

અમદાવાદના વિરાટનગરમાં કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, પાંચથી વધુ દુકાનો લપેટમાં | Massive fire breaks out in...

સાયબર સિક્યુરિટીના નામે લોકોના ફોન પર નજર રાખવા માંગે છે સરકાર: ‘સંચાર સાથી’ એપ મુદ્દે પ્રિયંકા ગાંધ…

સાયબર સિક્યુરિટીના નામે લોકોના ફોન પર નજર રાખવા માંગે છે સરકાર: 'સંચાર સાથી' એપ મુદ્દે પ્રિયંકા ગાંધ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભોપાલમાં કરુણાંતિકા, ટ્રકે બાઈકને મારી ટક્કર, એશિયા કપના ગોલ્ડ મેડાલિસ્ટ સહિત નેવીના બે જવાનોના મોત

ભોપાલમાં કરુણાંતિકા, ટ્રકે બાઈકને મારી ટક્કર, એશિયા કપના ગોલ્ડ મેડાલિસ્ટ સહિત નેવીના બે જવાનોના મોત

11 months ago
સાબરકાંઠામા ઈડરના ડુંગરો પર વિકરાળ આગ, અમૂલ્ય વૃક્ષો બળીને રાખ, કલાકોની મહેનતે આગ કાબૂમાં | Massive …

સાબરકાંઠામા ઈડરના ડુંગરો પર વિકરાળ આગ, અમૂલ્ય વૃક્ષો બળીને રાખ, કલાકોની મહેનતે આગ કાબૂમાં | Massive …

7 months ago
વડોદરા એલસીબીનો સપાટો: જાંબુવા નજીક દવાની આડમાં કન્ટેનરમાં લવાતો લાખનો દારૂ ઝડપાયો, એકની ધરપકડ | Vad…

વડોદરા એલસીબીનો સપાટો: જાંબુવા નજીક દવાની આડમાં કન્ટેનરમાં લવાતો લાખનો દારૂ ઝડપાયો, એકની ધરપકડ | Vad…

5 months ago
જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચેના અકસ્માતમાં એક યુવતિ સહિત ચાર વ્યક્તિને…

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચેના અકસ્માતમાં એક યુવતિ સહિત ચાર વ્યક્તિને…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News