gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તહવ્વૂર રાણાને આજે ભારત લવાશે, દિલ્હી-મુંબઇમાં જેલની કોટડી તૈયાર | Tahawwur Rana will be brought to …

G METRO NEWS by G METRO NEWS
April 10, 2025
in INDIA
0 0
0
તહવ્વૂર રાણાને આજે ભારત લવાશે, દિલ્હી-મુંબઇમાં જેલની કોટડી તૈયાર | Tahawwur Rana will be brought to …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રાણા- હેડલીએ મુંબઇમાં હુમલાનું કાવતરૂ ઘડેલું

– એફબીઆઇએ ધરપકડ કરી તેના સોળ વર્ષે એનઆઇએ અને રોની ટીમ તહવ્વૂર રાણાને ભારત લાવવામાં સફળ

નવી દિલ્હી :  ૨૦૦૮માં મુંબઇ પર આતંકવાદી હુમલાનું કાવતરૂ ઘડવામાં સામેલ પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વૂર રાણાએ યુએસ-ભારત પ્રત્યાર્પણ સંધિ હેઠળ ભારતમાં તેના પ્રત્યાર્પણ સામે સ્ટે મુકવા સુપ્રીમ કોર્ટમાં કરેલી ઇમરજન્સી અરજીને યુએસની સુપ્રીમ કોર્ટ દ્વારા નકારી કાઢવામાં આવી તેના પગલે ભારતની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી-એનઆઇએ- અને રિસર્ચ એન્ડ અનાલિસીસ વિંગ- રોની ટીમ આરોપી રાણાને લઇને નવી દિલ્હી આવવા માટે રવાના થઇ ગઇ છે. તહવ્વૂર રાણા ગુરૂવારે સવારે સ્પેશ્યલ ફલાઇટ દ્વારા નવી દિલ્હી પહોંચે તે સાથે જ તેને નવી દિલ્હીની એનઆઇએ કોર્ટમાં રજૂ કરી ક્સ્ટડી મેળવવામાં આવશે. એ પછી મુંબઇની ક્રાઇમ બ્રાંચ દ્વારા તેનો કબજો મેળવવામાં આવશે. યુએસ કોર્ટની ભલામણ અનુસાર દિલ્હી અને મુંબઇમાં ભારે સુરક્ષા ધરાવતી જેલની બે કોટડીઓ રાણા માટે તૈયાર કરી દેવામાં આવી છે. 

રાણાએ  ભારતમાં તેને પ્રત્યાર્પિત કરવા સામે યુએસ કોર્ટ ઓફ અપીલ્સ ફોર નાઇન્થ સરકીટમાં કરેલી આખરી અરજીને નકારી કઢાઇ તે સાથે જ રાણાનો કબજો મેળવી ભારતીય અધિકારીઓની ટીમ ખાસ ફલાઇટ દ્વારા નવી દિલ્હી આવવા માટે રવાના થઇ હતી. તહવ્વૂર  રાણાને ભારત પાછો લાવવાની સમગ્ર કામગીરી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોભાલની બાજ નજર હેઠળ પાર પાડવામાં આવી રહી છે.  મુંબઇ પર ૨૦૦૮માં કરેલાં આતંકી હુમલામાંં તેણે ભજવેલી ભૂમિકા બદલ હવે ભારતની કોર્ટમાં રાણા સામે ખટલો ચલાવવામાં આવશે. આ કેસમાં અગાઉ એક આતંકી અજમલ કસાબને જ ફાંસીની સજા થઇ છે. મુંબઇ પર આતંકી હુમલો પાર પાડયાના એક વર્ષ બાદ તહવ્વૂર રાણા અને ડેવિડ કોલમેન હેડલી ઓક્ટોબર ૨૦૦૯મા મોહમ્મદ પયગંબરના કાર્ટૂન પ્રકાશિત કરનારાં  ડેનમાર્કના અખબાર જ્યાલેન્ડસ-પોસ્ટેન પર આતંકી હુમલો કરવાની તજવીજ કરી રહ્યા હતા. એ સમયે  હેડલી  શિકાગોના ઓહેર એરપોર્ટ પરથી ફિલાડેલ્ફિયા જવા રવાના થવાનો હતો ત્યારે જ તેમના અખબાર પર હુમલો કરવાના કાવતરાંની ગંધ આવી જતાં એફબીઆઇ દ્વારા હેડલીની ધરપકડ કરી લેવામાં આવી હતી. 

તહવ્વૂર રાણા અને ડેવિડ હેડલીની દોસ્તી પાકિસ્તાનના હસન અબ્દાલમાં કેડેટ કોલેજમાં થઇ હતી.બંને જણાંએ ત્યાં એક સાથે પાંચ વર્ષ એક જ સ્કૂલમાં ગાળ્યા જેના કારણે બંને વચ્ચેનીદોસ્તી ગાઢ બની હતી. એ સમયે ડેવિડ હેડલીનું નામ દાઉદ સઇદ ગિલાની હતું. જે તેણે અમેરિકા જઇને બદલી નાંખી ડેવિડ કોલમેન હેડલી રાખ્યું હતું. હેડલીનો જન્મ ૩૦ જુન ૧૯૬૦ના રોજ વોશિંગ્ટન ડીસીમાં થયો હતો. તેની માતા અમેરિકન અને પિતા પાકિસ્તાની હતા. તો બીજી તરફ તહવ્વૂર રાણાનો જન્મ પાકિસ્તાનના પંજાબ સૂબામાં ૧૨ જાન્યુઆરી ૧૯૬૧ના રોજ થયો હતો. રાણા બાદમાં પાકિસ્તાની આર્મીમાં ડોક્ટર બની ગયો હતો. તેની પત્ની પણ ડોક્ટર હતી. ૧૯૯૭માં રાણાએ પોતાના પરિવાર સાથે કેનેડા ગયો અને ત્યાં ઇમિગ્રેશન એન્ડ ટ્રાવેલ એજન્સી શરૂ કરી. હેડલીની માતા તેના પિતાથી અલગ થઇ ત્યારે ૧૯૭૭માં તે હેડલીને લઇને અમેરિકા આવતી રહી. શિકાગોમાં રાણા અને હેડલીની ફરી મુલાકાત થઇ. હેડલીએ અમેરિકન તપાસ એજન્સીઓને જણાવ્યું હતું કે રાણા લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો છે અને તેણે જ મુબઇ પર આતંકી હુમલાનું કાવતરૂ ઘડી તેના આયોજન અને રેકી માટે મને મુંબઇ મોકલ્યો હતો. 

એફબીઆઇએ હેડલીની પૂછપરછ કરતાં તેમને ખબર પડી કે હેડલી તો મુંબઇ પર થયેલાં આતંકી હુમલામાં પણ સામેલ હતો. તેની ધરપકડના પખવાડિયા બાદ એફબીઆઇએ ૧૮ ઓક્ટોબર ૨૦૦૯ના રોજ તહવ્વૂર રાણાની પણ શિકાગોમાં એ જ ઓહેર એરપોર્ટ પરથી ધરપકડ કરી.આમ, અનાયાસે જ આ બંને આરોપીઓ એફબીઆઇના હાથમાં  બીજાજ  કેસમાં પકડાઇ ગયા હતા. એફબીઆઇએ  પછી રાણા અને હેડલી પર લશ્કર-એ-તૈયબાને સહાય કરવાનો અને મુંબઇ પર આંતકી હુમલો કરવાનો પણ આરોપ મુકી તેમની સામે ખટલો માંડયો હતો. જેમાં હેડલી તાજનો સાક્ષી બની ગયો હતો. 

૨૦૧૯માં ભારત સરકારે રાણાનું પ્રત્યાર્પણ કરવાની માંગણી કરી હતી. ૨૦૨૦ના જુનમાં ભારતે આ મામલે વિધિસર ફરિયાદ કરી પ્રત્યાર્પણ માટે માર્ગ મોકળો કર્યો હતો. દરમ્યાન આ વર્ષે ફેબુ્રઆરીમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રાણાનું ભારતને પ્રત્યાર્પણ કરવામાં આવશે અને તેણે ભારતમાં અદાલતોનો સામનો કરવો પડશે તેમ જણાવ્યું હતું. ભારત માટે રાણાનું પ્રત્યાર્પણ એક મોટી કૂટનીતિક જીત બની રહી છે. 

હેડલીએ તાજના સાક્ષી તરીકે આપેલી જુબાનીમાં જણાવ્યું હતું કે ૨૦૦૬માં તેણે અને અન્ય બે આતંકીઓએ મુંબઇમાં એક ઇમિગ્રેશન ઓફિસ ખોલવાની યોજના બનાવી હતી. જેથી તેમની ગુનાઇત પ્રવૃત્તિઓને છુપાવી શકાય.હેડલીએ આ માહિતી રાણાને આપતાં રાણાએ તેની શિકાગો સ્થિત કંપની ફર્સ્ટ વર્લ્ડ ઇમિગ્રેશન સર્વિસીસ દ્વારા હેડલીને ભારતમાં તેની એક બ્રાંચ ખોલી આપવાની મંજૂરી આપી જેથી હેડલી સરળતાથી મુંબઇ આવી જઇ શકે. હેડલીએ ૨૦૦૭ અને ૨૦૦૮ દરમ્યાન પાંચવાર ભારતની મુલાકાત લીધી અને તેનો પાંચ વર્ષનો વીસા મેળવ્યો. એનઆઇએ દ્વારા તૈયાર કરવામાં આવેલાં ડોઝિયર અનુસાર હેડલીએ રેકી કરી એ દરમ્યાન ૨૩૧  વાર રાણાને કોલ કરી તેની સાથે વાત કરી તેના પવઇમાં રહેવાની વ્યવસ્થાથી માંડી સંભવિત લક્ષ્યાંકોની પસંદગી વિશે પણ માહિતીની આપ-લે કરી હતી. એ પછી તહવ્વૂર રાણાએ ૧૩ નવેમ્બર ૨૦૦૮ અને ૨૧ નવેમ્બર ૨૦૦૮ દરમ્યાન ભારતની મુલાકાત લઇ ભારતના અનેક શહેરોનીમુલાકાત લીધી હતી. એ પછી ડેવિડ હેડલી અને રાણાએ ૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજમુંબઇમાં આતંકી હુમલાને કોડ વર્ડમાં ઇ-મેઇલની આપ-લે કરી અંજામ આપ્યો હતો. જો કે, રાણા આતંકી હુમલાના ગણતરીના દિવસો અગાઉ જ ભારત છોડી રવાના થઇ ગયો હતો. રાણાના આંતકી કાવતરાંને પરિણામે મુંબઇમાં ૧૬૬ જણાંએ જીવ ગુમાવવો પડયો હતો. 

ભારતે યુએસ સાથેની પ્રત્યાર્પણ સંધિ હેઠળ હવે રાણાનું પ્રત્યાર્પણ મેળવ્યું છે પણ આ અગાઉ રાણાએ અમેરિકાની અદાલતોમાં તેના પ્રત્યાર્પણને ટાળવા લાંબો કાનુની જંગ ખેલ્યો હતો જેમાં તે નિષ્ફળ જતાં હવે તેણે ભારતમાં અદાલતોમાં ખટલાનો સામનો કરવો પડશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ સીટી, મેટ્રો સીટી અને અમદાવાદ ગેટવે ત્રણે લાયન્સ ક્લબ તરફથી કાર્ય વર્ષના પ્રથમ દિવસે કીટ વિતરણ
GUJARAT

અમદાવાદ સીટી, મેટ્રો સીટી અને અમદાવાદ ગેટવે ત્રણે લાયન્સ ક્લબ તરફથી કાર્ય વર્ષના પ્રથમ દિવસે કીટ વિતરણ

July 1, 2025
‘જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું…’ રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો | bhupin…
INDIA

‘જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું…’ રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો | bhupin…

June 6, 2025
‘મને ચોર કેમ કહો છો, હું પ્રણવ મુખર્જી…’ ભાગેડું વિજય માલ્યાનો બૅન્ક લોન અંગે મોટો દાવો | vijay ma…
INDIA

‘મને ચોર કેમ કહો છો, હું પ્રણવ મુખર્જી…’ ભાગેડું વિજય માલ્યાનો બૅન્ક લોન અંગે મોટો દાવો | vijay ma…

June 6, 2025
Next Post
ચકલાસી પાલિકામાં નવા વાહનો રિપેરિંગના વાંકે ભંગાર બન્યાં | New vehicles in Chaklasi Municipality bec…

ચકલાસી પાલિકામાં નવા વાહનો રિપેરિંગના વાંકે ભંગાર બન્યાં | New vehicles in Chaklasi Municipality bec...

ભારતે બાંગ્લાદેશને અપાતી ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા બંધ કરી | India stops trans shipment facility to Ba…

ભારતે બાંગ્લાદેશને અપાતી ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા બંધ કરી | India stops trans shipment facility to Ba...

અંગત પળોના વીડિયો વાયરલ કરનાર નડિયાદ તાલુકાના પ્રેમીને 3 વર્ષની સજા | Nadiad taluka lover sentenced …

અંગત પળોના વીડિયો વાયરલ કરનાર નડિયાદ તાલુકાના પ્રેમીને 3 વર્ષની સજા | Nadiad taluka lover sentenced ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જાહેર વિતરણ પદ્ધતિ મારફત ઘઉંના પૂરવઠાને પૂર્વવત કરવા વિચારાશે | Consideration will be given to resto…

જાહેર વિતરણ પદ્ધતિ મારફત ઘઉંના પૂરવઠાને પૂર્વવત કરવા વિચારાશે | Consideration will be given to resto…

2 months ago
સોનાનો ભાવ 1 લાખને પાર જવાની શક્યતા! ટ્રમ્પ અને જિનપિંગના લડાઈના કારણે તેજીના એંધાણ | Gold price lik…

સોનાનો ભાવ 1 લાખને પાર જવાની શક્યતા! ટ્રમ્પ અને જિનપિંગના લડાઈના કારણે તેજીના એંધાણ | Gold price lik…

3 months ago
VIDEO: ‘અમારાથી ડરશો નહીં, અમે ઇન્ડિયન આર્મી છીએ…’, સેનાના જવાનોને જોઈને ડરી ગયા હતા પ્રવાસીઓ | pa…

VIDEO: ‘અમારાથી ડરશો નહીં, અમે ઇન્ડિયન આર્મી છીએ…’, સેનાના જવાનોને જોઈને ડરી ગયા હતા પ્રવાસીઓ | pa…

2 months ago
વૈશ્વિક ઉથલપાથલ ભારત માટે એક તક, પરંતુ ખાનગી રોકાણમાં મંદી જોખમ સમાન | Global turmoil an opportunity…

વૈશ્વિક ઉથલપાથલ ભારત માટે એક તક, પરંતુ ખાનગી રોકાણમાં મંદી જોખમ સમાન | Global turmoil an opportunity…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News